ઘરમાં ન હતું ટોઇલેટ અને ગામની આ પરેશાની જોઈને ખેડૂતના દીકરાએ 5 ગામમાં બનાવડાવ્યાં 484 શૌચાલય

મહારાષ્ટ્ર: દેશમાં આજે પણ અનેક એવા ગામ છે, જ્યાંના લોકો ખુલ્લામાં શૌચક્રિયા માટે જાય છે. અનેક જગ્યાએ શૌચાલયનો અભાવ છે તેવામાં મહારાષ્ટ્રના ઉસ્માનાબાદ જિલ્લાના રહેવાસી ગણેશ દેશમુખે પોતાના ખર્ચે પાંચ ગામમાં 484 શૌચાલય બનાવડાવ્યાં છે. 34 વર્ષીય ગણેશ દેશમુખનો જન્મ ગરીબ ખેડૂત પરિવારમાં થયો હતો. ગામલોકોને ખુલ્લામાં શૌચક્રિયા કરતા જોઈને ગણેશે આ કામ કર્યું છે.

આજે પોતાનો ટ્રાન્સપોર્ટ બિઝનેસ ચલાવે છે

વર્ષ 2006માં તેઓ નોકરીની શોધમાં પૂણે ગયા હતા. તેમને કોઈ પણ ભોગે પોતાના પરિવારની ગરીબી દૂર કરવી હતી. પૂણેમાં ઘણા સમય સુધી ગણેશે ટ્રક સાફ કરવાનું કામ કર્યું અને આજે તેઓ 15 ટ્રકના માલિક છે. ગણેશ દેશમુખ પોતાનો ટ્રાન્સપોર્ટ બિઝનેસ ચલાવે છે.

અત્યાર સુધી 484 શૌચાલય બનાવ્યાં

થોડા સમય પહેલાં તેઓ પોતાને ગામડે આવ્યા હતા. ગણેશે જોયું કે, તેમના ‘ઈટ’ ગામના લોકોના ઘરે શૌચાલય નથી. અનેક લોકો આજે પણ ખુલ્લામાં શૌચક્રિયામાં જાય છે. બસ એ સમયથી ગણેશે નક્કી કકરી લીધું કે, પોતાના ગામમાં તેઓ શૌચાલય બનાવીને રહેશે.પોતાના ગામમાં ટોઇલેટ બનાવ્યાં પછી તેમણે આજુબાજુનાં ગામમાં પણ ટોઇલેટ બનાવ્યાં છે. અત્યાર સુધી તેઓ 484 શૌચાલય બનાવડાવી ચૂક્યા છે.

‘દેવું કરીને એક ટ્રક ખરીદ્યો હતો’

ગણેશે કહ્યું કે, પૂણેમાં હું ટ્રક સાફ કરતો હતો અને ડ્રાઇવરની નોકરી પણ કરી પરંતુ તેમાં મને કોઈ સારી એવી કમાણી થતી નહોતી. મેં દેવું કરીને એક ટ્રક ખરીદ્યો અને ધીમે-ધીમે મારો ધંધો વધવા લાગ્યો. હાલ મારી પાસે 15 ટ્રક છે અને હું 25 લોકોને રોજગાર આપું છું. અનેક ગામના લોકો મને શૌચાલય બનાવી આપવા બદલ આશીર્વાદ આપે છે. ભવિષ્યમાં પણ હું ગામલોકો માટે ટોઇલેટ બનાવીશ.

આવા ઉમદા કાર્યને લાઈક અને શેર કરીને વધાવજો

દેશ – વિદેશના સમાચારો વાંચવા માટે અમારા ફેસબુક પેજને ફોલો કરીને અમારી સાથે જોડાયેલા રહો. જય હિન્દ.. જય ભારત..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો