અમદાવાદમાં સસરાએ પુત્રવધૂ પર બગાડી દાનત, અડપલાં કરી બીભત્સ માંગણી કરી કહ્યું – ‘મારી વાત માનીશ તો રાણી બનીને રહીશ’

સસરાને પિતાનો દરજ્જો આપવામાં આવે છે અને કોઈ પણ યુવતી લગ્ન બાદ સાસરે જાય તો એજ એનું ઘર હોય છે પરંતુ અમદાવાદનાં અમરાઈવાડી વિસ્તારમાં તો સસરાની પુત્ર વધુ ઉપર નજર બગડી અને અડપલાં કરી બિભત્સ માંગણીઓ કરવા લાગ્યા હતાં.વાત અહીંયા અટકતી નથી સસરાએ તો ધમકી પણ આપી દીધી કે મારી વાત માનીશ તો ખુશ રહીશ બાકી ઘરમાં રહેવા નહીં દઉં અને સસરા અને અન્ય લોકો એ 10 લાખ ની માંગણી પણ કરવા લાગ્યા હતાં.

વિગતવાર વાત કારીએ તો 22 વર્ષની પરિણીતાના લગ્ન 2019માં સમાજના રીતિ રિવાજ પ્રમાણે થયા હતા અને યુવતીનાં પિતાએ લગ્ન સમય ઘરની તમામ વસ્તુઓ સાથે બાઇક અને રોકડ રકમ 1 લાખ પણ આપેલા હતાં. લગ્નનાં થોડા દિવસ બાદ યુવતીનાં ભાઈ તેને ઘરે પિયર લઈ ગયો અને ત્યાર બાદ રિવાજ પ્રમાણે યુવતીના સસરા અને દિયર પાછા યુવતીને પોતાની સાથે લઈ ગયા હતા. પેહલા તો ખૂબ સારુ ચાલી રહ્યું હતું પરંતુ દોઢ મહિના પછી યુવતીનાં સસરા અને સાસુએ મેણા ટોણા મારવાનાં ચાલુ કરી દીધેલ અને મારા છોકરાને તો 10 લાખ મળતા તારા પિતાએ કંઇ આપ્યું નથી. આ બધી વાતો કહેવા લાગ્યા હતાં.

મહિલાનાં કામમાં કમીઓ કાઢીને સાસુ પરેશાન કરતા હતા અને મારા પતિને મારા વિરુદ્ધમાં ભડકાવતા હતાં. જેથી તે પણ મને ગાળો બોલતા હતા.જોકે આ વાત યુવતી પિયરમાં કરતી પરંતુ ઘરનાં તૂટે જેને લઈ પિયર વાળા સમજાવીને રાખતા હતા અને યુવતી તે સહેન કરતી હતી. લગ્નનાં દોઢ વર્ષ બાદ યુવતીનાં સાસુની તબિયત બગડતા હોસ્પિટલમાં દાખલ હતા તે સમય સસરા યુવતીને બાથમાં લઈ અડપલાં કરવા લાગ્યા અને કહેવા લાગ્યા કે મારી વાત માનીશ તો રાણી બનીને રહીશ નહીં તો ઘર નહીં રહી શકે. જે તે સમય યુવતી એ બુમાબુમ કરીને ભાગી ગયેલા અને સાસુને વાતની જાણ કરી તો સાસુએ ખોટા આરોપ મૂકી ને મારા પતિને મારા વિરુદ્ધ ભડકાવી દીધેલ.ગત જૂન 2021માં ફરિયાદી ન પતિ ગામડે ગયા હતા તે સમય આરોપી સસરાએ ફરી યુવતી પાસેથી ગંદી અને બિભત્સ માંગણી કરી હતી.

શરીરનાં જુદા જુદા ભાગમાં અડપલાં કરવા લાગેલ આ વાતની જાણ ફરી સાસુને કરતા તેની વાત કોઇએ માની ન હતી. અને પતિ પણ માનવા તૈયાર ન હતો. પરંતુ પતિને સમજાવવા બાદ તે થોડા દિવસ બાદ યુવતી ને અલગ રહેવા લઈ ગયો હતો. પરંતુ ત્યાં પણ સાસુ સસરા તેને ભડકાવી ને અલગ કરી દીધો હતો. હાલ યુવતી પોતાના પિયરમાં રહે છે અને પોલીસે ફરિયાદ લઈ કાર્યવાહી શરૂ કરી છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો