ઓસ્ટ્રેલિયાથી ટેક્નોલોજી મંગાવી જૂનાગઢનાં ખેડૂતપુત્રએ મધમાખી ઉચ્છેર કેન્દ્ર શરૂ કર્યું

ઇન્ટરનેટનાં માધ્યમથી આધુનિક રીતે થતી મધની ખેતીનું ટેકનીક જાણી આ ટેકનોલોજીને ઓસ્ટ્રેલિયાથી મંગાવી એન્જિનિયરંગ કોલેજ કરેલા જૂનાગઢનાં ખેડૂત પુત્રએ મધમાખી ઉછેર કેન્દ્ર શરૂ કર્યું છે. આ મધમાખી ઉછેર કેન્દ્રમાં તૈયાર કરવામાં આવેલી પેટી ખેડૂતો 17 હજારમાં ખરીદી માત્ર 80 દિવસમાં 10 હજારથી વધુની આવક મેળવી શકે છે.

આ અંગે જૂનાગઢનાં ખેડૂત પુત્ર જયેશભાઇ વાંછાણીએ જણાવ્યું હતુ કે, ઉપલેટા તાલુકાનાં ચીખલી ગામે તેની ખેતીની 11 વિઘા જમીન આવેલી છે. તેઓએ ઇન્ટરનેટનાં માધ્યમથી વિદેશોમાં થતી મધમાખી ઉછેરની અતિ આધૂનિક પદ્ધતિની જાણકારી મેળવી હતી. બાદમાં તેઓએ ઓસ્ટ્રેલીયાથી આ અતિ આધુનિક મધ ઉછેર કેન્દ્રની સિસ્ટમને મંગાવી તેનો અભ્યાસ કરી અન્ય ખેડૂતોને ઉપયોગ કરવા પ્રોત્સાહિત કર્યા છે.

17 હજારની મધની પેટી થકી માત્ર 80 દિવસમાં 10 હજારની આવક

આ પદ્ધતિની વિશેષતા એ છે કે, સામાન્ય ખેડૂત પણ મધમાખીનો ઉછેર કરી શકે છે. જેમાં પેટીને વારંવાર ખોલવા કે મધમાખીને ઉડાડવાની કે ખંખેરવાની જરૂર નથી રહેતી. પરંતુ સીધુ ટ્યુબથી બાઉલમાં મધ એકઠું કરી શકાય છે. આ ટેકનોલોજીમાં ઓટોમેટીક હનિ ફ્લો ફેમ નો ઉપયોગ થાય છે. જેમાં 6 ફ્રેમ લાગેલી હોય છે. દરમિયાન નીચેના બોક્સમાં રહેલી મધમાખી મધ એકઠું કરે અને 60 થી 80 દિવસમાં 20 કિલો જેટલું મધ એકઠું થાય છે.

આ એકઠું થયેલું મધ એક લીવરની મદદથી મેળવી શકાય છે. ફ્લો ફ્રેમમાંથી સંપૂર્ણ મધ મેળવ્યા પછી લીવરને નીચેની તરફ ફરી વખત ફેરવવાથી ખુલેલા ષટકોણ ફરી મુળ સ્થિતીમાં આવી જાય છે. જેથી મધ એકઠું થવાની કાર્યવાહી ફરીથી શરૂ થઇ જાય છે. આમ વર્ષો સુધી આ ટેકનોલોજી મારફત શુદ્ધ મધ મેળવી શકાય છે.

પરંપરાગત પાકને બદલે આધુનિક ખેતી તરફ વળે ખેડૂતો

સામાન્ય રીતે ખેડૂતો વર્ષોથી પરંપરાગત ખેતી જ કરતા આવ્યાં છે. પરંતું હવે આધુનિકમાં ટેક્નોલોજીનો વ્યાપ વધ્યો છે ત્યારે એ ટેક્નોલોજીને પણ ખેતીમાં અપનાવવી જોઇએ. જેથી ઓછા ખર્ચે ઓછી મહેનતે વધુ ઉત્પાદન મેળવી આવકમાં ધરખમ વધારો મેળવી શકાય છે.

પોસ્ટ પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ..

જો તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને મેસેજ દ્વારા મોકલાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. જો તમે સેવાકીય કાર્યો, પ્રેરણાત્મક સ્ટોરી, સામાજીક કાર્યો, જાણવા જેવું, હાલના બનાવ, દેશ-વિદેશના સમાચાર, કૃષિ સમાચાર વગેરેની માહિતી મેળવવા માંગો છો તો ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો