માનવતા મરી પરવારી: પિતાના ખભે નીકળી દિકરીની અર્થી, સરકારી હોસ્પિટલમાં બાળકીનું મોત થતાં એમ્બ્યુલન્સ પણ ના મળી તો 10 કિમી ચાલીને લઈ ગયા મૃતદેહ

છત્તીસગઢના અંબિકાપુરમાં અત્યંત દયાજનક ઘટના પ્રકાશમાં આવી છે. અહીંના લખનપુર પબ્લિક હેલ્થ સેન્ટરમાં એક છોકરીના મૃત્યુ પછી, જે સ્થિતિ સર્જાઈ તે ખરેખર શરમજનક છે. દિકરીના મૃત્યુ પછી પિતાએ શબવાહિનીની માંગણી કરી તો ડોક્ટરે ના કહી દીધુ. પછીથી લાચાર પિતા પોતાની દિકરીના મૃતદેહને ખભે ઉચકીને લઈ ગયા હતા.

નર્સે ઈન્જેક્શન આપ્યા પછી દિકરીનું મૃત્યુ થયું
શનિવારે સવારે લખનપુર પબ્લિક હેલ્થ સેન્ટરમાં 7 વર્ષની છોકરીનું મૃત્યું થયું હતું. પરિવારના સભ્યોએ છોકરીએ કરેલી તાવ અને પેટમાં દુખાવાની ફરિયાદ પછી તેને પબ્લિક હેલ્થ સેન્ટરમાં દાખલ કરાવી હતી. છોકરીના પિતાનો આરોપ છે કે તેમની દિકરી કંઈ જ જમી નહોતી, પછીથી એક નર્સે તેને ઈન્જેક્શન લગાવ્યું અને તેમની દિકરી મૃત્યુ પામી.

પિતાએ રડતા-રડતા દિકરીના શબને ખભે ઉચકી લીધું
દિકરીના મોતથી ભાંગી પડેલા માતા-પિતાએ મૃતદેહને લઈ જવા માટે શબવાહિનીની માંગણી કરી હતી. જોકે ડોક્ટરે કહ્યું કે અહીં શબવાહિનીની વ્યવસ્થા જ નથી. તમે જાતે જ મૃતદેહ લઈ જાવ એવું કહેતા છોકરીના પિતાએ રડતા-રડતા દિકરીના મૃતદેહને ખભે ઉચકીને ચાલતા ગયા હતા. તેમણે લગભગ 10 કિલોમીટર જેટલું અંતર શબને લઈને કાપ્યું હતું.

દિકરીને છેલ્લા 2 દિવસથી તાવ આવતો હતો
પ્રાપ્ત માહિતી મુજબ અમદલા નિવાસી ઈશ્વર દાસે જણાવ્યું કે મારી 7 વર્ષની દિકરી સુરેખાને 2 દિવસથી તાવ આવી રહ્યો હતો. ગત રાતે પેટમાં દુખાવો થઈ રહ્યો હતો. આજે સવારે જ તેને લખનપુર પબ્લિક હેલ્થ સેન્ટરમાં દાખલ કરી હતી. પબ્લિક હેલ્થ સેન્ટરની નર્સે ઈન્જેક્શન આપ્યાના થોડા સમય પછી છોકરીના નાકમાંથી લોહી નીકળ્યું અને તેનું મૃત્યુ થયું.

પબ્લિક હેલ્થ સેન્ટરમાં શબવાહિનીની અછત હોવાની વાત કહેવાઈ
આ અંગે ડો.પીએસ માર્કોએ જણાવ્યું કે છોકરીમાં ઓક્સિજનની અછત હતી, 15 દિવસથી તાવ આવતો હતો. તેને ગંભીર સ્થિતિમાં જ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. સ્ટાફ દ્વારા ઈન્જેક્શન લગાવવામાં આવ્યું હતું, તે પછીથી પણ તેની તબિયત સુધરી નહોતી અને તેનું મૃત્યું થયું હતું. તેમણે કહ્યું કે લખનપુર પબ્લિક હેલ્થ સેન્ટરમાં શબવાહિનીની અછત છે, તેના પગલે દર્દીઓને તકલીફ પડી રહી છે.

છોકરીને બચાવવાની તમામ કોશિશ કરાઈ
રાજ્યના સ્વાસ્થ્ય મંત્રી ટીએસ સિંહ દેવે કહ્યું કે મને માહિતી મળી છે કે લખનપુર હેલ્થ સેન્ટરમાં એક છોકરીને દાખલ કરાવવામાં આવી હતી. તે છોકરીનું ઓક્સિજન લેવલ ખૂબ જ ઓછું હતું, તેને બચાવવાની કોશિશ કરવામાં આવી પરંતુ તેને બચાવી ન શકાઈ. શબવાહીની સ્વાસ્થ્ય કેન્દ્રમાં લગભગ સવારે 9 વાગ્યે પહોંચી પરંતુ ત્યાં સુધીમાં તો શબને લઈને તેના પરિવારના સભ્યો નીકળી ગયા હતા. આ મામલામાં ડોક્ટર અને નર્સની બેદરકારી છે, તેમણે વ્યવસ્થા કરવી જોઈતી હતી.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો