ગૌમૂત્રથી સસ્તું જંતુનાશક બનાવવાની રીત….. વાંચો અને શેર કરો….

કુદરતી જંતુનાશક બનાવવા ની અનેક રીતો છે…

રીત ૧ ( બધાજ પ્રકાર ની જીવાત માટે )

ગૌમુત્ર ૨૦ લીટર
લીંબડા ના પાંદ ૩ કિલો

પપૈયા ના પાંદ ૩ કિલો

જામફલ ના પાંદ ૩ કિલો

આકળા ના પાંદ ૩કિલો

સીતફળ ના પાંદ ૩ કિલો

ઘાસ ૩ કિલો

ઉપર જણાવ્યા પ્રમાણે પાંદ ન ઉપલબ્ધ હોય તો તે દરેક પાંદ ( ૫ થી ૭ પ્રકારના ) લઈ શકાય જે બકરી ન ખાય

બધા ની બરોબર વાટી ને ઉકાળવુ ઉકાળતી વખતે બરોબર ઢાકી ને ઉકાળવુ ૪ ઉભરા , પાંદળા પીળા પડી જાય અને ઉકાળો અડધો રહી જાય ત્યાર સુધી ઉકાળવુ ત્યાર બાદ ઠંડો પડવા ૭૨ કલાક ઢાકી ની છાયા મા મૂકી દેવુ

વાપરવાની રીત ( ૧ એકર માટે )

૧૦૦ લીટર પાણી

૩ લીટર ગૌમુત્ર

૩ લીટર ઉપર પ્રમાણે બનાવેલી દવા ઉમેરી પાક મા છાટી દેવુ.

રીત ૨

૧ લીટર ગૌમુત્ર ૧૫ લીટર પાણી મા ઉમેરી પાક પર છાટી દેવાથી પણ ફાયદો થાય છે

રીત ૩

૨૦૦ લીટર પાણી

૨ કિલો ગાય નુ છાણ

૧૦ લીટર ગૌમુત્ર

૧૦ કિલો લીંબડા ના પાંદ , લીંબડા ની લીંબોડિયુ , લીંબડા ની પાતળી ડાળીઑ વગેરે ની બરોબર કુટી ને બધી વસ્તુ ઑ બરોબર મિક્સ કરી લ્યો અને ૭૨ કલાક છાયા મા રહેવા દેવુ સાથે સાથે દિવસ મા ૩ વાર હલાવતા રહેવુ આ પ્રમાણે બનેલુ મિશ્રણ ૧ ઍકર મા છાટી દેવુ આ કિટક્નાશક રસ ચુસવા વારા કિટકો માટે છે.

રીત ૪

ખાટી છાશ ૩ લીટર મા ૧૦૦ લીટર પાણી ઉમેરી પાક પર છાટવાથી પણ ફાયદો થાય છે. જો આ મિશ્રણ મા તાંબા નો ટુકડો નાખી રાખવા (૧ ~ ૨ દિવસ ) મા આવે તો મિશ્રણ વધુ અસરકારક બને છે

રીત ૫

પાક મા જીવાત નો હુમલો થાય તે પહેલા જે ગૌમુત્ર ( રીત નંબર ૨ ), રીત નંબર ૪ , અથવા જીવામૃત મહિના મા ૨ વાર છાટવામા મા આવે તો ઘણો જ ફાયદો થાય છે અને ૯૦% જીવાત આવતી જ નથી.

રીત ૬

પીળા કલર ના પ્લાસ્ટિક પર કોઈ તૈલિય , ચિપચીપો પદાર્થ (જેમ કે તેલ , પેટ્રોલ મા નાખી તે ઓઈલ વગેરે) લગાડી ખેતર મા ૫ થી ૭ જગ્યા ઍ બેનર ની જેમ આ પ્લાસ્ટિક લગાડી દેવાથી બધી જીણી જીણી જીવાત તેના પર ચોટી જાય છે.

હવે તમે પણ આ વેબસાઇટ પર માહિતી શેર કરી શકો છો.
જો આપની પાસે ખેતીવાડી અને ખેડૂતને લગતી કોઈ પણ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને મોકલાવો અમારા WhatsApp નંબર પર – 7878670799 અમે તે માહિતીને લાખો લોકો સુધી પહોંચાળસું..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

ખેડુ