વધેલા ભાત ફેંકવાને બદલે આ રીતે બનાવો તેના ગરમા ગરમ ટેસ્ટી પકોડા, ખાવાની પડશે બમણી મજા

ખાસ કરીને ઘણા લોકોના ઘરે સવારના ભોજનમાં રોટલી, શાક અને દાળ-ભાત હોય છે. પરંતું ઘણી વખત ભાત વધારે બની જાય છે કે વધે છે. તો કેટલાક લોકો તે ભાત વઘારીને ખાય છે તો કેટલાક લોકો તેને ફેંકી દેતા હોય છે. પરંતુ શું તમે જાણો છો વધેલા ભાતમાંથી પણ અનેક ટેસ્ટી વાનગીઓ બનાવી શકાય છે. તો આજે અમે તમારા માટે વધેલા ભાતમાંથી ટેસ્ટી પકોડા કેવી રીતે બનાવવા તેની રીત જણાવીશું.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

સામગ્રી

  • ૧ કપ – રાંધેલા ભાત
  • ૨ કપ – ચણાનો લોટ
  • ૧ નંગ – સમારેલી ડુંગળી
  • ૧ નંગ – સમારેલું લીલું મરચું
  • ૧/૨ ટૂકડો – આદુ ( ખમણેલુ )
  • ૧/૨ ચમચી – ધાણા પાવડર
  • ૧/૨ ચમચી – હળદર
  • ૧/૨ ચમચી – લાલ મરચું
  • ૧ ચપટી – હીંગ
  • થોડોક – અજમો
  • જરૂરિયાત મુજબ – સમારેલી કોથમીર
  • સ્વાદાનુસાર – મીઠું
  • તળવા માટે – તેલ

બનાવવાની રીત

સૌ પ્રથમ એક બાઉલમાં રાંધેલા ભાત ઉમરી લો અને તેને બરાબર મિક્સ (મેશ)કરીને લો. તે બાદ તેમા ચણાનો લોટ, ડુંગળી, લીલા મરચા, આદુ, ધાણા પાવડર, હળદર, લાલ મરચું, હીંગ, અજમો, મીઠું, તેમજ કોથમીર ઉમેરીને બરાબર મિક્સ કરી લો. હવે તેમા જરૂરિયાત મુજબ પાણી ઉમેરી લો. તે બાદ તેને ફેટી લો. ધ્યાન રાખો કે ખીરૂ વધારે પાતળું કે ઘટ્ટ ન થાય. હવે તેને 5 મિનિટ મુકી રાખો. ત્યાં સુધી ગેસ પર એક કઢાઇમાં તેલ ગરમ કરવા મૂકો. હવે તેલ ગરમ થાય એટલે તેમા તૈયાર ખીરામાંથી ભજીયા મૂકો. ભજીયા આછા બ્રાઉન રંગના તળી લો. તૈયાર છે વધેલા ભાતના પકોડા… જે ચા સાથે ગરમા ગરમ ખાવાની મજાજ કંઇક અલગ હોય છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો