તમારા દિવસની શરૂઆત સવારથી થાય છે અને સવારની શરૂઆત તમારા બ્રેકફાસ્ટથી.. જો તમારી સવાર સારી હશે તો તમારો બ્રેકફાસ્ટ ભરપૂર અને પોષ્ટિક હશે. તો તમારો આખો દિવસ સારો અને ઉર્જાથી ભરેલો હશે જેના માટે અમે એક રેસિપી લઇને આવ્યા છીએ. ખાસ કરીને સવારમાં ઘણા લોકો ફણગાવેલા કઠોળ ખાતા હશે પરંતુ આજે તેને અમે ટેસ્ટી બનાવીશું. આવો જોઇએ કેવી રીતે બનાવાય મસાલાથી ભરપૂર ફણગાવેલા કઠોળ..
સામગ્રી
- ૧/૨ કપ – મગ ( ફણગાવેલા )
- ૧/૨ કપ – સોયાબીન ( ફણગાવેલા )
- ૧/૨ કપ – કાળા ચણા ( ફણગાવેલા )
- ૧ કપ – ટામેટા ( સમારેલા )
- ૧ કપ – ડુંગળી ( સમારેલી )
- ૨ નંગ લીલા મરચા ( સમારેલા )
- ૧/૨ નંગ – લીંબુનો રસ
- ૧ ચમચી – ચાટ મસાલો
- ૧ ચપટી – સંચળ
- સ્વાદાનુસાર – મીઠું
- ૨ ચમચી – કોથમીર
બનાવવાની રીત
સૌ પ્રથમ ગરમ પાણીથી અંકુરિત મગ, સોયાબીન, કાળા ચણાને બરાબર ધોઇ લો. હવે એક બાઉલમાં આ દરેક સામગ્રી ઉમેરી લો અને તેની ઉપર ટામેટા, મરચા, ડુંગળી ઉમેરીને બરાબર મિક્સ કરી લો. હવે તેમા ઉપરથી મીઠું, સંચળ અને ચાટ મસાલો ઉમેરીને મિક્સ કરો. તે બાદ તેમા ઉપરથી લીંબુનો રસ મિક્સ કરીને સર્વ કરી લો. તૈયાર છે હેલ્ધી નાસ્તો…
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..