શરીરમાં હિમોગ્લોબિનની ઉણપ છે? તો આ રીતે વધારો, તરત જ દેખાશે અસર, જાણો અને શેર કરો

હિમોગ્લોબિનની ઉણપ, એનિમિયા, આયર્નની ઉણપ, આ બધી જ સમસ્યા એટલે શરીરમાં લોહીમાં હિમોગ્લોબિનનો અભાવ. આપણા શરીરમાં બે પ્રકારના રક્તકણો હોય છે – સફેદ અને લાલ. શરીરને સ્વસ્થ રાખવા માટે બંને ખૂબ જરૂરી છે. જ્યારે શરીરમાં લાલ રક્તકણોની અછત હોય છે, ત્યારે લોહીનો અભાવ હોય છે. જેને એનિમિયા કહેવામાં આવે છે.

એનિમિયાથી પીડિતા લોકોને થાક, ગભરાટ, ચીડિયાપણું, ચક્કર, માથાનો દુઃખાવો જેવી ઘણી સમસ્યાઓ હોય છે. આવી સ્થિતિમાં શરીરની રોગપ્રતિકારક શક્તિ પણ ઘટી જાય છે, જેના કારણે અન્ય ગંભીર બીમારીઓ પણ થઇ શકે છે. જો કે, યોગ્ય આહાર સાથે, માનવ શરીરમાં આયર્નની ઉણપ દૂર કરીને હિમોગ્લોબિનનું સ્તર વધારી શકાય છે. ત્યારે આજે આપણે જોઈએ કે હિમોગ્લોબિન વધારવા માટે ઘરેલું ઉપચાર–

એક ગ્લાસ સાદા પાણીમાં એક લીંબુ અને એક ચમચી મધ મિક્સ કરીને રોજ પીવાથી શરીરમાં હિમોગ્લોબિનનું સ્તર ઝડપ વધવા લાગે છે.

એનિમિયાથી પીડાતા લોકો માટે પાલકનું સેવન ખૂબ ફાયદાકારક છે. પાલકમાંથી મોટી માત્રામાં આયર્ન મળે છે. શાકભાજી, સૂપ અથવા પાલકનો રસ તરીકે પી શકાય છે.

મકાઈના દાણા ખાવાથી શરીરમાં આયર્નની કમી પૂરી કરી શકાય છે. ટામેટાનું રોજ સેવન કરવાથી શરીરમાં લોહીની કમી રહેતી નથી.

શરીરમાં હિમોગ્લોબિનનું સ્તર વધારવા માટે બીટ ખાવા જોઈએ, બીટને સલાડ તરીકે પણ ખાઈ શકાય અને તેનો જ્યુસ પણ પી શકાય, સ્વાસ્થ્ય સારું રહેશે.

તરબૂચમાં 91% પાણી, 6% ખાંડ અને ખૂબ ઓછી માત્રામાં ચરબી હોય છે, તરબૂચના સેવનથી શરીરમાં પાણીની કમી દૂર થાય છે, અને સાથે જ વિટામિન્સ, એમિનો એસિડ, એન્ટીઓક્સીડેન્ટ્સ મળે છે, જે હિમોગ્લોબિન વધારવામાં મદદ કરે છે.

બદામ ખાવાથી શરીરમાં આયર્નની કમી પૂરી થાય છે. બદામમાંથી મળતા પ્રોટીન, વિટામીન, ફાઈબર, મેગ્નેશિયમ, પોટેશિયમ પણ રોગપ્રતિકારક શક્તિ વધારવાનું કામ કરે છે.

એનિમિયાની સમસ્યા દૂર કરવા માટે રોજ ગાજરનો રસ પીવો જોઈએ અથવા સલાડમાં ગાજર ખાવા જોઈએ.

સલગમ ખાવાથી પણ હિમોગ્લોબિન વધે છે. સલગમમાંથી મળતા એન્ટિઓક્સિડન્ટ્સ, મિનરલ્સ, ડાયેટરી ફાઇબર અને વિટામિન સી આયર્નની કમી પૂરી કરે છે.

રોજ ખજૂર ખાવાથી શરીરની રોગપ્રતિકારક શક્તિ વધે છે. ખજૂરમાંથી કોપર, મેગ્નેશિયમ, વિટામિન બી 6 અને પેન્ટોથેનિક એસિડ મળે છે. ખજૂરમાં મળતા પોષક તત્વોની મદદથી શરીર કાર્બોહાઈડ્રેટ, ચરબી અને પ્રોટીનનો યોગ્ય રીતે ઉપયોગ કરી શકે છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો