પેટમાં ગેસ શા માટે થાય છે, શું છે તેના કારણો અને ઘરેલુ ઉપાય જાણો અને શેર કરો

પેટ સંબંધિત ઘણી સમસ્યાઓમાં ગેસ બનવો તે સાવ સામાન્ય સમસ્યા છે. નાની ઉંમરથી લઇને યુવાનો અને વૃદ્ધો સુધી દરેક ઉંમરની વ્યક્તિઓએ ક્યારેક ને ક્યારેક આ સમસ્યાનો સામનો કરવો પડે છે. પેટમાં ગેસ બનવાના ઘણા કારણ હોઇ શકે છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

જેમ કે વધુ પડતુ ભોજન કરવું, વધુ સમય સુધી ભુખ્યા રહેવું, તીખુ કે ચટપટુ ભોજન કરવુ, એવું ભોજન ખાવું જે પચવામાં ભારે હોય. યોગ્ય રીતે ચાવીને ન ખાવું, વધુ ચિંતા કરવી, દારુ પીવો, કેટલીક બિમારીઓ અને દવાઓના સેવનના કારણે પણ પેટમાં ગેસ થઇ શકે છે.

પેટમાં ગેસની સમસ્યા થાય તો સામાન્ય રીતે આ લક્ષણ જોવા મળે છે

  • ભુખ ન લાગવી
  • મોંમાથી વાસ આવવી અને પેટ સુજેલુ રહેવું
  • ઉલટી, અપચો અને કબજિયાત જેવું લાગવું
  • પેટ ફુલવુ

પેટમાં ગેસ થાય અને જ્યારે આ લક્ષણો દેખાય છે ત્યારે તમારે શરમનો સામનો કરવો પડે છે અને તમે ખુદ પણ ફ્રેશ ફીલ કરતા નથી. દરેક વ્યક્તિ ઇચ્છે છે કે પેટની આ સમસ્યાઓમાંથી જલ્દીથી જલ્દી છુટકારો મેળવી લે.

કેટલાક ઘરેલુ ઉપાય તમને રાહત પહોંચાડી શકે છે

  • લીંબુના રસમાં એક ચમચી બેકિંગ સોડા મિક્સ કરીને સવારે ખાલી પેટે પીવો
  • મરીનું સેવન કરવાથી પેટમાં અપચાની સમસ્યા દુર થાય છે અને આ કારણે ગેસ પણ ઘટે છે
  • તમે દુધમાં પણ મરી અને સુંઠ નાંખીને પી શકો છો
  • છાશમાં મરી અને અજમા મિક્સ કરીને પીવાથી ગેસની સમસ્યામાં આરામ મળે છે
  • તજને પાણીમાં ઉકાળીને પાણી ઠંડુ કરી લો. સવારે ખાલી પેટ આ પાણી પીવો. તેમાં મધ ભેળવીને તેને પી શકો છો
  • લસણ પણ ગેસની સમસ્યા દુર કરે છે. લસણને જીરા, ધાણા સાથે ઉકાળીને આ પાણી દિવસમાં બે વાર પીવાથી પણ ફાયદો થાય છે
  • દિવસમાં બેથી ત્રણ વાર ઇલાઇચીનું સેવન પાચનક્રિયામાં સહાયક થાય છે અને ગેસની સમસ્યા થવા દેતી નથી
  • રોજ આદુનો ટુકડો ચાવવાથી પણ ગેસમાં લાભ થાય છે
  • ફુદીનાના પાનને ઉકાળીને પીવાથી ગેસમાંથી રાહત મળે છે
  • રોજ નારિયેળ પાણીનું સેવન કરવું પણ ગેસમાં ફાયદો કરે છે
  • અઠવાડિયામાં એકવાર ઉપવાસ રાખવાથી પણ પેટ સાફ રહે છે અને ગેસની સમસ્યા થતી નથી

પોસ્ટ ગમે તો લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો