ગુજરાત કોંગ્રેસના પૂર્વ પ્રમુખ ભરતસિંહ સોલંકીના પત્ની રેશમા પટેલે રડમસ આંખે એક વીડિયોમાં સંદેશો મોકલ્યો છે, જેમાં પોતે પીડિત છે અને પૈસા કે સંપત્તિ નહીં પરંતુ ન્યાય-સન્માન સાથે પતિ પાછા જોઈએ છે તેવી કેફિયત વ્યક્ત કરે છે. વીડિયોની સાથે જ એક પત્ર પણ લખ્યો છે. રેશમા પટેલે સ્પષ્ટ ચીમકી આપી છે કે, જો તેમને ન્યાય નહીં મળે તો ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કાર્યાલયની બહાર ધરણાં ઉપર બેસશે.
પૈસા કે સંપત્તિ નથી જોઈતા, મને મારા પતિ પાછા અપાવો
ગુજરાતમાં રાહુલ ગાંધીની મુલાકાત પહેલાં જ વીડિયો અને લેટર બોંબ સામે આવ્યો છે, જેમાં નાની ઉંમરની યુવતીઓ સાથેના સંબંધોનો ઉલ્લેખ કર્યો છે. યુએસએથી રેશમા પટેલે ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે, મારા પતિ ભરતસિંહ સોલંકીએ મને ઘરેથી કાઢી મૂકી છે. યુએસએમાં મારી પાસે સારી જોબ નથી. બીજાના ઘરે કામ કરીને જીવન વીતાવી રહી છું, પતિ ભરતસિંહના કારણે મારા પિતાને ગુમાવ્યા છે. તેઓ 20 દિવસ યુએસએ આવીને ગયા પરંતુ મારો સંપર્ક સુદ્ધાં કર્યો નથી.
ગુજરાતમાં નેતાની વહુ સાથે અન્યાય
કોઈ માણસ આટલો નિષ્ઠુર હોઈ શકે? તેઓ અન્ય મહિલાઓ સાથે ચેટિંગમાં વ્યસ્ત રહે છે, મહિલાઓને જોવા માટેની તેમની દ્રષ્ટિ ખરાબ છે, તેમને શરમ જેવું કંઈ નથી. બીજી તરફ વીડિયોમાં રેશમા પટેલ કહે છે કે, ઉત્તર પ્રદેશની ચૂંટણીમાં પ્રિયંકા ગાંધી કહે છે કે, મહિલા લડ શકતી હૈ, પરંતુ ગુજરાતમાં તેમના પક્ષના નેતાની વહુ સાથે અન્યાય થાય છે. મને સંપત્તિની લાલચ નથી, મને સન્માન જોઈએ છે. પત્રમાં ભરત સોલંકીના પત્નીએ લખ્યું છે કે, મારા પતિ મારી સામે જ 22થી 28 વર્ષની બીજી યુવતીઓને રૂમમાં લઈ જતાં હતા, જે મહિલાઓ સાથે સંબંધ છે તેમના નામજોગ મેં કોંગ્રેસ પ્રભારી રઘુ શર્માને જણાવ્યું છે, પરંતુ તેમણે કોઈ પગલાં ભર્યા નથી. તેઓ ઓળખાણ હોય તેવી મહિલાને ટિકિટ અપાવતા હતા, જેના કારણે કોંગ્રેસને હારનો સામનો કરવો પડયો.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..