ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી સરકારી ભરતી પ્રક્રિયામાં ગેરરીતિ આચરવામાં આવી હોવાના અનેક કિસ્સાઓ પ્રકાશમાં આવી ચૂક્યા છે. પેપર લીક ઉપરાંત ભરતી પ્રક્રિયામાં લાગવગ ધરાવતા લોકોને અથવા પૈસા ખવડાવીને નોકરી મેળવવાના કૌભાંડો અગાઉ સામે આવી ચૂક્યા છે, ત્યારે આજે રાજ્ય સરકાર દ્વારા લેવાયેલી વધુ એક પરીક્ષામાં ગેરરીતિની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, ગુજરાત સરકારના વન વિભાગ દ્વારા વન સંરક્ષક સંવર્ગ-3ની ખાલી પડેલી જગ્યા માટે 2018માં જાહેરાતના માધ્યમથી ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જેની આજ રોજ પરીક્ષા યોજાઈ હતી. જેના સંદર્ભે આજ રોજ પરીક્ષા લેવામાં આવી હતી. જો કે આજે લેવાયેલી પરીક્ષામાં પણ ગેરરીતિ થઈ હોવાની આશંકા વ્યક્ત થઈ રહી છે.
હકીકતમાં મહેસાણા જિલ્લાના ઉનાવાની મીરાદાતાર વિદ્યાલયમાં પરીક્ષાર્થી દ્વારા ચાલુ પરીક્ષામાં બહાર આવીને પ્રશ્નો વાયરલ કરવામાં આવ્યા હતા.
ઉલ્લેખનીય છે કે, વન સંરક્ષણની આ પરીક્ષામાં ભૂતકાળની જેમ કોઈપણ પ્રકારની ગેરરીતિ ના થાય તે માટે તમામ પરીક્ષા કેન્દ્રો પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. આ સાથે જ CCTV કેમેરાની બાજ નજર ઉપરાંત ફ્લાઈંગ સ્ક્વોડની પણ ટીમો પણ ચાંપતી નજર રાખવામાં આવી હોવા છતાં પેપર ફરતું થયું હતું. આમ પરીક્ષા દરમિયાન જ પેપર ફરતું થતાં અનેક સવાલો ઉઠ્યા છે.
આટલું જ નહીં, પરીક્ષાર્થીઓએ અગાઉ જ સરકાર પાસે માંગ કરી હતી કે, ભૂતકાળમાં જેમ પરીક્ષા પૂર્વે પેપર લીક થયા હતા, તેમ આ વખતે કોઈ પેપર લીક ના થવા જોઈએ. આ સાથે જ તેમના ભવિષ્ય સાથે કોઈ ચેડા ના થાય તેવી માંગ કરવામાં આવી હતી.
જણાવી દઈએ કે, વન રક્ષકની કુલ 334 જગ્યાઓ માટે આજે પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં ધોરણ 12 પાસ ઉમેદવારોએ પણ પરીક્ષા આપી હતી. આ પરીક્ષા સંપૂર્ણ MCQ આધારિત હતી. અગાઉ 2018માં જ્યારે આ ભરતી માટે પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. જે માટે 5 લાખની આસપાસ ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા. જો કે આર્થિક અનામતના વિવાદના કારણે આ પરીક્ષા સ્થગિત રખાઈ હતી. જેને 4 વર્ષ બાદ આજે લેવામાં આવી હતી.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..