પુરાણોમાં ગાયની ઉત્પત્તિની અનેક કથા જોવા મળે છે. જેમાંથી એક કથા પ્રમાણે, જયારે બ્રહ્માજી એકમુખથી અમૃતપાન કરતા હતાં ત્યારે બીજા મુખમાંથી કેટલાંક અમૃતના ટીપા બહાર આવ્યા હતાં. આ ટીપા વડે સુરભી ગાયની ઉત્પત્તિ થઈ હોવાનું મનાય છે, એક બીજા મત પ્રમાણે ગાયની ઉત્પત્તિ સમુદ્રમંથન દરમિયાન ચૌદ રત્ન સાથે થઇ હોવાનું મનાય છે. અન્ય મત મુજબ સુરભી વડે કપિલા ગાયની ઉત્પત્તિ થઈ હતી જેના દૂધ વડે ક્ષીરસાગરનું પ્રાદુર્ભાવ (પ્રગટ થવું) થયું હતું.
આ સંપૂર્ણ માહિતી અમદાવાદના જ્યોતિષાચાર્ય ડો. હેમીલ પી. લાઠીયા દ્વારા આપવામાં આવી રહી છે.
ગાયનો વેદ-પુરાણ, જ્યોતિષ, વાસ્તુ અને માનવજીવન સાથે ધાર્મિક સંબંધ શું છે?
-
1. હિન્દુ ધર્મમાં ગાયનું મહત્ત્વ શું છે?
- હિન્દૂ ધર્મ પ્રમાણે ગાયમાં 33 કોટી દેવી-દેવતા નિવાસ કરે છે. એટલે કે, 33 પ્રકારના દેવતા નિવાસ કરે છે, જેમા 12 આદિત્ય + 8 વસુ + 11 રૂદ્ર + 2 અશ્વિનીનો સમાવેશ થાય છે.
- એક માન્યતા પ્રમાણે, ગાયમાં કુલ 33 કરોડ દેવી-દેવતા નિવાસ કરે છે.
- ભગવાન શિવના પ્રિય પાન એવું બીલીપત્રની ઉત્પત્તિ ગાયના ગોબરમાંથી થઈ હતી.
-
2. વેદ અને પુરાણમાં ગાયને શું કહેવાય છેઃ-
- ઋગ્વેદમાં ગાયને અધ્નયા કહેવામાં આવે છે. યજુર્વેદમાં અનુપમય કહેવામાં આવે છે. અર્થવેદમાં સંપતિઓનું નિવાસ કહેવામાં આવે છે.
- ગરુડ પુરાણ અનુસાર વૈતરણી પાર કરવા માટે ગાયના પૂજન અને દાનનો મહિમા વર્ણવેલ છે. શ્રાદ્ધ કર્મમાં ગાયનાં દૂધ વડે પિતૃ પૂજનથી પિતૃ તૃપ્ત થાય છે અને સદ્દગતી પામે છે. સ્કંદ પુરાણ અનુસાર ગાય સર્વ-દેવમયી છે. જયારે અન્ય પુરાણ માન્યતા અનુસાર ગાય સાક્ષાત વિષ્ણુ સ્વરૂપ છે.
- ભગવાન શ્રીકૃષ્ણનું જીવન અને જ્ઞાન ગાયના સંગતમાંજ થયેલ છે.
- ભગવાન રામના પૂર્વજ મહારાજા દિલીપ નંદિની ગાયની પૂજા કરતાં હતાં.
-
3. ગાય સંબંધિત ધાર્મિક વ્રત અને મહિમા શું છે?
1. ગોપ વ્રત: જે સુખ-સૌભાગ્ય, સંપત્તિને શાંતિથી ભોગવવા માટે બળ પ્રદ છે.
