KDVS દ્વારા ૨૫૦થી વધુ સરકારી નોકરીયાતોના લિસ્ટમાં “પોલીસ ઈન્સ્પેકટર” રૂપી પંચરત્ન ઉમેરાયા
તા.૨૧,રાજકોટ: તાજેતરમાં ગુજરાત સરકારના પોલીસ વિભાગના “પોલીસ ઈન્સ્પેકટર-PI”નું પરીણામ આવ્યું તેમાં સૌરાષ્ટ્રના અનેક વિધ્યાર્થીઓ પાસ થયા હતા જેમાં સૌરાષ્ટ્રમાં લેઉવા પટેલ સમાજના યુવાઓને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીઓ કરવા માટે માર્ગદર્શન આપતી સંસ્થા “શ્રી ખોડલધામ વિધ્યાર્થી સમિતિ -KDVS”ના પાંચ વિધ્યાર્થીઓ “પંચરત્ન” રૂપમાં ઝળકયા હતા.
પાટીદાર સમાજની ગુજરાતની જાણીતી સંસ્થા શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડની યુવા પાંખ શ્રી ખોડલધામ વિધ્યાર્થી સમિતિ દ્વારા ૨૦૧૨થી સમાજના યુવાઓને સરકારી નોકરીએ અંગેના માર્ગદર્શન આપવા માટે જુદા-જુદા પ્રકારના વર્ગો ચલાવવામાં આવે છે. હાલ સુધી ૨૫૦થી વધુ વિધ્યાર્થીઓને પોતાના માર્ગદર્શન આપનારા અને રાજકોટ શહેર પોલીસમાં ફરજ બજાવી ચૂકેલા PSI સંજયભાઇ પાદરીયાએ ૨૦૧૨માં ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશભાઈ પટેલની રાહબરી હેઠળ આ પ્રકારના ટ્રેનીંગ કેમ્પ શરૂ થયા હતા.જેમાં સમગ્ર ગુજરાતમાથી અનેક વિધ્યાર્થી-વિધ્યાર્થીનીઓ ટ્રેનીંગ મેળવી હાલ ગુજરાત સરકારમાં સરકારી નોકરી મેળવી ચૂક્યા છે.
તાજેતરમાં પોલીસ ઈન્સ્પેકટરના-PI જાહેર થયેલ પરીણામમાં શ્રી ખોડલધામ વિધ્યાર્થી સમીતીના સંદીપ વેકરીયા, નિલેષ ઘેટીયા,રોમા ધડુક, ડો. દીનતા કથીરીયા તથા કેવલ વેકરીયા સફળ થયા હતા. ઉલ્લેખનીય છે કે, ઉપરોક્ત તમામ ઉમેદવારો પૈકીનાં ડો. નિલેષ ઘેટીયા આ પહેલા પણ GPSC જેવી મહત્વની ૨-૪ માર્ક્સને લીધે નિષ્ફળ થતાં હતા પરંતુ વયમર્યાદાને લીધે આ વખતે અંતિમ પ્રયત્ન હતો પરંતુ આ વખતે ગુજરાતમાં ૧૩માં ક્રમાકે સફળ થયા હતા.
આજરોજ સરદાર ભવન ખાતે પોલીસ ઈન્સ્પેકટરમાં સફળ થયેલા ઉમેદવારો દ્વારા આની વિધ્યાર્થીઓ માટે માર્ગદર્શન સેમીનાર યોજાયો હતો જેમાં બહોળી સંખ્યામાં વિધ્યાર્થી-વિધ્યાર્થીનીઓ ઉપસ્થીત રહ્યા હતા.ઉપરાંત શ્રી ખોડલધામ વિધ્યાર્થી સમીતી દ્વારા “પંચરત્નો” ને સન્માનવામાં આવ્યા હતા તથા આ કાર્યક્રમમાં ડેપ્યુટી કલેક્ટર ડો. સાકરીયા, ડેપ્યુટી કલેકટર સાવલીયા, મામલતદાર પીપળીયા તથા સમાજ સુરક્ષા અધીકારી પીપળીયા અને મોટીવેશનલ સ્પીકર પ્રતીક કાછડીયા ઉપસ્સ્થીત ઉપસ્થીત રહ્યા હતા.
સમગ્ર ગુજરાતમાં લેઉવા પટેલ સમાજના યુવાઓને સરકારી નોકરી અંગેના માર્ગદર્શન મેળવવા માટે શ્રી ખોડલધામ વિધ્યાર્થી સમીતી-KDVS, C/o: શ્રી સરદાર પટેલ ભવન, ન્યુ માયાણી નગર, માલવીયા પોલીસ સ્ટેશનવાળી શેરી, રાજકોટ અથવા હેલ્પલાઇન: ૭૪૦૫૪ ૬૯૨૩૯ પર સંપર્ક કરવો તેમ શ્રી ખોડલધામ વિધ્યાર્થી સમીતીની યાદી જણાવે છે.
મારી સફળતાનો શ્રેય મારા બે પરીવારને એક મારા માતા-પિતા અને બીજો પરીવાર એટ્લે “શ્રી ખોડલધામ વિધ્યાર્થી સમીતી –KDVS” : રોમા ધડુક (પોલીસ ઈન્સ્પેકટરમાં સફળ ઉમેદવાર)
અનેક નિષ્ફળતાઓ બાદ પણ મારા આત્મવિશ્વાસે મને સફળ બનાવ્યો: ડો.નિલેષ ઘેટીયા (પોલીસ ઈન્સ્પેકટરમાં સફળ ઉમેદવાર)