ગુજરાતના આ ખેડુતે સરકારી નોકરી છોડી કરે છે ઓર્ગેનિક ખેતી, કરે છે લાખોની કમાણી

બનાસકાંઠાના દિયોદરના એક ખેડૂત જેઓ પશુધન નિરીક્ષક હતા. તેઓને વારસામાં જમીન હતી. જેથી પોતાના મોટાભાઇ સાથે ખેતી કરતાં હતા. પરંતુ મોટાભાઇ ગુજરી જતાં નોકરી અને ખેતીમાં પહોંચી ન વળતાં પશુધન નિરીક્ષકે પોતાની સરકારી નોકરી છોડી સજીવ (ઓર્ગેનિક) ખેતીમાં ઝંપલાવ્યું ખેતી અને જોડે થોડું પશુપાલનનું પણ કરી રહ્યા છે. આમ ખેડૂતે સરકારી નોકરી છોડી ખેતીને પસંદ કરતાં અન્ય ખેડૂતો અચંબામાં પડ્યા હતા.

દિયોદરના ખેડૂતે સરકારી નોકરી છોડી સજીવ ખેતીમાં ઝંપલાવ્યું

બનાસકાંઠા જિલ્લો ખેતી પર નિર્ભર છે. મોટાભાગના ખેડૂતો ખેતી કરી લાખો રૂપિયા કમાઇ રહ્યા છે. ત્યારે બનાસકાંઠાના દિયોદરના સોનાજી માવજીભાઇ જેઓ પશુધન નિરીક્ષકની સરકારી નોકરી કરી રહ્યા હતા. તેઓના વારસામાં ખેતીની જમીન હતી. જેમાં મોટાભાઇ સાથે તેઓ ખેતી કરી રહ્યા હતા. ત્યારે મોટાભાઇનું અચાનક અવસાન થયું હતું. સોનાજી ખેતી અને નોકરી બન્ને સંભાળી શકતા ન હોવાથી તેમને 2000ની સાલમાં નોકરીના 25 વર્ષે નોકરીમાંથી સ્વૈચ્છિક નિવૃત્તિ લઇ ખેતી અને પશુપાલનમાં ઝંપલાવ્યું હતું.

પશુધન નિરીક્ષકની નોકરીમાંથી 25 વર્ષે સ્વૈચ્છિક નિવૃત્તિ લીધી હતી

17 વર્ષથી 16 વિઘામાં સજીવ (ઓર્ગેનિક) ખેતી કરી રહ્યા છે. જેમાં તેઓ બટાટા, જીરૂ, વરીયાળી, ઘઉં, બાજરી, ગવાર, મગ, તલ, રાઇ, એરંડા વગેરેની ખેતી કરી રહ્યા છે. આ અંગે ખેડૂત સોનાજી જણાવ્યું હતું કે, ‘મેં મારા મોટાભાઇના અવસાન બાદ સરકારી નોકરી છોડી ઓર્ગેનિક ખેતી શરૂ કરી છે. જેમાં મને ખર્ચ કાઢતા વર્ષે સાડા છ લાખ ઉપરાંતનો વાર્ષિક નફો મળે છે જે નોકરીમાં ન મળે.’

17 વર્ષથી 16 વિઘામાં ઓર્ગેનિક ખેતી કરી રહ્યા છે

પંચદ્રવ્યનો છંટકાવ કરવાથી યુરીયા-ડીએપી ખાતર કરતાં પણ સારું ઉત્પાદન મળે છે

ખેડૂત સોનાજીએ જણાવ્યું હતું કે ‘પંચદ્રવ્ય ખાતર બનાવી તેનો 21 દિવસ બાદ બે થી ત્રણ વાર પાક ઉપર છંટકાવ કરવાથી પાકની રોગપ્રતિકારક શક્તિ વધે છે, વિકાસ સારો થાય છે. ફળ-ફુલ સારા બેસે છે. આમ યુરીયા-ડીએપી ખાતર કરતાં પણ સારું ઉત્પાદન મળે છે. ઓર્ગેનિક ખેતીમાં કોઇ નુકસાન નથી. હું બધો પાક બજાર ભાવે જ વેચું છું. ઓર્ગેનિક ખેતી પાક કહીને દોઢો ભાવ લેતો નથી.’

મોટાભાઇના અવસાન બાદ નોકરી છોડી સોનાજી માવજીભાઇ ઓર્ગેનિક ખેતી શરૂ કરી હતી

ઓર્ગેનિક ખેતીના ફાયદા

1. કેમીકલ (ઝેર) મુક્ત અનાજ મળે છે.
2. જમીનની ફળદ્રુપતા ટકી રહે છે.
3. પરિવારનું આરોગ્ય સારું અને તંદુરસ્ત રહે છે.
4. સાત્વિક ખોરાક લેવાથી વિચારો પણ સાત્વિક, સારા આવે છે.
5. ઓછા ખર્ચે સારું ઉત્પાદન મળે છે.

સોનાજીભાઇ પશુધન નિરીક્ષકની સરકારી નોકરી કરી રહ્યા હતા

પંચદ્રવ્ય કઇ રીતે તૈયાર થાય છે

1. ગાયનું મૂત્ર : પાંચ લીટર
2. ગાયનું દૂધ : બે લીટર
3. ગાયનું ઘી : 500 ગ્રામ
4. ગાયનું ગોબર : 3 કિલો
5. ગાયનું દહીં : 2 કિલો
6. પાકા કેળા : 1 ડઝન
7. નારીયેળ પાણી : 2 લીટર
8. શેરડીનો રસ : 2 લીટર

સોનાજીભાઇ ખેતી સાથે પશુપાલનનું પણ કરી રહ્યા છે
ખેડૂતે સરકારી નોકરી છોડી સજીવ ખેતીમાં ઝંપલાવ્યું
સોનાજીભાઇ પશુધન નિરીક્ષકની નોકરીમાંથી સ્વૈચ્છિક નિવૃત્તિ લીધી હતી
17 વર્ષથી 16 વિઘામાં ઓર્ગેનિક ખેતી કરી રહ્યા છે

 

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

ખેડુસમાચાર