નોઈડાના જેવરમાં દલિત મહિલા પર હથિયારોના જોરે બંધક બનાવીને સામુહિક બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો. ગેંગરેપ બાદ આરોપી મહિલાને બેભાન હાલતમાં છોડીને ભાગી ગયા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર મહિલાનું ગર્ભાશય ફાટી ગયું છે. હોસ્પિટલમાં દાખલ મહિલાની હાલત નાજુક છે. પીડિતાની સર્જરી થઈ ચૂકી છે પરંતુ પ્રાઈવેટ પાર્ટમાંથી બ્લીડિંગ ઓછું થઈ રહ્યું નથી. ડોક્ટરોએ તેની હાલત ગંભીર જણાવી છે. બીજી તરફ પોલીસ હજુ પણ ફરાર આરોપીઓને પકડવામાં નિષ્ફળ રહી છે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
રવિવારે દલિત મહિલા જેવર એરપોર્ટ માટે સંપાદિત કરેલી જમીન પરથી પશુઓ માટે ઘાસચારો લેવા ગઈ હતી. દરમિયાન ચાર લોકો ત્યાં પહોંચ્યા. મહિલાને એકલી જોઈ ચારેયે હથિયારોના જોરે તેને બાનમાં લીધી અને તેની સાથે સામુહિક બળાત્કારની ઘટનાને અંજામ આપ્યો હતો. જ્યારે તેણે વિરોધ કર્યો તો મહિલાને માર મારવામાં આવ્યો હતો.
પરિવારને ઘટના અંગે જાણ કરાઈ
દુષ્કર્મ આચર્યા બાદ પીડિતા બેભાન થઈ ગઈ હતી, તે જોઈને આરોપી ગભરાઈ ગયા અને સ્થળ પરથી ભાગી ગયા હતા. ભાનમાં આવ્યા પછી મહિલા કોઈક રીતે તેના ઘરે પહોંચી અને પરિવારના સભ્યોને ઘટના વિશે જાણ કરી. ત્યારબાદ મહિલાને જેવરના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર માટે લઈ જવામાં આવી હતી.
શરીરમાંથી ઘણું લોહી વહી ગયું
મહિલાની હાલત ગંભીર હોવાથી જિલ્લા હોસ્પિટલમાં સર્જરી કરવા માટે નિષ્ણાતોને બોલાવવામાં આવ્યા હતા. મહિલાની સોમવારે બપોરે 2 વાગે સર્જરી કરાવી હતી. મહિલાના એક સંબંધીએ કહ્યું, ‘ડોક્ટરોએ કહ્યું કે મહિલાનું ગર્ભાશય ફાટી ગયું હોવાથી ઇમરજન્સી સર્જરી કરવામાં આવી છે. તેના શરીરમાંથી ઘણું લોહી વહી ગયું છે. મુખ્ય તબીબી અધિક્ષક ડો.સુષ્મા ચંદ્રાએ જણાવ્યું કે મહિલાના પ્રાઇવેટ પાર્ટમાં ગંભીર ઇજાઓ થઇ છે. બ્લીડિંગ રોકવા માટે કેટલાક ટાંકા લેવા પડ્યા છે.
મહિલાના પરિવારના સભ્યોના જણાવ્યા અનુસાર, ખેતરની આસપાસ દારૂની બોટલ અને સોફ્ટ ડ્રિંક્સ મળી આવી છે જ્યાં મહિલા પર બળાત્કાર અને હુમલો કરવામાં આવ્યો હતો. બીજી તરફ વિપક્ષે રાજ્યમાં મહિલાઓની સલામતી પર પ્રશ્નો ઉઠાવ્યા છે. સોમવારે બસપા પ્રમુખ માયાવતીએ આ અંગે ટ્વિટ કરીને આરોપીઓ સામે કડક કાર્યવાહીની માંગ કરી હતી.
ટૂંક સમયમાં જ આરોપીઓની ધરપકડ કરાશે
ડીસીપી મહિલા સુરક્ષા વૃદા શુક્લાએ જણાવ્યું કે, પીડિતાએ મહેન્દ્રને ગામમાંથી જ ઓળખી લીધો હતો. જેની શોધમાં દેવદત્ત ઉર્ફે દેવુ પકડાયો છે. પીડિતા દ્વારા પણ સામૂહિક બળાત્કારમાં દેવદત્તની સંડોવણીની પુષ્ટિ કરવામાં આવી છે. જેના આધારે તેને જેલમાં મોકલી દેવામાં આવ્યો છે. આ સાથે જ મુખ્ય આરોપી પર 25 હજારનું ઈનામ જાહેર કરાયું છે. બાકીની આરોપીઓની શોધમાં પોલીસની અનેક ટીમો અલગ અલગ દરોડા પાડી રહી છે. જેથી ટૂંક સમયમાં તેમની ધરપકડ કરવામાં આવશે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..