ગાયને પોતાની માતા માની સેવા કરતો યુવાન, 28 ગાયને કતલખાને જતા રોકી

નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના તરસાલ ગામના યુવાને ગૌમાતાની સેવાને પોતાનું લક્ષ્ય બનાવી દીધું છે. ગાયોની સેવા કરવાથી દંપતિને પુત્ર અને પુત્રીનો જન્મ થતાં તેમણે પોતાની ગૌશાળા બનાવી છે જેમાં હાલ 26 ગાયોની સારસંભાળ લેવાઇ રહી છે. તરસાલ ગામે રહેતા બાબુભાઇ તડવી છેલ્લા 18 વર્ષો થી ગૌશાળા ચલાવે છે ને હાલ તેની પાસે 28 જેટલી ગાયો છે. ગાય દૂધ આપતી બંધ થઇ જાય પછી પશુપાલક જેને કતલખાના માટે વેચી દેવામાં આવે છે અથવા તો જેને તરછોડી છોડી મૂકે છે જોકે આવી તરછોડાયેલી, કતલ ખાને લઇ જવાતી, બીમાર ગાય માતાને તેઓ લઇ આવે છે અથવા કોઈ ને કોઈ તેમને આપી જાય છે. તેઓ નિસ્વાર્થ ભાવે ગૌમાતાની સેવા કરે છે અને ગૌશાળા ઉભી કરી છે.

ગાયોની સેવા કરવાથી દંપતીના ઘરે પારણુ બંધાતા ગૌસેવાને જીવનનો ધ્યેય બનાવ્યો

ગૌમાતાને પીવા માટે પાણી તો મળી રહે છે પણ ઘાસ ચારો બહુ મોંઘો હોય આ સેવાભાવી યુવાન ગામે ગામ જઈ ઘાસચારો ઉઘરાવે છે અને ગૌ માતાની સેવા કરે છે પરંતુ દુઃખની વાત એ છે કે આ ગૌશાળા માટે કોઈ નથી સહાય આપતું કે નથી ઘાસ ચારો. આ પરિવાર માટે ગામે ગામ જઈને ઘાસચારો ઉઘરાવવો નિત્યક્રમ બની ગયો છે અને ગૌ રક્ષણ અને ગૌ પૂજા તેમનું લક્ષ બની ગયું છે.

ગાયને પોતાની માતા માની સેવા કરતો યુવાન, 28 ગાયને કતલખાને જતા રોકી

બાબુભાઇએ જણાવ્યું હતું કે, ગૌમાતાની સેવા કરવાથી અમારા ઘરે પુત્ર અને પુત્રીનો જન્મ થયો છે. મારી મર્યાદાને કારણે વધુ ગાયો રાખી નથી શકતો એનું મને દુઃખ છે પણ ગાય માતાનું માત્ર દૂધ અગત્યનું નથી જેનું મળ મૂત્ર પણ અકસીર છે. ગૌરક્ષક મેહુલ રાણાએ જણાવ્યું હતું કે, કતલ ખાને જતી ગાયો પકડાય ત્યારે જેને કોઈ લઇ જવા તૈયાર હોતું નથી. બાબુભાઇ આવી ગાયોને તેમની પાસે રાખી તેમની સેવા કરી રહયાં છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

સેવાકીય પ્રવૃત્તિઓ