‘જય જવાન – જય કિસાન’નાં સૂત્રને અમરેલી જિલ્લાનાં નાનકડા એવા ગામ પ્રતાપગઢનાં ખેડૂતોએ સાર્થક કરી બતાવ્યું છે અને સરકારનાં પ્રતિનિધિને બોલાવી 1 લાખ 11 હજારનો ચેક અર્પણ કર્યો છે. અમરેલી જિલ્લાનાં લાઠી તાલુકાનાં પ્રતાપગઢ ગામમાં પુલવાવાનાં હુમલામાં શહીદ થયેલા સૈનિકો માટે આ ગામનાં ખેડૂતોએ હમદર્દી દર્શાવી છે.
આ ગામનાં ખેડૂતોએ સરકારે જમા કરાવેલા ખાતાનાં પૈસા શહીદોને અર્પણ કરવાનું નક્કી કરી જિલ્લામાંથી સરકારનાં પ્રતિનિધિને બોલાવ્યા હતા અને એક નાનકડો કાર્યક્રમ કરી પ્રથમ શહીદોને શ્રદ્ધાંજલિ આપી, ત્યારબાદ જિલ્લા વિકાસ અધિકારીને 1 લાખ 11 હજારનો ચેક અર્પણ કર્યો હતો. રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા પ્રતાપગઢ ગામનાં ખેડૂતોએ ‘જય જવાન – જય કિસાનનાં’ સૂત્રને સાર્થક કરી જવાનોની મદદ કરનાર ખેડૂતોની ગુજરાતમાં આ પ્રથમ ઘટના છે.
દેશ ભક્તિનાં રંગે રંગાયેલા લાઠીનાં પ્રતાપગઢ ગામનાં ખેડૂતોને દેશનાં શહીદ પરિવાર પ્રત્યે હમદર્દી અને મદદની પહેલ કરી ત્યારે આજ ગામનાં એક પ્રગતિશીલ ખેડૂત આગેવાને એવું જાહેર કર્યું કે જે રકમ ગામ દ્વારા એકઠી થાય તેટલી રકમ હું એકલો આપીશ આમ 55 હજાર જેવી રકમ આ એકલવીર ખેડૂતે આપીને સમગ્ર ગુજરાતનાં ખેડૂતોને પ્રેરણા આપી છે.
આવા ઉમદા કાર્યને લાઈક અને શેર કરીને વધાવજો મિત્રો.. જય હિન્દ.. જય ભારત..
જો તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને મેસેજ દ્વારા મોકલાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. જો તમે સેવાકીય કાર્યો, પ્રેરણાત્મક સ્ટોરી, સામાજીક કાર્યો, જાણવા જેવું, હાલના બનાવ, દેશ-વિદેશના સમાચાર, ખેતીને લગતી વગેરેની માહિતી મેળવવા માંગો છો તો ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.