ડભોલી વિસ્તારમાંથી 13 વર્ષિય કિશોરી ફેની સાકરીયાનું અપહરણ થયું હોવાની આશંકા

સુરતના ડભોલી વિસ્તારમાંથી એક 13 વર્ષિય કિશોરીનું અપહરણ કરવામાં આવ્યું હોવાની ફરિયાદ પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવી છે. પોલીસે બે યુવકો પર આશંકાના આધારે અપહરણની ફરિયદા નોંધી તપાસ હાથ ધરી છે.

ટ્યૂશનથી પરત ફરતા અપહરણ થયું.. બે યુવકો પર અપહરણની આશંકા

પરિવારે લીધો સોશિયલ મીડિયોનો સહારો

મૂળ ભાવનગરના ડભોલી વિસ્તારમાં આવેલા બાલાજી સોસાયટીમાં સરદાર નગરમાં રહેતા રાજેશભાઈ સાકરીયાની પુત્રી ફેની 13 વર્ષની છે. ગત રોજ ટ્યૂશનેથી પરત ઘરે ફરી નહતી. જેથી પરિવારજનોએ શોધખોળ હાથ ધરી હતી. જોકે, ફેની ન મળી આવતા તપાસ કરતા બે યુવકો દ્વારા અપહરણ કરવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું હતું. જેથી પરિવારે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જેમાં ચાની લારી ચલાવતો દિનેશ અને એક બસ કંડક્ટર યુવાને અપહરણ કર્યું હોવાની આશંકા વ્યક્ત કરી છે. હાલ પોલીસે સીસીટીવીની તપાસની સાથે શોધખોળ હાથ ધરી છે..

જેમણે આ પોસ્ટ શેર કરી ને મદદ કરી તે બધા નો દિલથી આભાર. ઇશ્ચરની કૃપા થી આ દીકરી સહીસલામત મળી ગયેલ છે..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો