કોરોના વાઈરસના વધતા જતા કેસના કારણે રાજ્ય સરકારે લાખો લોકોને રાહત આપતો અત્યંત મહત્ત્વનો નિર્ણય લીધો છે. કોરોના વાઈરસથી થતી કોવિડ-૧૯ બીમારીની સારવાર માટે સરકારે દરેક જિલ્લામાં ખાનગી હોસ્પિટલોને સારવાર માટે માન્યતા આપી છે. આવી સરકારે માન્યતા આપી હોય તેવી ખાનગી હોસ્પિટલોમાં કોરોનાના દર્દીની તદ્દન ફ્રી સારવાર કરવામાં આવશે.
દર્દી પાસેથી હોસ્પિટલ એક રૂપિયો પણ લઈ શકશે નહીં. દર્દી પાસે મા કાર્ડ, મા વાત્સલ્ય કાર્ડ કે આયુષમાન ભારત એવા કોઈ કાર્ડ નહીં હોય તેમ છતાં પણ તેની સારવાર ખાનગી હોસ્પિટલમાં કરવામાં આવશે.
હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા અહીં ક્લિક કરો
આ દર્દીની સારવાર પેટે થનારો ખર્ચ સરકાર ભોગવશે. સરકાર દર્દી દીઠ ઓપીડી અને ઈન્ડોર કેટલા રૂપિયા ચુકવશે તેના દર આજે આરોગ્ય વિભાગે જાહેર કર્યા છે. સારવા કર્યા બાદ હોસ્પિટલે બીલ મુકીને સરકાર પાસેથી પૈસા લેવાના રહેશે.
ડેઝિગ્નેટેડ હોસ્પિટલમાં કોઈપણ કોવિડ-૧૯નો દર્દી જાય તો તેની ઓપીડી પેટે સરકાર આ હોસ્પિટલને રૂ.૨૦૦ ચુકવશે. જેમાં દવા પણ હોસ્પિટલે આપવાની રહેશે. એક્સ-રે, લોહીની તપાસ પેટે હોસ્પિટલને રૂ.૨૦૦ જ ચુકવાશે. કલેક્ટરે હોસ્પિટલ ડેઝિગ્નેટેડ કરવાની રહેશે.
મુખ્ય જિલ્લા તબીબી અધિકારીએ હોસ્પિટલ સાથે ઓછામાં ઓછો બે માસનો કરાર કરવાનો રહેશે. પાંચ દિવસની સારવાર બાદ આવનાર દર્દીને નવા દર્દી તરીકે ગણવાનો રહેશે. સરકાર આવી હોસ્પિટલોને ૧૫ લાખ, માસ્ક, હાઈડ્રોક્સિક્લોરોક્વિન પણ આપશે.
હોસ્પિટલને ચૂકવાનાર ખર્ચનું વિવરણ
- ડેઝિગ્નેટેડ હોસ્પિટલ સાથે એમઓયુમાં આઈસોલેશન, એચડીયુ અને આઈસીયુની પથારીની સંખ્યા દર્શાવવાની રહેશે.
- આ દરોમાં બેડચાર્જ, ડોક્ટર વિઝિટ, નર્સિંગ ચાર્જ, દવાઓ, લેબોરેટરી તેમજ રેડિયોલોજી તપાસ, અનુવર્તી સારવાર, દર્દીના ચા-નાસ્તો, બે ટાઈમ ભોજન, રજા આપ્યા બાદની પાંચ દિવસ સુધીની દવાનો ખર્ચ વગેરે તમામ ચાર્જીસનો સમાવેશ થાય છે.
- આ હોસ્પિટલોમાં શંકાસ્પદ દર્દીઓની કોવિડ-૧૯ની તપાસ સરકાર દ્વારા નિયત કરેલા પ્રોટોકોલ મુજબ નક્કી કરેલી લેબોરેટરીમાં કરાવવાની રહેશે. દર્દીના સેમ્પલનું કલેક્શન, નિયત કરેલી લેબોરેટરી સુધી પહોંચાડવાની જવાબદારી જે તે હોસ્પિટલની રહેશે. આ ટેસ્ટ માટે થનાર ખર્ચ સરકાર દ્વારા ચુકવાશે.
