વૃદ્ધ પટેલ દંપતિએ 10 વીઘામાં શીત ચંદનનું વાવેતર કર્યું, 1 વુક્ષના મળશે 3 લાખ

પાટડી તાલુકાના નાગડકાના વૃધ્ધ દંપતિ પ્રભાબેન અને ગણેશભાઇએ રણની ખારી અને બંજર જમીનમાં શીતળ ચંદનના 30 છોડોનું સફળતા પૂર્વક વાવેતર કર્યું છે. આ વૃધ્ધ દંપતિએ ચંદનની સાથે આંબળા, ચીકુ, દાડમ, એપલ બોર અને લીંબુનું પણ વાવેતર કરી તાલુકાના અન્ય ખેડૂતોને અનોખો રાહ ચીંધ્યો છે. સામાન્ય રીતે રણકાંઠાની સૂકી અને બંજર જમીનમાં મુખ્યત્વે એરંડા, કપાસ અને જીરાનું જ વાવેતર થાય છે.

વૃદ્ધ દંપતિએ 10 વીઘામાં શીતળ ચંદનનું વાવેતર કર્યુ

પાટડી તાલુકાના નાગડકા ગામના નિવૃત વૃધ્ધ શિક્ષક ગણેશભાઇ પટેલ અને પ્રભાબેને 10 વીઘાના ખેતરમાં ચંદનના કુલ 112 છોડોનું વાવેતર કર્યું હતુ. એમાંથી હાલ ચંદનના 30 છોડ સફળતા પૂર્વક હવા સાથે વાતો કરતા લહેરાઇ રહ્યાં છે. જ્યારે બાકીના છોડ બળી ગયા છે. આ અંગે વૃધ્ધ ખેડૂત દંપતિ જણાવે છે કે ચંદનનું વૃક્ષ ખૂબ જ શીતળ હોય છે. તેનું અંદરનું લાકડું અને તેલ ઔષધીય હોય છે. વધુમાં ચંદન સહાયક મૂળ વગર ઉછરતો નથી. આથી ચંદનના છોડ નજીક કપાસનું વાવેતર કર્યું હતુ. પરંતુ વરસાદના અભાવે કપાસ સુકાઇ જતા ચંદનના છોડ પણ સુકાવા લાગ્યાં હતા.

તાલુકાના અન્ય ખેડૂતોને અનોખો રાહ નાગડકાના આ વૃધ્ધ દંપતિએ ચીંધ્યોં છે.

હાલ ખેતરમાં ચંદનના 30 છોડ લહેરાતા ઉભા છે. સામાન્ય રીતે ચંદનનો છોડ છેક 15 થી 17 વર્ષે વૃક્ષ બને છે. અને એક ઝાડમાંથી અંદાજે રૂ. 3 લાખની આવક થાય છે. આ સિવાય ખેતરમાં ખારેકના પણ 85 રોપાનું સફળતા પૂર્વક વાવેતર કર્યું છે. સાથે-સાથે આંબળા, ચીકુ, દાડમ, એપલ બોર અને લીંબુ જેવી બાગાયત ખેતીનું પણ સફળતા પૂર્વક વાવેતર કરી તાલુકાના અન્ય ખેડૂતોને અનોખો રાહ નાગડકાના આ વૃધ્ધ દંપતિએ ચીંધ્યોં છે.

હવે તમે પણ આ વેબસાઇટ પર માહિતી શેર કરી શકો છો.

જો આપની પાસે ખેતીવાડી અને ખેડૂતને લગતી કોઈ પણ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને મોકલાવો અમારા WhatsApp નંબર પર – 7878670799 અમે તે માહિતીને લાખો લોકો સુધી પહોંચાળસું..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

પ્રેરણાત્મક સ્ટોરી