2. ગોવત્સ દ્વાદર્શી: સમસ્ત મનોકામના પૂર્ણ કરવા માટે
3. ગોવર્ધન પૂજા: સમૃદ્ધિ અને વૈભવ હેતુ
4. ગોત્રીરાત્ર વ્રત: પુત્ર પ્રાપ્તિ અને ગૌ-લોકવાસ હેતુ
5. ગોપાષ્ટમી: સૌભાગ્ય વૃદ્ધિ હેતુ
6. પયો વ્રત: દાંપત્યજીવન અને સંતાન સુખ હેતુ -
4. ગાયનો માનવજીવન સાથે ધાર્મિક સંબંધ?
આજથી લગભગ 9૦૦૦ વર્ષ પહેલાં ગુરૂ વશિષ્ઠ દ્વારા ગાયના કુળના વૃદ્ધિ હેતુ પ્રયોગ કરેલો તેવું માનવામાં આવે છે. તે વખતે 8 થી 10 ગાયની જાત હતી. જેમાં મુખ્યત્વે કામધેનુ, કપિલા, દેવની, નંદિની, ભૌમા વગેરેનો સમાવેશ થાય છે.
ગાયનું દૂધ, મૂત્ર, ગોબરને માનવ તેમના ધાર્મિક અને જીવન ઉપયોગી વસ્તુ તરીકે ઉપયોગમાં લે છે. ગાયના પંચગવ્ય દૂધ, દહીં, ઘી, મૂત્ર અને ગોબર વિશિષ્ટ ધાર્મિક વિધિ-વિધાનમાં ઉપયોગી છે. -
5. ગૌ-માતાની ભગવાન સાથે જોડાયેલી કેટલીક વાત?
1. ભગવાન શ્રીકૃષ્ણ ગીતામાં કહે છે કે, હું ગાયો માં કામધેનુ રૂપ છું.
2. શ્રીરામ ભગવાને વન પ્રસ્થાન પૂર્વ બ્રાહ્મણને ગાય દાનમાં આપી હતી.
3. ભગવાન બુદ્ધ ગાયના દૂધની ખીરપાનથી જ્ઞાન અને મુક્તિનો માર્ગ સુજ્યો હતો. બુદ્ધ ગાયને મનુષ્યની પરમમિત્ર પણ કહે છે.
4. ભગવાન મહાવીર પ્રમાણે ગૌ-રક્ષા વગર માનવરક્ષા અધૂરી છે. -
6. જ્યોતિષશાસ્ત્રમાં ગાયનો મહિમા શું છે?
1. કેટલાંક નક્ષત્ર પૂજનમાં શાંતિ હેતુ પૂજન થાય છે.
2. કેટલાંક અશુભ યોગના નિવારણ હેતુ પૂજન થાય છે.
3. ગાયનું દાન સંપૂર્ણ દોષ નાશક છે.
4. ગાયને રોટલી કે ઘાસ પોતાનાં હાથ વડે તેના મુખમાં આપવાથી પુણ્યબળ વધે છે. તેને સ્પર્શ કરવાથી શુભત્વ વધે છે.
5. પાપગ્રહ પીડા નિવારણ અર્થે ગાયને અન્ન આપવાથી અને પૂજા કરવાથી પીડા શાંત થાય છે.
6. ગાયના શુકન ખુબ જ શુભ છે અને કાર્ય સિદ્ધિદાયક ગણાય છે. -
7. વાસ્તુશાત્રમાં ગાયનું શું મહત્ત્વ છે?
1. ગૌચર જમીન ખૂબ શુકનવાળી ગણાય છે.
2. જે જમીન પર ગાય વિશ્રામ કરતી હોય, આરામ કરતી હોય તે જમીન પણ શાંતિવાળી હોય છે.
3. જે જમીનમાં શુભ બળ ઓછું જણાતું હોય, ત્યાં ગાયને લઈ જઇ પૂજા અને થોડાં દિવસ વસવાટ કરવામાં આવે તો જમીન શુદ્ધિ પણ થાય છે.
4. ગાયના પગલાં જે જમીન પર વધુ પડતાં હોય તે જગ્યા સારી ગણાય છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..