The Kashmir Files ફિલ્મ પર ફારુક અબ્દુલાએ તોડ્યું મૌન, કહ્યું: કાશ્મીરમાં જે પણ થયું, તે કેવી રીતે થયું? આ કોણે કર્યું? તેની તપાસ થવી જોઈએ

કાશ્મીરી પંડિતો પર થયેલા અત્યાચાર પર બનેલી ફિલ્મ ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ બોક્સ ઓફિસ પર દરરોજ નવા નવા રેકોર્ડ બનાવી રહી છે. આ દરમિયાન, જમ્મુ-કાશ્મીરના પૂર્વ સીએમ ફારૂક અબ્દુલ્લાએ આ ફિલ્મ પર પોતાનું મૌન તોડ્યું છે.

દરેક ફિલ્મ સાચી હોય, તે જરૂરી નથી
ફારુક અબ્દુલ્લાએ કહ્યું કે દરેક ફિલ્મની પોતાની વાર્તા હોય છે અને જરૂરી નથી કે દરેક ફિલ્મ સાચી જ હોય. તેથી સત્ય બહાર લાવવા માટે તપાસ જરૂરી છે. તેમણે કહ્યું કે કાશ્મીરમાં જે પણ થયું, તે કેવી રીતે થયું? કેમ થયું? આ કોણે કર્યું? તેની તપાસ થવી જોઈએ.

ફારુક અબ્દુલ્લાએ કહ્યું કે જો સરકાર સત્ય બહાર લાવવા માંગતી હોય તો તેમણે સમગ્ર ઘટનાની તપાસ સુપ્રીમ કોર્ટના નિવૃત્ત જજ દ્વારા કરાવવી જોઈએ. તેમણે જમ્મુ-કાશ્મીરના તત્કાલીન રાજ્યપાલ જગમોહનની ફાઈલ ખોલવાની પણ માગ કરી હતી.

સુપ્રિમ કોર્ટના નિવૃત્ત જજ દ્વારા તપાસ કરાવો
બીજેપી સંસદીય દળની બેઠકમાં ફિલ્મ ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ અને ટ્રુથ ઓફ કાશ્મીરના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવેલા વખાણના જવાબમાં ફારુક અબ્દુલ્લાએ કહ્યું કે જો સરકાર સત્ય બહાર લાવવા માંગતી હોય તો તેણે આ સમગ્ર ઘટનાની તપાસ સુપ્રીમ કોર્ટના કોઈ નિવૃત્ત જજ પાસેથી કરાવવી જોઈએ.

હિજાબ પહેરવો એ અંગત બાબત છે
હિજાબ વિવાદ પર કર્ણાટક હાઇકોર્ટના નિર્ણય પર પ્રતિક્રિયા આપતા ફારૂક અબ્દુલ્લાએ કહ્યું કે હિજાબ પહેરવો કે નહીં તે વ્યક્તિગત બાબત છે અને ઘણા દેશોમાં તેને ઇસ્લામનો આવશ્યક ભાગ માનવામાં આવે છે.

તમને જણાવી દઈએ કે મંગળવારે નવી દિલ્હીમાં બીજેપી સંસદીય દળની બેઠકને સંબોધિત કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કાશ્મીરી પંડિતોની દુર્દશા પર મહત્વપૂર્ણ ટિપ્પણી કરી હતી. તેમણે કહ્યું કે કાશ્મીરના જે સત્યને દબાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, તે સત્ય ફિલ્મ ‘ધ કાશ્મીર ફાઇલ્સ’માં દર્શાવવામાં આવ્યું છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો