શનિવાર, 22 ઓગસ્ટના રોજ ગણેશોત્સવ શરૂ થઇ જશે. આ વર્ષે ગણેશ ચોથના દિવસે સૂર્ય સિંહ રાશિમાં અને મંગળ મેષ રાશિમાં રહેશે. ગણેશ ઉત્સવની શરૂઆતમાં સૂર્ય-મંગળનો આ યોગ 126 વર્ષ પહેલાં બન્યો હતો. ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. મનીષ શર્માએ જણાવ્યું કે, 1894માં પહેલીવાર બાળગંગાધર ટિળકે દસ દિવસીય ગણેશ ઉત્સવ સાર્વજનિક રૂપથી ઉજવવાની શરૂઆત કરી હતી.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
તે સમયે પણ સૂર્ય પોતાની સિંહ રાશિમાં અને મંગળ પોતાની મેષ રાશિમાં સ્થિત હતો. આ વર્ષે 126 વર્ષ પછી ફરી ગણેશ ઉત્સવ પર સૂર્ય અને મંગળ પોત-પોતાની સ્વામિત્વ ધરાવતી રાશિમાં રહેશે અને ઘરે-ઘરે ગણપતિ વિરાજિત થશે. 1894માં પહેલાં પેશવા અને ભારતીય જનતા પોત-પોતાના ઘરે જ ગણેશ જન્મોત્સવ ઉજવતી હતી.
પ્રતિમા સ્થાપના માટે શુભ મુહૂર્તઃ-
ઘરમાં સ્થાપના માટે સવારે 7.30 થી 9 વાગ્યા સુધી
દુકાન અને ઓફિસ માટે બપોરે 1.30 થી 4.30 વાગ્યા સુધી
વિદ્યાર્થીઓ અને સાર્વજનિક મંડપો માટે સાંજે 6 થી 7.30 વાગ્યા સુધી
મંગળવાર અને બુધવારે ગણેશ પૂજા સાથે જોડાયેલી જ્યોતિષીય માન્યતાઓઃ-
પં. શર્મા પ્રમાણે ગણેશોત્સવ ચિત્રા નક્ષત્રમાં શરૂ થાય છે, તેના સ્વામી મંગળ છે. જેના કારણે મંગળ ગ્રહ વાર મંગળવારે પણ ગણેશજીનું વિશેષ પૂજન કરવાની પરંપરા છે. ચિત્રા નક્ષત્રનું પહેલું ચરણ કન્યા રાશિનું હોય છે, તેનો સ્વામી બુધ છે. આ કારણે બુધ ગ્રહના વાર બુધવારે ગણેશજીની પૂજા ખાસ કરવામાં આવે છે.
ગણેશ ઉત્સવના આ યોગ ભારત માટે શુભ રહેશેઃ–
આ વર્ષે ગણેશ ઉત્સવ પર ચાર ગ્રહ સૂર્ય રાશિમાં, મંગળ મેષમાં, ગુરુ ધનમાં અને શનિ મકરમાં રહેશે. આ ચારેય ગ્રહો પોત-પોતાના સ્વામિત્વ ધરાવતી રાશિમાં રહેશે. આ ગ્રહ યોગમાં ગણેશ ઉત્સવની શરૂઆત ભારત માટે શુભ રહેશે. બધા ગ્રહોની અનુકૂળતા અને સ્વતંત્ર ભારતની રાશિ કર્ક માટે સમય શ્રેષ્ઠ રહેશે.
ગુરુ ધનમાં હોવાથી આ સંયોગ વધારે શ્રેષ્ઠ બનશે. વેપાર ઉન્નતિ કરશે અને વિશ્વમાં ભારતનું વર્ચસ્વ વધશે. પ્રાકૃતિક આપત્તિઓમાં ઘટાડો આવશે. આતંકવાદ નિયંત્રણમાં રહેશે. જનતા માટે પણ આ સમય અનુકૂળ રહેશે.
ચંદ્ર રાશિ પ્રમાણે બારેય રાશિ માટે કેવો રહેશે ગણેશ ઉત્સવઃ-
મેષ:- આ રાશિના લોકોને લાભ પ્રાપ્ત થશે. ઘર-પરિવારમાં સુખ વધશે. સંતાન પાસેથી સહયોગ મળશે.
વૃષભ:- વિવાદમાં વિજય મળશે અને ગણેશજીની સેવા કરવાથી કોઇ અટવાયેલું કામ પૂર્ણ થશે. મિત્રો પાસેથી સહયોગ પ્રાપ્ત થશે.
મિથુન:- ઘર અને બહારની બધી જગ્યાએ સન્માન પ્રાપ્ત થશે. જવાબદારીઓમાં વૃદ્ધિ થશે અને ધનની પ્રાપ્તિ થશે. જોખમી રોકાણ અને કામ કરશો નહીં.
કર્ક:- આધુનિક સુખ-સુવિધાઓને પ્રાપ્ત કરશો અને કોઇ મોટું કામ પૂર્ણ થવાથી સુખ પ્રાપ્ત થશે. લગ્ન પ્રસ્તાવ મળશે.
સિંહ:- વિચારેલાં કામ બનશે. કોઇ વિશેષ ઉપલબ્ધિ પ્રાપ્ત થશે. વિદેશ જવાની ઇચ્છા ધરાવતા લોકોને સફળતા મળશે.
કન્યા:- ખોવાયેલાં ધન અને નુકસાનની પૂર્તિ થઇ શકે છે. ધાર્મિક યાત્રાના યોગ બનશે અને કોઇ મોટી આવક આપનાર કાર્યની સ્થાપના થશે.
તુલા:- આ રાશિના જાતકો ખરાબ સમયમાંથી પસાર થઇ રહ્યાં છે, પરંતુ હવે તેઓ માટે સારો સમય આવી જશે. પ્રસન્નતાદાયક સમાચારની પ્રાપ્તિ થશે અને સંતાન પાસેથી સુખ મળશે.
વૃશ્ચિક:- ગણેશજી ઉત્સવના છેલ્લાં દિવસોમા કોઇ મોટા સમાચાર પ્રાપ્ત થશે. જમીન સંબંધિત લાભ થવાની સંભાવના છે. ધનની સમસ્યા દૂર થશે.
ધન:- નુકસાન પહોંચાડતા લોકોને શોધવામાં સફળ થશો અને દુશ્મનોનો નાશ કરવામાં સફળ થશો. જીવનસાથી પાસેથી સુખ પ્રાપ્ત થશે. સન્માન મળશે.
મકર:- આ સમય સારો રહેશે અને કીર્તિમાં વૃદ્ધિ થશે. નવા વસ્ત્ર-આભૂષણોની પ્રાપ્તિ થશે. યોજનાઓ સફળ થશે.
કુંભ:- શુભ સમાચારની પ્રાપ્તિ થશે અને સંતાન પણ અનુકૂળ રહેશે. યાત્રામાં તકલીફ થઇ શકે છે. ધાર્મિક કાર્ય કરવાના અવસર મળશે.
મીન:- ગણેશજી અને લક્ષ્મીજીની વિશેષ પ્રસન્નતા પ્રાપ્ત થઇ શકે છે. કોઇપણ સોદાને હળવા લેશો નહીં અને મન લગાવીને કામ કરશો તો લાભ મળશે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..