હવે ઘરે જ બનાવો સ્વાદિષ્ટ પનીર રોલ, બાળકોને પણ ખાવાની પડશે મજા

પનીરનું (paneer) નામ આવતા જ લોકોના મોંમાં પાણી આવી જાય છે. જ્યારે તમે પનીરની અનેક વાનગીઓ (Recipe)ટ્રાય કરી હશે. પરંતુ શું તમે ક્યારેય પનીર રોલ (paneer roll)ટ્રાય કર્યો છે. જો ના તો આજે અમે તમારા માટે પનીર રોલની રેસીપી લઇને આવ્યા છીએ. જે બનાવવામાં સહેલા અને ઝડપથી બની જાય છે. તો આવો જોઇએ કેવી રીતે બનાવાય પનીર રોલ…

સામગ્રી

  • ૧૦૦ ગ્રામ – પનીર
  • ૧૦૦ ગ્રામ – લોટ
  • 100 ગ્રામ – ગાજર
  • ૧/૨ નંગ – કેપ્સિકમ
  • ૧ નંગ – ડુંગળી ( સમારેલી )
  • ૧ ચમચી – કોથમીર
  • ૧/૨ ચમચી – જીરૂ
  • ૧/૨ ચમચી – લાલ મરચું
  • ૧ ચમચી – ટોમેટો કેચઅપ
  • સ્વાદાનુસાર – મીઠું
  • જરૂરિયાત મુજબ – પાણી
  • જરૂરિયાત મુજબ – તેલ

બનાવવાની રીત

સૌ પ્રથમ પહેલા લોટને ગૂથી લો અને લગભગ 20 મિનિટ સુધી ઢાંકીને રાખો. તે બાદ તેની 4 રોટલી બનાવી લો. હવે મીડિયમ આંચ પર એક કઢાઇમાં તેલ ગરમ કરી લો. તેમા જીરૂ તતડે એટલે ડુંગળી, શાકભાજી, મરચું અને મીઠું ઉમેરીને મિક્સ કરી લો. હવે શાક અધકચરુ થાય એટલે તેમા છીણેલું પનીર અને ટોમેટો સોસ ઉમેરી બરાબર મિક્સ કરી લો. તૈયાર મિશ્રણને રોટલી પર ફેલાવીને રોલ બનાવી લો. તેલ લગાવીને તેને તવા પર બરાબર શેકી લો. તૈયાર છે સ્વાદિષ્ટ પનીર રોલ..

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો