અમદાવાદ શહેરમાં રહેતા એક વેપારી કામ પતાવીને ઘરે જતા હતા. ત્યારે મોડી રાત્રે કિન્નરના સ્વાંગમાં રહેલા એક વ્યક્તિએ લિફ્ટ માંગી આ વેપારીને ઘરે મૂકી જવા કહેતા વેપારીએ મદદ કરી હતી. પણ મદદ કરવામાં આ વેપારીને એક ગલીમાં લઈ જઈ કિન્નરના સ્વાંગમાં આવેલા વ્યક્તિએ તેની સાથેના શખશ સાથે મળી વેપારીને ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી લૂંટી લીધો હતો. સમગ્ર બાબતને લઈને વેપારીએ ફરિયાદ નોંધાવતા હવે પોલીસે તપાસ શરૂ કરી છે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
નાના ચિલોડા પાસે રહેતા કમલભાઈ મોરવાણી રતનપોળમાં બંગળીઓનો વેપાર કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. ગત ઓક્ટોબર માસમાં તેઓ દુકાનેથી કામ પતાવી કાલુપુર તરફ ગયા હતા. જ્યાં કામ પતાવી ઘર તરફ જતા હતા. મોડી રાત્રે સાડા બારેક વાગે તેઓ નરોડા પાટિયા પાસે પહોંચ્યા ત્યારે રસ્તામાં એક કિન્નરના સ્વાંગમાં ઉભેલા વ્યક્તિએ હાથ બતાવતા કમલભાઈએ તેમનું વાહન રોકયું હતું. કિન્નરના સ્વાંગમાં ઉભેલા વ્યક્તિએ ઘરે જવાનું મોડું થઈ ગયું હોવાથી મદદ માંગી અને કોઈ રિક્ષાવાળા આવવા તૈયાર ન હોવાથી કમલભાઈએ તેઓને મદદ પુરી પાડી હતી. બાદમાં કમલભાઈ આ કિન્નરના સ્વાંગમાં રહેલા વ્યક્તિને વાહન પર બેસાડી ત્યાંથી નીકળ્યા હતા.
‘મારી બહેનને કેમ ફરવા લઈ ગયો હતો?’
આ શખશે નરોડા બેઠક તરફ વાહન લઈ જવાનું કહેતા કમલભાઈ તે તરફ જતા હતાં. ત્યાં નરોડા જીઆઇડીસીની ગલીમાં વાહન લેવાનું કહેતા પોસ્ટ ઓફિસ આવી અને બાદમાં ત્યાં જ એક શખ્સ આવી ગયો હતો. આ શખશે મારી બહેનને કેમ ફરવા લઈ ગયો હતો કહીને બબાલ શરૂ કરી હતી.
માર મારી યુવકને લૂંટી લીધો
કમલભાઈએ જણાવ્યું કે, માસીબા એ મદદ માંગી જેથી તેઓને ઘરે મુકવા જતો હતો. પણ કિન્નરના સ્વાંગમાં રહેલા વ્યક્તિ અને સાથેના શખશે તારી પાસે જે કઈ હોય એ આપી દે નહિ તો ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકીઓ આપવાની શરૂઆત કરી હતી. આ બંને શખશોએ બાદમાં કમલભાઈને માર મારી ઝપાઝપી કરી બે વીંટી અને રોકડા સહિત 34 હજારની મતા લૂંટી લીધી હતી.
સમગ્ર બાબતે તપાસ કરતા લિફ્ટ માગનારનું નામ નિરજ ઉર્ફે નીલુમાસી વણઝારા હોવાનું સામે આવ્યું હતું. આખરે કમલભાઈએ આ મામલે નરોડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપતા હવે પોલીસે તપાસ શરૂ કરી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..