કબજિયાત માટેનો સર્વશ્રેષ્ઠ ઈલાજ, આ ઉપાય કરતાં જ દૂર થશે કબજિયાતની સમસ્યા, પેટ સાફ રાખવું હોય તો ખાઈ લો આ દેશી વસ્તુઓ

આજકાલ લોકો જંક ફૂડ અને સ્પાઈસી ફૂડ વધારે ખાય છે. તેની સાથે કેટલાક લોકોનું રૂટિન પણ સારું હોતું નથી. સૂવા અને જાગવાનો સમય પણ ફિક્સ હોતો નથી. આ બધાં કારણોથી પણ કબજિયાતની પ્રોબ્લેમ થાય છે અને પેટ બરાબર સાફ આવતું નથી. જેથી આજે અમે તમને એવી વસ્તુઓ વિશે જણાવીશું, જેને રોજ રાતે સૂતા પહેલાં ખાઈ લેવાથી સવારે પેટ બરાબર સાફ થઈ જશે. સાથે કબજિયાતની તકલીફ પણ જડમૂળથી દૂર થઈ જશે. જાણો કઈ છે તે વસ્તુઓ.

રાતે સૂતા સમયે 2 અંજીર ખાઈ લો. સવારે પેટ સારી રીતે સાફ થઈ જશે. અંજીરમાં સારા પ્રમાણમાં ફાયબર હોય છે. એવા લોકો જેમને લાંબા સમયથી કબજિયાતની પ્રોબ્લેમ હોય તેમણે પણ ડાયટમાં અંજીર અવશ્ય સામેલ કરવા જોઈએ. તાજા અને સૂકા એમ બંને પ્રકારના અંજીર કબજિયાત માટે બેસ્ટ છે. જો તાજા અંજીર મળે તો તેને છાલ સહિત ખાવા કારણ કે તેની છાલમાં વધુ ફાયબર હોય છે.

વરિયાળી

વરિયાળી કબજિયાત દૂર કરી ડાઈજેસ્ટિવ સિસ્ટમ અને બોવેલ મૂવમેન્ટને વધારે છે. તેના ઉપયોગ માટે 1 કપ વરિયાળીને સૂકવીને શેકી લો. પછી તેને બારીક પીસીને એક જારમાં ભરી લો. રોજ રાતે સૂતા પહેલાં તેનો અડધી ચમચી પાઉડર પાણી સાથે લો.

અળસી

રાતે સૂતા પહેલાં 2-3 ચમચી અળસીના બીજને પાણી સાથે ખાઈ લો. સવારે પેટ સારી રીતે સાફ થઈ જશે. અળસીમાં સારી માત્રામાં ફાયબર અને ઓમેગા 3 ફેટી એસિડ્સ હોય છે. જે કબજિયાતને ઠીક કરવામાં મદદ કરે છે.

કેસ્ટર ઓઈલ (દીવેલ)

આ નાના અને મોટાં આંતરડાને સ્ટિમ્યૂલેટ કરે છે અને બોવેલ મૂવમેન્ટને ઈમ્પ્રૂવ કરે છે. તેના ઉપયોગ માટે 2 ચમચી દીવેલ 1 કપ નવશેકા દૂધમાં મિક્સ કરી રોજ રાતે સૂતી વખતે પીવો.

ઈસબગુલ

આ ફાયબરનો શ્રેષ્ઠ સોર્સ માનવામાં આવે છે. તેના ઉપયોગ માટે રોજ રાતે સૂતી વખતે 1 ચમચી ઈસબગુલ નવશેકા પાણી અથવા દૂધ સાથે લો.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો