વધતા પ્રદૂષણ અને ખોટી ખાનપાનની સ્વાસ્થ્ય પર અને સ્કીન પર પણ અસર થાય છે. આ કારણે સ્કીન પર રેશિઝ, પિંપલ્સ અને કરચલીઓની સાથે અન્ય સમસ્યાઓ રહે છે. આ સમસ્યાઓથી રાહત મેળવવા માટે બ્યૂટી સ્કીનને સિવાય યોગ્ય ડાયટ પણ જરૂરી છે. આ ટિપ્સ સિવાય તમે સ્કીનને નુકસાન વિના તમારી સ્કીનને ગ્લો કરે છે. આ કંડીશનમાં પ્રાકૃતિક ચીજને ઉપયોગમાં લેવા માટે બેસ્ટ ઓપ્શન સાબિત થઈ શકે છે. તો જાણો લીમડાના બ્યૂટી બેનિફિટ્સ.
જાણો લીમડાના પાનને કઈ વસ્તુઓ સાથે કરશો મિક્સ
લીમડામાં એન્ટીબેક્ટેરિયલ ગુણ, એન્ટી ઇન્ફ્લેમેટરી ગુણ, એન્ટીસેપ્ટિક અને એન્ટી ફંગલ ગુણ હોય છે. તેમાં વિટામિન ઈ ભરપૂર પ્રમાણમાં હોય છે. આ માટે તમે લીમડાના પાનનો ઉપયોગ કરો તે હિતાવહ છે. જાણો શું મિક્સ કરવાથી મળશે ફાયદો.
લીમડો અને મધ
જો તમારી સ્કીન ઓઈલ છે તો તેની દેખરેખ કરવા માટે તમે લીમડો અને મધનો ફેસપેક બનાવી શકો છો. આ માટે તમે 10-12 લીમડાના પાનને પીસી લો અને તેમાં એક ચમચી મધ મિક્સ કરીને પેસ્ટ તૈયાર કરો. આ પેસ્ટને લઈને ફેસ પર 10-15 મિનિટ સુધી સુકાવવા દો. હવે હળવા હાથે તેનાથી મસાજ કરો. આ પેકની મદદથી ચહેરા પર આવનારું એકસ્ટ્રા ઓઈલ કંટ્રોલમાં કરી શકો છો.
લીમડો અને બેસન
આ પેકને બનાવવા માટે તમે 2 ચમચી બેસનમાં 1 ચમચી ગુલાબજળ અને અડધી ચમચી લીમડાનો પાવડર મિક્સ કરો. આ પેસ્ટને ફેસ પેકની જેમ વાપરો. તેને લગાવતા પહેલા ફેસને ક્લીન કરવાનું ભૂલશો નહીં. હવે આ પેકને ફેસ પર એપ્લાય કરો અને 15 મિનિટ બાદ નોર્મલ પાણીથી તેને ધોઈ લો. આ પેકને અઠવાડિયામાં 2 વાર ચહેરા પર લગાવી શકાય છે. આમ કરવાથી હાલના ડાઘ દૂર થશે અને સ્કીન પણ ગ્લો કરશે.
લીમડો અને અલોવેરા
સ્કીન કેરમાં બેસ્ટ અલોવેરાને લીમડાની સાથે મિક્સ કરીને ફેસ પર લગાવવાથી પિંપલ્સ દૂર થાય છે અને સાથે જ સ્કીન પણ હાઈડ્રેટ રહેશે. આ માટે 2 ચમચી અલોવેરા જેલામાં 1 ચમચી લીમડાનો પાવડર મિક્સ કરો. તૈયાર પેસ્ટને ફેસ પર લગાવો અને 15 મિનિટ બાદ નોર્મલ પાણીથી ફેસ વોશ કરી લો. લીમડાના ગુણના કારણે સ્કીનના પિંપલ્સને ખતમ કરી શકાય છે. આ માસ્કને ચહેરા પર તમે અઠવાડિયામાં 2 વાર યૂઝ કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..