રાજ્યના ભાગોમાં હાલમાં કમોસમી વરસાદ થવામાં છે. પરંતુ ધીરે ધીરે તા.30-12 પછી વાદળો હટતા પુનઃ કાતિલ ઠંડીનો રાઉન્ડ આવી શકે તેમ છે. ઠંડી બાદ જાન્યુઆરી માસમાં પણ પુનઃ માવઠું થવાની શક્યતા રહેશે. તા.31 ડિસેમ્બર આસપાસ ફરી વિક્ષેપ આવવાની શક્યતા રહેતા દેશ સહિત રાજ્યના ભાગોમાં માવઠું થવાની શક્યતા રહેશે. ગ્રહોનું રાશિ પરિવર્તન તેમજ જળદાયક નક્ષત્ર નાડીના યોગો હોવાથી પૃથ્વી તત્ત્વની રાશિમાં છે એટલે હવામાનમાં પલટાના યોગો બને છે તેમ અંબાલાલ પટેલે જણાવ્યું છે.
દેશના ઉત્તરીય-પર્વતીય પ્રદેશોથી લઈને પંજાબ, હરિયાણા, યુપી, મધ્યપ્રદેશ અને રાજસ્થાનના ભાગો સુધીમાં ભારે માવઠું આવી શકે. જેની અસર ગુજરાતના ભાગોમાં પણ થવાની શક્યતા રહેશે. જેમાં કચ્છના ભાગો, ઉત્તર સૌરાષ્ટ્રના ભાગો, ઉત્તર ગુજરાતના ભાગો જેમાં અરવલ્લીના ભાગો, સાબરકાંઠાના અન્ય ભાગો, ઉત્તર ગુજરાતના મહેસાણા, પાટણ વગેરે ભાગોમાં પણ કમોસમી વરસાદની શક્યતા રહેશે. મધ્ય ગુજરાતના ભાગોમાં પણ વરસાદની શક્યતા રહેશે. અમદાવાદ, ગાંધીનગરના ભાગોમાં પણ હવામાન પલટાઈ શકે અને કમોસમી વરસાદ થઈ શકે.
ઠંડીના ચમકારાની શક્યતા રહે
ઉપરાંત અરબી સમુદ્ર અને બંગાળના ઉપસાગરમાં હવાના દબાણ ઉભા થવાની શક્યતા રહેતા દક્ષિણ ગુજરાતના ભાગો અને સૌરાષ્ટ્રના દરિયાકિનારાના ભાગોમાં પણ માવઠાની થોડી ઘણી અસર રહી શકે. 21 જાન્યુઆરી સુધીમાં હવામાનમાં ભારે પલટા આવે. માવઠું જાન્યુઆરી તા.4 થી 11ની વચ્ચે થવાની શક્યતા રહેશે. લગભગ આખો જાન્યુઆરી માસ હવામાનમાં વિપરિતતાવાળો રહે. જેમાં વાદળવાયુ અને ઠંડીનો ચમકારો, લઘુત્તમ તાપમાનમાં વધઘટ વગેરે થયા કરે. જાન્યુઆરી તા.8, 9, 10માં પણ દેશના ઉત્તરીય-પર્વતીય પ્રદેશોમાં પણ ભારે હિમવર્ષા થવાની શક્યતા રહે. જાન્યુઆરી તા.16 થી 18માં પણ હવામાનમાં પલટો આવી શકે. વાદળવાયુ, ઠંડીનો ચમકારાની શક્યતા રહે. તા.19 થી 21 જાન્યુઆરીમાં દેશના ઉત્તરીય-પર્વતીય પ્રદેશોમાં હિમવર્ષાનો દોર ચાલુ રહેતા હવામાનમાં ઠંડી આવી શકે અને તા.20-21 જાન્યુઆરીમાં પણ રાજ્યના ભાગોમાં હવામાનમાં પલટો આવી શકે. કમોસમી વરસાદથી જીરા જેવા પાકો તેમજ મસાલાના પાકો ઉપર વિપરિત અસર થવાની શક્યતા રહે. શાકભાજીના પાકોમાં વધુ અસર થવાની શક્યતા રહે. કપાસ જેવા પાકોમાં તેમજ દિવેલા વગેરે પાકોમાં ખાખરી આવી જવાની શક્યતા રહે એટલે જાન્યુઆરી માસ પણ વિપરિત અસરવાળો રહે. અને ઠંડીનો દોર ફેબ્રુઆરી અને માર્ચ માસમાં રહે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..