ગેસની સમસ્યાથી છો પરેશાન તો આજથી 4 ચીજનું કરો સેવન, પેટની સમસ્યાઓની મુશ્કેલી થશે દૂર, જાણો અને શેર કરો

ભારતભરમાં અનેક વિસ્તારોમાં મસાલેદાર અને વધારે તેલ વાળું ભોજન યૂઝ કરાય છે. જેના કારણે લોકોને પેટમાં દર્દ, ગેસ, એસિડિટી, ખાટા ઓડકાર કે પેટમાં ગરબડની ફરિયાદ રહે છે. આજકાલની બીઝી લાઈફમાં આ બીમારી મુશ્કેલી લાવી શકે છે.

આ 4 ચીજની મદદથી દૂર થઈ શકે છે પેટની તકલીફો
વધતી ઉંમરની સાથે પેટની મુશ્કેલીઓ વધવા લાગે છે કેમકે પાચનતંત્ર પહેલાથી નબળું હોય છે. જાણકારોના અનુસાર જો તમે ભોજનમાં 4 નેચરલ ફૂડ સામેલ કરો છો તો તમે તમામ મુશ્કેલીઓથી રાહત મેળવી શકો છો.

આદુ
શરદી અને ઉધરસ રહેતી હોય તો આદુનું સેવન લાભદાયી રહે છે. તેને ખાવાથી એન્ટીઓક્સીડન્ટ્સ તત્વો પેટની સમસ્યાને દૂર કરે છે. આદુને ગરમ પાણીમાં ઉકાળીને તેની ચા પીવામાં આવે તો પેટને માટે ફાયદારૂપ સાબિત થાય છે.

નારંગી
નારંગી એક એવું ફળ છે જેમાં ભરપૂર ફાઈબર મળે છે. સારું એ છે કે તેનો જ્યૂસ પીવાને બદલે તેને સીધી જ ખાવામાં આવે. તેમાં રહેલું લેક્સેટિવ પેટ સાફ કરવામાં મદદ કરે છે. તેનાથી કબજિયાતની ફરિયાદ પણ દૂર થાય છે. જો કે ફક્ત તેનો જ્યૂસ પીવામાં આવે તો પેટની તકલીફો સાફ થાય છે.

રાઈના બીજ
રાઈના બીજમાં ફાઈબરનું પ્રમાણ વધારે હોય છે તેનાથી પાચન તંત્ર સારું રહે છે. તેનાથી ગેસ અને પેટ દર્દની સમસ્યામાં રાહત મળે છે.

લીંબુ
લીંબુને અનેક બીમારીમાં ફાયદારૂપ માનવામાં આવે છે. તમે લીંબુ પાણી કે તેના રસને સલાડમાં મિક્સ કરીને પણ ઉપયોગમાં લઈ શકો છો. તેમાં કેલ્શિયમ, આયર્ન, પોટેશિયમ, મેગ્નેશિયમ અને ફોસ્ફરસ મળે છે. સાથે પેટની મુશ્કેલીઓને દૂર કરનારું પેક્ટિન ફાઈબર પણ મળે છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો