રાજકોટ સિટીમાં એક સિટી બસે ટુ વ્હીલરને ટક્કર મારતા એક વ્યક્તિનું મોત નીપજ્યું છે. સિટી બસે ટુ વ્હીલરને પાછળથી ટક્કર મારી દીધી હતી. આ ઘટનામાં રાજકોટ પોલીસ હેડ ક્વાર્ટરમાં ડ્યૂટી કરતા PSI એચ.એ. અઘામને ગંભીર ઈજા થતા તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ટૂંકી સારવાર દરમિયાન એમનું નિધન થયું હતું. આ ઘટનામાં PSIનું નિધન થતા બે દીકરાઓએ પિતાની છત્રછાયા ગુમાવી દીધી છે.
રાજકોટ સિટીના 150 ફૂટ રિંગ રોડ પર શિતલપાર્ક ચોકથી ડાબી બાજુ ટોઈંગ સ્ટેશન પાસે સિટી બસે પાછળથી ટુ વ્હીલરને ટક્કર મારી દીધી હતી. જેમાં PSIને ગંભીર ઈજા થઈ હતી. એચ.એ. અઘામને માથાના ભાગે ગંભીર ઈજા થતા તેમને યુદ્ધના ધોરણે હોસ્પિટલ ખસેડાયા હતા. આ ઘટનાને પગલે મોટી સંખ્યામાં લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા. હોસ્પિટલમાં ટૂંકી સારવાર દરમિયાન પોલીસકર્મીનું નિધન થયું છે. આ કારણે પોલીસ બેડામાં શોકનું મોજું ફરી વળ્યું છે. PSI અઘામ રાજકોટ શહેરના મોચીનગર વિસ્તારમાં રહેતા હતા. વીકઓફ હોવાથી ઘરના કામ હેતુ બહાર નીકળ્યા હતા. એ સમયે 150 ફૂટ રીંગ રોડ પર શિતલ પાર્ક પાસેથી પસાર થતા આ ઘટના બની હતી. બે સંતાનમાંથી એક પુત્ર SRPમાં ફરજ બજાવે છે. પોલીસે બસ ચાલક સામે ફરિયાદ લઈને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી દીધી છે. રાજકોટ સિટીમાં છેલ્લા કેટલાક સમયથી અકસ્માતની સંખ્યા વધી રહી છે. ક્યારેક રોંગ સાઈડમાં આવતા વાહનને કારણે તો ક્યારે રસ્તા પર ઓઈલ ઢોળાવવાને કારણે આવી ઘટનાઓ બને છે. ધોળા દિવસે અકસ્માત થતા ક્યારેક વ્યક્તિના જીવ જાય એવા ગંભીર બનાવ બને છે. આ પહેલા રાજકોટના અંડરબ્રિજમાં ઓઈલ ઢોળાતા અનેક વાહન ચાલકો લપસ્યા હતા.
જોકે રાજકોટ સિટીમાં બેદરકારી પૂર્વક વાહન હંકારતા લોકો માટે આ એક ચેતવણી રૂપ કિસ્સો છે. ખાસ કરીને સવારના પિક અવર્સમાં ટ્રાફિક થવાને કારણે ફોર વ્હીલથી લઈને ટુ વ્હીલર્સને મોટું નુકસાન થાય છે. ટ્રાફિક જંક્શન મનાતા અનેક એવા વિસ્તારમાં અકસ્માતની ઘટનાઓ બને છે. જેના કારણે ભોગવવાનો વારો લોકોનો આવે છે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..