ગૌતમ ગંભીરે ગુરુવારે ‘એક આશા જન રસોઈ’ નામથી કમ્યુનિટી કિચન શરૂ કર્યું છે, જે 1 રૂપિયામાં દિલ્હીના ગાંધીનગર વિસ્તારમાં જરૂરિયાતમંદ લોકોને બપોરે જમવાનું આપશે.
આ અવસરે ગંભીરે કહ્યું હતું કે વ્યક્તિની પહેલી જરૂરિયાત ખોરાક છે. અમે ઈચ્છીએ છીએ કે કોઈ ભૂખ્યા ન સૂવે. અમે આગામી દિવસોમાં દિલ્હીના બીજા વિસ્તારોમાં 5થી 6 કિચન ખોલીશું. બીજું કિચન મયૂર વિહારમાં ખોલાશે.
ગૌતમ ગંભીર ફાઉન્ડેશન દ્વારા સંચાલિત આ કમ્યુનિટી કિચન બપોરના 12થી 2 વાગ્યા સુધી ખુલ્લું રહેશે.
આ અગાઉ ગંભીરે ‘પંખ’ નામનો પ્રોગ્રામ પણ શરૂ કર્યો છે, જેમાં તે જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને સ્કૂલ ફી, યુનિફોર્મ, જમવાનું અને સ્વાસ્થ્યની સેવા પૂરી પાડે છે.
वादे नहीं, इरादे लाया हूँ…
ना मन्दिर से आरती, ना मस्जिद से आज़ान लाया हूँ…
ना राम का वास्ता, ना मोहम्मद की दुआ लाया हूँ…
इंसान हूँ, इंसान के लिए दो रोटी लाया हूँ….
वादे नहीं, इरादे लाया हूँ… #JanRasoi #FoodForAll pic.twitter.com/pFDm0MLWaR
— Gautam Gambhir (@GautamGambhir) December 24, 2020
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..