શિયાળામાં શરદી, ઉધરસ અને કફની સમસ્યા માટે અકસીર છે આ 8 ફળ, થોડાં થોડાં દરરોજ ખાવાથી થશે ફાયદો, જાણો અને શેર કરો

શિયાળામાં શરદી, ઉધરસ, કફની સમસ્યા સામાન્ય છે, પરંતુ ફળોનું સેવન શરદીઓમાં આપણી સામે આવનારા કિટાણુઓ સામે લડવામાં મદદ કરે છે. રિસર્ચ દ્વારા જાણવા મળ્યું છે કે ફળ તમને બીમારીઓથી દૂર અને હેલ્ધી રાખવામાં મદદ કરે છે.

કિવિ ફ્રૂટ- આ લીલા કલરનું ફળ વિટામિન સી અને ઈથી ભરપૂર હોય છે, તે એ રોગજન્ય કિટાણુથી લડવામાં આપણી મદદ કરે છે જે આપણને નુકસાન પહોંચાડવાની કોશિશ કરે છે. તેમાં કેળા જેટલું પોટેશિયમ પણ હોય છે, પરંતુ તેમાં કેલેરી અડધી હોય છે અને તે બ્લડ પ્રેશર (Blood Pressure)ને ઓછું કરવા માટે પણ સારું છે. કિવિ ફળ (Kiwi Fruit)માં સંતરાની સરખામણીએ લગભગ બમણા વિટામિન હોય છે. જેને તમારી ઇમ્યુનિટી સિસ્ટમ મજબૂત કરવા માટે સારું માનવામાં આવે છે.

સફરજન- સફરજન (Apple) ફ્લેવોનોઇડથી ભરપૂર હોય છે, જે હૃદય રોગ, કેન્સર અને ડાયબિટિઝના જોખમને ઓછું કરવામાં મદદ કરે છે. રિસર્ચ દ્વારા એ જાણવા મળ્યું છે કે, સફરજન ખાવાથી ઇમ્યુન સિસ્ટમ મજબૂત થાય છે, ખાસ કરીને જ્યારે તમે તણાવગ્રસ્ત હો. સફરજન કેલેરી, કાર્બોહાઇડ્રેટ, વિટામિન અને ખનિજ તત્ત્વથી ભરપૂર હોય છે.

કેળા- કેળા (Banana) થાક, ડિપ્રેશન અને તણાવ ઓછું કરવામાં મદદ કરે છે. તેમાં અન્ય વિટામિન અને ખનિજ તત્વો પણ હોય છે જે હાડકાને મજબૂત કરે છે. કેળા ખાવાથી હૃદય રોગ અને હાઈ બ્લડ પ્રેશરને નિવારવામાં મદદ મળે છે.

ખાટા ફળ- વિટામિન સીથી ભરપૂર ફળ ખાવાથી તમારી ઇમ્યુન સિસ્ટમને મદદ મળશે અને શરદી તથા ફ્લૂની શરૂઆતને રોકવામાં મદદ કરશે. વિટામિન સીની વધારે માત્રાને લઈને ચિંતા ન કરવી. શરીર તેને સ્ટોર નથી કરતું, માટે દરરોજ તેનું સેવન તમારા સિસ્ટમને ઠિક કરવામાં મદદ કરે છે.

બ્લૂ બેરીઝ- બ્લૂ બેરી (Blueberries) વિટામિનથી ભરપૂર હોય છે જે શરદી અને ઉધરસના ઇલાજ અને નિવારણમાં મદદ કરે છે. માનવામાં આવે છે કે, આ તમામ સામાન્ય ફળો અને શાકભાજીઓના સારામાં સારા એન્ટીઓક્સીડેન્ટ લેવલમાંથી એક છે, જેનો અર્થ એ થાય છે કે, ઓછી કેલેરીવાળા નાસ્તા તમને હેલ્ધી રાખવા માટે મદદ કરે છે.

અનાનાસ- અનાનસ (Pineapple) કેલેરીમાં ઓછા હોય છે, પરંતુ પૌષ્ટિક રીતે ફાયદાકારક છે. તે ખાસ કરીને ફ્લેવોનોઇડ્સ અને ફેનોલિક એસિડથી ભરપૂર હોય છે, જે જૂની બીમારી જેવા કે હૃદય રોગ, ડાયાબિટીઝ અને અમુક કેન્સરના જોખમને ઓછા કરે છે.

તરબૂચ- તરબૂચ (Watermelon)માં લાઇકોપીન નામનું એક મજબૂત એન્ટીઓક્સીડેન્ટ હોય છે જે બીમારીને રોકવામાં મદદ કરે છે. તરબૂચ સંક્રમણને રોકવામાં મદદ કરે છે.

સ્ટ્રોબેરીઝ- સ્ટ્રોબેરી (Strawberry) અત્યંત પૌષ્ટિક, કાર્બ્સ અને કેલરીમાં ઓછી હોય છે. તે વિટામિન સી, ફાઇબર અને મેંગનીઝથી ભરપૂર અને સ્વાદિષ્ટ પણ હોય છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો