હું માતાજીના સોગંદ ખાઈને જનતાને કહું છું કે, મેં ક્યારેય દારૂ પીધો નથીઃ ઈશુદાન ગઢવી

આમ આદમી પાર્ટીના નેતાઓ દ્વારા ભાજપ પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે હેડ ક્લાર્કની પરીક્ષાનું પેપર લીક થવા બાબતે વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. આમ આદમી પાર્ટીના નેતાઓએ કમલમનો ઘેરાવ કરતા પોલીસ દ્વારા તેમની અટકાયત કરવામાં આવી હતી. ત્યારબાદ ભાજપના મહિલા નેતા શ્રદ્ધા રાજપૂત દ્વારા આમ આદમી પાર્ટીના નેતા ઇસુદાન ગઢવી પર આરોપ મુકવામાં આવ્યો હતો કે, તેઓ નશાની હાલતમાં હતા અને તેમને મહિલાઓની છેડતી કરી હતી અને આ બાબતે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ સામે થયેલી ફરીયાદમાં પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ ઈશુદાન ગઢવીનોની ટેસ્ટ કરવામાં આવ્યો હતો અને હાલ 11 દિવસનો જેલવાસ ભોગવ્યા બાદ આમ આદમી પાર્ટીના નેતાઓને જેલમાંથી છૂટકારો મળ્યો હતો.

આમ આદમી પાર્ટીના નેતાઓ જેલમાંથી છૂટ્યા બાદ એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે કે, આમ આદમી પાર્ટીના નેતા ઈશુદાન ગઢવીનો લિકર ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. આ બાબતે હવે ગાંધીનગરના ઇન્ફોસિટી પોલીસ સ્ટેશનમાં ઈશુદાન ગઢવી સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આમ આદમી પાર્ટીના નેતા ઈશુદાન ગઢવીનો ટેસ્ટ પોઝિટિવ આવતા હવે રાજકારણમાં ગરમાવો આવશે તે સ્વાભાવિક દેખાઈ રહ્યું છે. ગાંધીનગરની હોસ્પિટલમાં લીધેલા આમ આદમી પાર્ટી નેતા ઈશુદાન ગઢવીના લોહીના નમૂના FSLમાં તપાસ માટે મોકલવામાં આવ્યા હતા અને હવે તેનો ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. જેલમાંથી છૂટ્યા બાદ ઈશુદાન ગઢવીએ તેના એક ઇન્ટરવ્યૂમાં એવો ખુલાસો કર્યો હતો કે, તેમને જિંદગીમાં ક્યારેય દારૂ પીધો નથી. તો બીજી તરફ કમલમમાં વિરોધ થયો ત્યારે જ ભાજપની મહિલા નેતાઓએ આક્ષેપ કર્યો હતો કે, આમ આદમી પાર્ટીના નેતાએ દારૂના નશામાં કમલમમાં પ્રવેશ કર્યો હતો અને મહિલા નેતાઓની છેડતી કરી હતી.

આ બાબતે આમ આદમી પાર્ટીના ઈશુદાન ગઢવીએ જણાવ્યું હતું કે, મેં જિંદગીમાં ક્યારેય દારૂ પીધો નથી. અમે પોલીસ સ્ટેશનના PI સામે ગયા હતા ત્યારે મેં કહ્યું હતું કે મને પ્રાઈવેટમાં ટેસ્ટ કરાવવા દો જો કે, આ મને ફસાવવાની પણ કોઈ કોશિશ હોઈ શકે. PIને અમે વાત કરી ત્યારે તેમણે મને કહ્યું હતું કે, તમારો ટેસ્ટ નેગેટિવ આવી ગયો છે. મારી લીગલ ટીમને વાત કરી ત્યારે પણ તેમણે મને કીધું કે તમારો રિપોર્ટ નોર્મલ આવ્યા છે. ત્યારે પણ મેં કીધું હતું કે મારો રિપોર્ટ પ્રાઈવેટમાં કરવા દો કારણ કે, ભાજપવાળા બદનામ કરવાની કોશિશ ક્યારેય પણ ન છોડે. મેં જિંદગીમાં દારૂ પીધો નથી. તો મારો રિપોર્ટ પોઝિટિવ કઈ રીતે આવે. કોઈ ષડ્યંત્ર હોઈ શકે છે.

તેમણે કહ્યું કે, હું મારી લિગલ ટિમ સાથે વાતચીત કરીશ. મારો પ્રાઇમરી ટેસ્ટ નેગેટિવ આવ્યો છે. તેવો ફોટો પણ અધિકારીઓએ વાયરલ કર્યો હતો. મને એ નથી સમજાતું કે, ભાજપ આટલી નિમ્ન કક્ષાની રાજનીતિ કેમ કરે છે. ભાજપના બધા નેતા મને જાણે છે કે, હું ક્યારેય દારૂ નથી પીતો. આ મને ફસાવવાની એક કોશિશ હોઈ શકે છે. તો હું અધિકારીઓને પણ નહીં છોડું કે જેને ખોટું કર્યું હશે. હું ભાજપના નેતાની સામે પણ માનહાનિનો દાવો કરીશ. હું માતાજીના સોગંદ ખાઈને જનતાને કહું છું કે, મેં ક્યારેય દારૂ પીધો નથી. સવાલ એ છે કે, ગઈકાલે જેલમાંથી છૂટયા પછી આ લોકોએ ક્યાક દબાણ કર્યું હોય.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો