લગ્ન બાદ પરિણીતાને જાણવા મળતું હોય છે કે તેના પતિને અન્ય સ્ત્રીની સાથે અનૈતિક સંબંધ છે અથવા તો તેનો પતિ અગાઉથી પરિણીત છે અને તેને પોતાની ઓળખ છૂપાવીને બીજી વખત લગ્ન કર્યા છે. ત્યારે આવો જ એક કિસ્સો આણંદમાં સામે આવ્યો છે. આણંદના પેટલાદમાં એક યુવક લગ્ન કરવા માટે ગયો હતો. પણ તે સમયે જ આ યુવકની પહેલી પત્ની લગ્ન સ્થળ પર આવી પહોચી અને યુવકને ઉભા પગે ભાગવું પડ્યું. ત્યારબાદ સમગ્ર મામલે પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો અને પોલીસ દ્વારા આરોપીની ધરપકડ કરવામાં આવી.
રિપોર્ટ અનુસાર પાર્થ પટેલ નામનો એક યુવક સોજીત્રા ગામનો રહેવાસી છે અને તે હાલ બાકરોલ ગામમાં રહે છે. પાર્થ પટેલ દ્વારા વર્ષ 2019માં બાકરોલમાં રહેતી મનીષા(નામ બદલ્યું છે.) નામની એક યુવતીની સાથે લગ્ન કર્યા હતા. મનીષા સાથે લગ્ન કર્યા હોવા છતાં પણ પાર્થ પટેલ બીજા લગ્ન કરવા માટે પેટલાદના નાર ગામમાં પહોંચ્યો હતો.
નાર ગામના કન્યા પક્ષના લોકો એ વાતથી અજાણ હતા કે પાર્થ પટેલના અગાઉ લગ્ન થઇ ચૂક્યા છે. પાર્થ પટેલ બીજા લગ્ન કરવા માટે નાર ગામમાં ગયો હોવાની જાણ તેની પહેલી પત્ની મનીષાને થઇ હોવાના કારણે મનીષા પાર્થના લગ્ન સ્થળ નાર ગામમાં પહોંચી ગઈ હતી.
મનીષા તેના પરિવારના સભ્યો સાથે નાર ગામમાં ગઈ હતી. તે સમયે પાર્થના લગ્નની તૈયારી તે ગામની એક યુવતી સાથે ચાલી રહી હતી. ત્યારબાદ મનીષા અને તેના પરિવારના સભ્યોએ સમગ્ર મામલે હોબાળો કર્યો હતો. મનીષા અને તેના પરિવારના સભ્યોએ હોબાળો કર્યો હોવાના કારણે પાર્થના લગ્નને મોકૂફ રાખવા પડ્યા હતા. ત્યારબાદ ઝઘડો વધારે વધી ગયો હોવાના કારણે પાર્થ લગ્ન છોડીને ભાગી ગયો હતો. મનીષા તેના પરિવારના સભ્યોની સાથે નાર ગામમાં હોબાળો કરી રહી હતી તે સમયે પાર્થના અમદાવાદના મિત્ર વસીમખાન દ્વારા તમામ લોકોને રિવોલવર બતાવીને ધમકાવવામાં આવ્યા હતા.
આ ઘટના બાદ મનીષાએ પોલીસ સ્ટેશનમાં પાર્થ પટેલની સામે ફરિયાદ નોંધાવી હતી. તેથી પોલીસે સમગ્ર મામલે પાર્થની સામે ગુનો દાખલ કરીને તેની શોધખોળ શરૂ કરી અને ગણતરીને કલાકોમાં પાર્થની ધરપકડ કરી લીધી હતી. એવી પણ માહિતી મળી રહી છે કે, પાર્થ પટેલના છૂટાછેડાના નિર્ણય બાબતે પીડિતા દ્વારા કોઈ કોર્ટની કાર્યવાહી કરવામાં આવી નથી. પેટલાદના નાર ગામમાં યુવકના લગ્ન સમયે જ પહેલી પત્ની આવી જતા વરરાજો મંડપ છોડીને ભાગી જતા આ કિસ્સો ટોક ઓફ ધ ટાઉન બન્યો છે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..