- દર્દીઓની સારવાર માટે સરકાર દ્વારા પીપીઈ કિટ, એન-૯૫, ટ્રીપલ લેયર માસ્ક, હાઈડ્રોક્સિક્લોરોક્વિન ગોળીઓ મુખ્ય જિલ્લા તબીબી અધિકારી દ્વારા પુરી પાડવામાં આવશે.
- ડેઝિગ્નેટેડ હોસ્પિટલને રૂ.૧૫ લાખ એડવાન્સ પેટે આપવાના રહેશે. જે તેમના દ્વારા આપવામાં આવેલ સારવારના ખર્ચની સામે સરભર કરવાના રહેશે.
- ડેઝિગ્નેટેડ હોસ્પિટલોના તમામ સ્ટાફને સેવાના ભાગરૂપે બજાવેલ ફરજો દરમિયાન કોવિડ-૧૯ સંક્રમિત થઈ અવસાન પામે તેવા કિસ્સામાં તેમના આશ્રિત કુટુંબને સરકારના નિયમોનુસાર સહાય ચુકવવામાં આવશે.
- ડેઝિગ્નેટેડ હોસ્પિટલોમાં સરકાર સાથે સંકલન તેમજ રોજિંદા રિપોર્ટીંગ માટે હોસ્પિટલે કો-ઓર્ડિનેટર નિમવાનો રહેશે.
- સારવાર માટે આવેલ દરેક ઓપીડી તેમજ ઈન્ડોર દર્દીનું રજિસ્ટર નિભાવવાનું રહેશે.
- કોવિડ-૧૯ના દર્દીઓને આપવામાં આવેલા ઓપીડી, ઈન્ડોરની સારવાર તેમજ કરેલા ટેસ્ટના બીલો સંબંધિત જિલ્લના મુખ્ય જિલ્લા તબીબી અધિકારીને નિયત કરેલા પત્રકમાં દર્દીને રજા આપ્યા ૧૫ દિવસમાં જમા કરાવવાના રહેશે.
- કોવિડ-૧૯ અંતર્ગત કોઈપણ એનએબીએચ એક્રેડિટેશન ધરાવતી હોસ્પિટલને નક્કી થયેલ મળવાપાત્ર દરોથી કોઈ વધારાના પ્રોત્સાહન રકમ ચુકવવાની રહેશે નહીં.
- ડેઝિગ્નેટેડ હોસ્પિટલોને કોવિડ-૧૯ અંતર્ગત નિયત થયેલા પેકેજમાં ખાલી પથારીના દર અને ભરેલી પથારીના દર મુજબ જ હોસ્પિટલને ચુકવણું કરવાનું રહેશે. હોસ્પિટલના સ્ટાફનો પગારખર્ચ, વીજળી બીલ જેવા અન્ય કોઈ ખર્ચ ચુકવવાના રહેશે નહીં. આ સમય દરમ્યાન સરકારની કોઈપણ સહાય મેળવતી સંસ્થાઓને સરકારી સહાય મળવાપાત્ર થશે નહીં.
ઓપીડી માટેના ચાર્જ
- ઓપીડી કન્સલ્ટેશન અને દવા એમડી દ્વારા દર્દી દીઠ દર રૂ.૨૦૦
- દર્દી દીઠ એક્સ-રે, લોહીની તપાસ વગેરે માટે દર્દી દીઠ દર રૂ.૨૦૦
સારવારની વિગત ખાલી પથારી ભરેલી પથારી
માટે પ્રતિદિન (રૂ.) માટે પ્રતિદિન (રૂ.)
આઈસોલેશન બેડ ૭૨૦ ૧,૮૦૦
આઈસોલેશન + એચડીયુ ૧,૦૮૦ ૨,૭૦૦
આઈસોલેશન + આઈસીયુ, ૧,૪૪૦ .૩,૬૦૦
વેન્ટીલેટર સિવાય
આઈસોલેશન + આઈસીયુ, ૧,૮૦૦ ૪,૫૦૦
વેન્ટીલેટર સાથે
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..