આપણે સામાન્ય રીતે ગેંગસ્ટરો વચ્ચે ગેંગ વોરની ઘટનાઓ સાંભળતા રહીએ છીએ. શું તમે ક્યારેય વાંદરાઓ અને કૂતરા વચ્ચે ‘ગેંગ વોર’ વિશે સાંભળ્યું છે? સાંભળવામાં થોડું વિચિત્ર લાગે છે પરંતુ મહારાષ્ટ્રના બીડમાં વાંદરાઓ અને કૂતરા વચ્ચે ‘ગેંગ વોર’થતા ચકચાર મચી જવા પામી છે. જેના કારણે આ વિસ્તારના લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. આ ‘ગેંગ વોર’માં લગભગ 70-80 ગલુડિયાઓએ (પીલ્લા)ઓએ જીવ ગુમાવ્યા છે.
ગ્રામજનોનું કહેવું છે કે કૂતરાએ વાંદરાના બચ્ચાને મારી નાખ્યુ હતુ. ત્યારથી તેમની વચ્ચે લડાઈ શરૂ થઈ ગઈ. ગ્રામજનોએ જણાવ્યું કે છેલ્લા ત્રણ મહિનામાં વાંદરાઓએ કૂતરાનાં અનેક બચ્ચાઓને મારી નાખ્યા છે. કૂતરા અને વાંદરાઓ વચ્ચેની લડાઈને કારણે આખા ગામમાં ભયનો માહોલ છે. આ ઘટના અંગે ગ્રામજનોએ વન વિભાગને જાણ કરી હતી.
વાંદરાઓએ ગલુડિયાઓને મારી નાખ્યા
પાંચ હજારની વસ્તી ધરાવતા આ ગામના લોકો વાંદરાઓના આતંકથી ખૂબ જ પરેશાન છે. વાંદરાઓ પણ ઘણી વખત રસ્તા પર ચાલતા લોકો પર હુમલો કરી ચુક્યા છે. વન વિભાગે કેટલાક વાંદરાઓને પાંજરામાં કેદ કર્યા છે. પરંતુ લોકોનું કહેવું છે કે કોઇ નક્કર પગલા લેવાની જરૂર છે.ગામવાસીઓનું કહેવું છે કે વાંદરાઓનું ટોળું કૂતરાના બચ્ચાની શોધમાં આવે છે અને તેમને ઉપાડી જાય છે અને પોતાની સાથે રાખે છે.
વન વિભાગની દલીલ ગલુડિયાઓ ભૂખ અને તરસને કારણે મૃત્યુ પામે છે. આ લાંબા સમયથી ચાલી રહ્યું છે. આ મુદ્દે વન વિભાગનું કહેવું છે કે ગ્રામજનો પાસેથી માહિતી મળી હતી કે, અહીં વાંદરાઓએ ભારે આતંક મચાવ્યો છે. તપાસ માટે એક ટીમ સ્થળ પર મોકલવામાં આવી છે.
જ્યાં તેમણે જોયું કે એક વાંદરો કૂતરાના બાળકને લઈને ઘણી ઊંચાઈએ બેઠો હતો. વાંદરાઓ બાળકોને પોતાની સાથે રાખે છે. તેઓ ભૂખ અને તરસને કારણે મૃત્યુ પામે છે. કેટલાક વાંદરાઓને પાંજરામાં કેદ કરીને સુરક્ષિત જગ્યાએ છોડી દેવામાં આવ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..