આ યુવા મહિલા સરપંચ છે Bsc પાસ: સાસુ-સસરા પછી પુત્રવધુ બની ગામની લીડર

વડોદરા જિલ્લાના ડભોઇ તાલુકાનું દિવાળીપુરા એક એવું ગામ છે. જે 6 ટર્મથી એટલે કે 30 વર્ષથી સમરસ બની રહ્યું છે. હિંદુ બહુમતી ધરાવતા દિવાળીપુરા ગામમાં સાસુ અને સસરા સરપંચ બન્યા બાદ પુત્રવધૂ નિલોફર પટેલ સરપંચ બન્યા હતા. આ યુવા મહિલા સરપંચ બીએસસી પાસ થયેલા છે. કોમી એખલાસની મિશાલ સમા આ ગ્રામ પંચાયતમાં મુસ્લિમ મહિલા સરપંચ છે. એટલું જ નહીં પરંતુ પંચાયતના સભ્યો પણ મહિલાઓ છે.

આ યુવા મહિલા સરપંચ છે Bsc પાસ; સાસુ-સસરા બાદ પુત્રવધુ બની ગામ લીડર

આ ગામ 30 વર્ષથી સમરસ બની રહ્યુ છે, ગામનું સંચાલન કરે છે માત્ર મહિલાઓ

દિવાળીપુરા ગામમાં 800 લોકોની વસ્તી છે. ગામમાં માત્ર 15 મુસ્લિમ પરિવારોના ઘર છે. જ્યારે બહુમતી હિંદુઓની છે. આમ છતાં ગામમાં 6 ટર્મથી ચૂંટણી થતી નથી. દિવાળીપુરા ગ્રામ પંચાયતમાં 10 વર્ષ યુનુશભાઇ પટેલ, તેમની પત્ની હમીદાબાનુ પટેલ 15 વર્ષ સરપંચ તરીકે રહી ચૂક્યા છે. હવે તેઓની પુત્રવધૂ નિલોફર પટેલ ગ્રામ પંચાયતની બાગડોર સંભાળી રહ્યા છે.

આ ગામ 30 વર્ષથી સમરસ બની રહ્યુ છે, ગામનું સંચાલન કરે છે માત્ર મહિલાઓ

ગત વર્ષે જ બી.એસ.સી., એમ.એલ.ટી. સુધીનો અભ્યાસ કરનાર નિલોફર પટેલ પ્રથમ વખત દિવાળીપુરા ગ્રામ પંચાયતના સરપંચ તરીકે જાહેર થયા હતા. ગામ લોકોએ જ સરપંચ અને સભ્યોની જાહેરાત કરતા દિવાળીપુરા ગામને પુનઃ એકવાર સરકારની સમરસ યોજનામાં સમાવેશ કરાવ્યો હતો.

કોમી એખલાસની મિશાલ સમા આ ગ્રામ પંચાયતમાં મુસ્લિમ મહિલા સરપંચ છે

સમરસ બનેલ દિવાળીપુરા ગ્રામ પંચાયતના નવનિયુક્ત સરપંચ નિલોફર પટેલે જણાવ્યું હતું કે, ગ્રામ પંચાયતની મારી જવાબદારી સાથે હું મારા બાળકો અને પરિવારને પણ સારી રીતે સાચવુ છું. ગામનો વિકાસ મારો મુખ્ય ધ્યેય છે. મારા ગામને તમામ સુવિધાઓથી સજ્જ બનાવવાની મારી ઇચ્છા છે.

દિવાળીપુરા ગામમાં 800 લોકોની વસ્તી છે. ગામમાં માત્ર 15 મુસ્લિમ પરિવારોના ઘર છે

અમારું ગામ છેલ્લા 30 વર્ષથી સમરસ બની રહ્યું છે. આથી ગામમાં મળતી ગ્રાન્ટનો ઉપયોગ ગામના વિકાસમાં ઉપયોગી થઇ રહી છે. ડભોઇ તાલુકાના અન્ય ગામોની સરખામણીમાં અમારા ગામનો ધીમી પરંતુ મક્કમ ગતિએ થઇ રહ્યો છે. તેમ માજી સરપંચ યુનુસભાઇ પટેલે વધુમાં ઉમેર્યું હતું.

આ યુવા મહિલા સરપંચ છે Bsc પાસ; સાસુ-સસરા બાદ પુત્રવધુ બની ગામ લીડર

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

પ્રેરણાત્મક સ્ટોરી