સારા આરોગ્ય માટે પૂરતી ઊંઘ જરૂરી છે. યોગ્ય સમયની ઊંઘ પૂરી ન થવાથી વ્યક્તિ માનસિક અને શારીરિક તકલીફ માંથી પસાર થઈ શકે છે. ચામડી, આંખો, પાચન તંત્ર અને કિડની સહિતના અવયવો પર ગંભીર અસર થઈ શકે છે અને વ્યક્તિ ડાયાબિટીસ, સ્ટ્રોક અને સ્થૂળતાનો શિકાર જાય છે. માનસિક થાક લાગે છે અને જૈવિક ઘડિયાળને અસર થાય છે. જેથી મગજની શાંતિ, પાચન અને રોગપ્રતિકારક શક્તિ માટે પૂરતી ઊંઘ જરૂરી છે. અહીં રાત્રે આરામદાયક ઊંઘ લેવા માટે મદદરૂપ થતી 5 ટિપ્સ આપવામાં આવી છે.
સારી ગુણવત્તાનું ગાદલું (Good quality mattress)
આરામદાયક ઊંઘ લેવા માટે સારી ગુણવત્તાનું ગાદલું જરૂરી છે. ગાદલું સારું ન હોય તો ઊંઘના ખલેલ પહોંચે છે અને શરીરમાં દુઃખાવો થાય છે. આવી સ્થિતિ ટાળવા માટે સારી ગુણવત્તાવાળા મેમરી ફોમ અને આયુર્વેદિક ગાદલા (Good quality memory foam and Ayurvedic mattresses) ફાયદાકારક નીવડી શકે છે.
એરોમાથેરાપી (Aromatherapy)
પૂરતી અને આરામદાયક ઊંઘ માટે આ થેરાપી એકદમ અસરકારક છે. તેના માટે લવન્ડર સુગંધનો ઉપયોગ કરી શકાય. તેના કારણે ઊંઘની પેટર્નમાં સુધારો થઈ શકે છે. આખા દિવસની વ્યસ્તતા બાદ રાત્રે એરોમાથેરાપી મનને શાંત કરે છે અને તમારી ત્વચાને સ્વસ્થ રાખે છે.
સિલ્ક સ્લીપ માસ્કનો ઉપયોગ (silk sleep mask)
રાત્રે તમારી આંખ પર પડતો પ્રકાશ પણ ઊંઘમાં ખલેલ પહોંચાડી શકે છે. જેથી સિલ્ક સ્લીપ આઇ માસ્કનો ઉપયોગ (Use of silk sleep mask) કરો. તેનાથી આંખમાં પ્રકાશ આવશે નહીં. આ માસ્ક તમારા ચહેરાને કરચલીઓ અને આંખ નીચેના સર્કલથી પણ બચાવે છે.
ઊંડા શ્વાસ લેવા (Deep breathing)
સામાન્ય માન્યતા છે કે મહેનતના કારણે તરત ઊંઘ આવી જાય છે. પરંતુ સારી ઊંઘ લેવા માટે મન, મગજ અને શરીરને શાંતિ મળવી જરૂરી છે. જો શાંતિ ન હોય તો ઊંઘ સારી આવતી નથી. જેથી ઊંડા શ્વાસ લઈ તણાવ અને થાકને દૂર કરી શકાય છે. જેના પરિણામે ઊંઘ સારી આવે છે.
નવશેકા પાણીથી સ્નાન કરો (take a warm bath)
સૂવાની 20 થી 30 મિનિટ પહેલા ગરમ સ્નાન કરો. આમ કરવાથી શરીરના સ્નાયુઓ અને ચેતાઓને આરામ મળે છે. જે તમને સારી ઊંઘ આપે છે. શરીરના તાપમાનમાં ઘટાડો ઊંઘને સરળ બનાવે છે. તેથી નવશેકા પાણીથી સ્નાન કરવું સારી ઊંઘ માટે ખૂબ મદદરૂપ છે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..