વિદેશી યુવકે હિંદુ સંસ્કૃતિથી આકર્ષાયને કર્યા દેશી લગ્ન: હિંમતનગરના સાકરોડિયા ગામમાં જર્મનીના યુવક સાથે રશિયાની યુવતીએ હિન્દુ વિધિથી લગ્ન કર્યા

હિંદુ સંસ્કૃતિએ હંમેશા વિદેશીઓને પણ પોતાના તરફ આકર્ષ્યા છે અને આવા જ આકર્ષણને લઈને હિમતનગર તાલુકાના એક ગામમાં અનોખા લગ્ન યોજાયા  છે. જ્યાં વર અલગ દેશનો કન્યા અલગ દેશની અને જાનૈયા ગુજરાતી હતા. હિમતનગર તાલુકાના સાકરોડીયામાં અનોખા લગ્ન યોજાયા હતા, જ્યાં વર જર્મનીનો કન્યા રશિયાની અને જાનૈયાઓ ગુજરાતી હતા.

અલગ દેશના લોકો આજે હિંદુ ધાર્મિક વિધિ વિધાનોથી લગ્નના તાંતણે જોડાયા છે. જૂલિયા ઇંગ્લીશ શિક્ષક છે અને તે યોગા શિક્ષક પણ છે. જ્યારે ક્રિસ એક ધનાઢ્ય જર્મન બિઝનેશમેનનો પુત્ર છે. જે પોતે પણ એક જર્મન અને સિંગાપોર બેઝ કંપનીનો સીઈઓ પણ છે. તેમને પોતાના પિતાના બિઝનેસને સંભાળવાને બદલે ધર્મનુ જ્ઞાન મેળવવામાં વધુ રસ છે. મૂળ જર્મનીના ક્રિશ મુલર અને રશિયાની જુલિયા ઉખવાકટીનાને ભારતના આધ્યાત્મે આકર્ષાયા છે. આ જ અધ્યાત્મ આજે તેમનાં મંગલ પરિણયમાં પરિણમ્યું અને તેમની હિંદુ વિધિથી લગ્ન કરવાની ઇચ્છા પણ ફળીભૂત થઇ છે. અહી એમને પીઠી પણ ચોળાઈ લગ્ન ગીત પણ ગવાયા અને કન્યાદાન પણ દેવાયા.

જુલિયા અને ક્રીશ બંને અધ્યાત્મની શોધમાં છે અને તેઓ દાદા ભગવાનથી આકર્ષાયેલા છે. આ આકર્ષણ તેમને સાકરોડીયા ગામમાં ખેંચી લાવ્યું છે. તેમના મિત્રને હિંદુ ધાર્મિક વિધિથી લગ્ન કરવાની ઈચ્છા વ્યક્ત કરેલી અને તરત જ કંકુના કરાયા.

તેમના લગ્કંનમાં કોત્રીઓ છપાઈ, કન્યા અને વર પક્ષનું સ્થાન એમના મિત્રના પરિવારજનોએ લીધું અને લગ્ન સંપન્ન થયા. તો ક્રિસ શેરવાનીમાં અને જુલિયા પાનેતરમાં ખુબજ સુંદર લાગી રહ્યા હતા.

ગુજરાતી લગ્નનાં આં વિધિ-વિધાનોથી નવ-દંપતી પ્રભાવિત થયા અને આ સંસ્કૃતિનાં ભર પેટ વખાણ કર્યા. તેમણે કહ્યું કે, આજનો દિવસ અને અમારું લગ્ન અમે ક્યારેય ભૂલી નહીં શકીએ. અમને જીવનભર યાદ રહેશે.

ભારતીય સંસ્કૃતિ, હિંદુ ધર્મ આજે પણ વિદેશીઓને પ્રભાવિત કરી રહ્યો છે. હાલમાં ભલે બની બેઠેલા સંત્તો ધર્માંતરણની વાતો કરે પરંતુ જેણે હિંદુ ધર્મને તેના મૂળમાંથી જાણ્યો છે એવા જુલિયા અને ક્રિશ જેવા યુવાનો-યુવતીઓ ભલે હિંદુ નથી. પણ સહર્ષ રીતે હિંદુ ધર્મને આદર આપી આવી જ રીતે ત્તેનું ગૌરવ વધારી રહ્યા છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો