Ferrari, રોલ્સ રોય્સ ને મર્સિડીઝ: આ પટેલના આંગણે છે લક્ઝુરિયસ કાર્સનો કાફલો

લક્ઝુરિયસ કાર્સ હવે દિવસે ને દિવસે સામાન્ય વાત બનતી જાય છે. પણ જો કરોડોની કિંમતની એક નહીં વધારે કાર્સ હોય તો જરૂર મોટી વાત કહેવાય. ગુજરાતમાં મોટાભાગે સુરતીઓ લક્ઝુરિયસ કાર્સના શોખ માટે જાણીતા છે. ડાયમંડ બિઝનેસ સાથે જોડાયેલા ધોળકિયા પરિવાર પાસે પણ રોલ્સ રોય્સ, ફેરારી, લેમ્બોર્ગિની, મર્સિડીઝ જેવી કાર્સનો કાફલો છે.

થોડા સમય પહેલા જ ગોવિંદભાઈ ધોળકિયાએ પુત્ર શ્રેયાંસને જન્મદિવસ પર આશરે 6 કરોડની ફેરારી કારની ભેટ આપી હતી. તેવી જ રીતે વર્ષ 2014માં પિતાએ સ્થાપેલી શ્રી રામકૃષ્ણ ડાયમંડ કંપનીના 50 વર્ષ પૂર્ણ થતા શ્રેયાંસે પિતાને 100 ડ્યુટી સાથે દસ કરોડ રૂપિયામાં ખરીદેલી Rolls-Royce Phantom-II ભેટ આપી હતી.

13 વર્ષની ઉંમરે મહિને 103 રૂપિયામાં હીરા ઘસવાની શરૂઆત બાદ મહેતનના જોરે ગોવિંદભાઈએ આજે કરોડોનું સામ્રાજય ખડું કર્યું છે. સોશ્યિલ એક્ટિવિટી માટે પણ એટલા જ જાણીતા ગોવિંદભાઈ ધોળકિયાના 17 સભ્યોના પરિવારના કાર કલેક્શનમાં અલગ-અલગ મોડેલની સાત જેટલી મર્સિડીઝ ઉપરાંત રોલ્સ રોય્સ, ફેરારી, બીએમડબલ્યુ અને લેમ્બોર્ગિની જેવી એકથી એક ચડિયાતી લક્ઝુરિયસ કાર સામેલ છે.

4-

5-

6-

7-

8-

9-

10-

11-

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

સમાચાર