ભાવનગર જીલ્લાના તળાજાના ગોરખી ગામનો 17 વર્ષનો ગણેશ વિઠ્ઠલભાઈ બારૈયા ઊંચાઈમાં માત્ર ત્રણ ફૂટનો છે. તેની શાળા નીલકંઠ વિદ્યાપીઠએ એમબીબીએસ માટે મેડિકલ કોલેજ માટે પ્રવેશની અરજી કરી હતી. પરંતુ ઉંચાઈને પગલે પ્રવેશ મળ્યો નહી અને અંતે સંસ્થાએ સુપ્રીમમાં ઘા જીકીને 3.50 લાખ ખર્ચીને જીત મેળવી છે. સુપ્રીમના આદેશ બાદ પ્રવેશ મળતા આજે ગુરુવારે તેનો પ્રથમ દિવસ હતો.
વિશ્વનો પ્રથમ ત્રણ ફૂટનો ડોક્ટર બનશે ગણેશ
મેડિકલ કોલેજમાં જ્યાં તેના શિક્ષક અને પિતા સાથે આવ્યા હતા. ગોરખીના ગણેશના પિતા ખેતીવાડી કરે છે ત્યારે આજે ગણેશ મનોબળ સાથેની આગેકુચથી તેના શિક્ષક અને પિતાને વિશ્વાસ છે કે વિશ્વનો પ્રથમ ત્રણ ફૂટનો ડોક્ટર ગણેશ હશે. ગીનીશ બુકમાં નામ નોંધાવીને ગામ અને દેશનું નામ રોશન કરશે.
3.50 લાખનો ખર્ચ કરીને અંતે જીત મેળવી
મન હોય તો માળવે જવાય તે કહેવતને ભાવનગરના તળાજાના ગોરખી ગામના ખેડૂત પુત્ર ગણેશએ સાબિત કરી બતાવી છે. ગણેશની ઉમર 17 વર્ષ છે માર્ચ 2018માં ગણેશએ 12 સાયન્સમાં 87 ટકા મેળવ્યા હતા. મેડિકલ માટે તેના શિક્ષકે તેના મનોબળને પગલે પ્રવેશ મેળવવા કોશિશ કરી હતી. પરંતુ તેને મેડિકલ કોલેજમાં ઊંચાઈને પગલે પ્રવેશ નહી મળતા ગણેશની શાળા નીલકંઠ વિદ્યાપીઠએ સુપ્રીમ કોર્ટમાં ઘા નાખ્યો હતો. 3.50 લાખનો ખર્ચ કરીને અંતે જીત મેળવી હતી.
તમામ ડોકટરોએ ઉમળકાથી આવકાર્યો
સુપ્રીમના આદેશ બાદ આજે કોલેજમાં ગણેશનો પ્રથમ દિવસ હતો. તેના પિતા અને શિક્ષક સાથે ગણેશ મેડિકલ કોલેજ પહોંચ્યા હતો. જ્યાં તેને પ્રવેશ મળતા પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓના યોજાયેલા કોન્ફરન્સ હોલની બેઠકમાં સ્થાન મળ્યું હતું. ત્રણ ફૂટનો ગણેશ એમડી અથવા એમબીબીએસ બનવા માંગે છે. ગણેશે કહ્યું કે આજે પોતે પ્રથમ દિવસે હાજર રહ્યો હતો અને દિવસ આનંદપૂર્ણ રહ્યો હતો. તમામ ડોકટરોએ તેમને ઉમળકાથી આવકાર્યો હતો. ડો. હેમંત મહેતાએ કહ્યુ કે અમે અમારા અનોખા છાત્રને આવકારીએ છીએ.
ગણેશને કોઈ તકલીફ નહી પડવા દેવાય- ડીન
આ અંગે ભાવનગરની મેડીકલ કોલેજના ડીન ડો. એચ.બી.મહેતાએ એક વાતચિતમાં જણાવ્યુ હતુ કે, વામનકદના ગણેશ બારૈયાને પોતાના વામન કદને લીધે ભણવામાં કોઈ મુશ્કેલી ન પડે તે માટેનુ ધ્યાન રખાશે.તે અભ્યાસમાં ધ્યાન કેન્દ્રીત કરી શકે તે માટે મેડીકલ કોલેજ ધ્યાન રાખશે.
મારા પુત્રના બુલંદ હોંસલા પર મને ગર્વ છે- વિઠ્ઠલભાઈ
ગણેશના પરિવારના આર્થિક સ્થિતિ સાધારણ છે. આઠ-ભાઈ બહેનનો લાડકવાયો ગણેશ બારૈયાએ સાધારણ આર્થિક સ્થિતિ વચ્ચે ઝઝુમીને એમ.બી.બી.એસ.માં પ્રવેશ મેળવ્યો છે.તેેને એડિમિશન માટે સુપ્રિમ કોર્ટ સુધીનો જંગ લડવો પડયો હતો.જેમા તેની શાળાના પરિવારે આર્િથક સહયોગ પણ આપ્યો હતો. ગણેશની ઉંચાઇ ૩ ફુટ અને વજન માત્ર ૧૫ કિલો હોઇ ગણેશે જીવનમાં અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડયો હતો. પરંતુ મુશ્કેલીઓ સામે ડગ્યા વગર તે બુલંદ હોંસલાથી આગળ વધ્યો તેના પર મને ગર્વ છે. તેમ આજે ગણેશના પિતા વિઠ્ઠલભાઈએ જણાવ્યું હતું.
કોઈપણ લડાઈ છેક સુધી લડો, હાર ન જ માનો- ગણેશ બારૈયા
ગણેશ બારૈયાએ વાતચિતમાં જણાવ્યુ હતું કે, કોઈપણ લડાઈ છેક સુધી લડો, હાર ન માનો. તેમણે વધુમાં જણાવ્યુ હતુ કે, ડોકટર બનીને હુ જરૃરીયાતમંદની સેવા કરીશ.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઈ જાઓ અમારી સાથે. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.