એક ઝાડથી મળે છે 1 ક્વિન્ટલ જામફળ, ખેડૂત આવી રીતે કરી રહ્યો છે લાખોની કમાણી

અહીંના ડાંગરા નામના ગામમાં અનિલ કુમાર નામના ખેડૂતે પરંપરાગત ખેતી છોડીને બાગવાની ખેતી શરૂ કરી છે. આ ખેતીમાં તેની આવક પાચ ગણી વધી ગઈ છે. અનિલ પાસે બે હેક્ટર જમીન છે. જેમાં તેમણે જામફળના 120 ઝાડ લગાવ્યા છે. એક ઝાડ વર્ષભરમાં લગભગ એક ક્વિન્ટલ જામફળ આપે છે.

– અનિલ કુમારે જણાવ્યું હતું કે, તે 2002થી ખેતી કરે છે પરંતુ 2014માં તેમણે એગ્રો ભાસ્કરમાં બાગવાની અંગે લેખ વાચ્યો હતો. ત્યારથી તેણે બાગવાની કરવાનું મન બનાવ્યું હતું.

અનિલ કુમાર બાગવાની ખેતી કરી રહ્યા છે

– તેણે જણાવ્યું હતું કે તેની પાસે માત્ર બે હેક્ટર જમીન છે. જેમાં તે ઘઉં, જુવાર અન્ય પાકની ખેતી કરતો હતો. તેનાથી લગભગ 60 હજાર રૂપિયાની આવક થતી હતી.
– અનિલે 2014માં બાગવાની ખેતી કરવાનું શરૂ કર્યું હતું. હવે તે જામફળ, ભિંડી, મરચા તથા મૂળાની ખેતી કરે છે. આ ખેતીથી તેને વર્ષમાં લગભગ 3 લાખની આવક થાય છે.
– અનિલનું કહેવું છે કે અન્ય ખેડૂતોએ પણ પરંપરાગત પાકની સાથે બાગવાની ખેતી કરવી જોઈએ.
– આપણે ખેતરમાં બધા જ પાક ઉગાડવા જોઈએ જેનાથી વર્ષભર આવક થતી રહે અને ખેડૂતોને કરજો લેવો ના પડે.

જામફળની ખેતી કરી કમાઈ રહ્યા છે લાખો રૂપિયા

એક ઝાડથી એક ક્વિન્ટલ જામફળ

– અનિલે જણાવ્યું હતું કે તેણે તેના ખેતરમાં ‘લખનઉ 49’ પ્રકારના જામફળના ઝાડ લગાવ્યા છે.
– આનાથી સારી જાતિ અને મોટા જામફળનો પાક થાય છે. તેના માટે ઉત્તર પ્રદેશથી રોપા મંગાવ્યા હતા.
– તેણે આગળ જણાવ્યું હતું કે સારો પાક મેળવવા માટે 3 વર્ષ બાદ પાક લેવામાં આવે છે.
– એક ઝાડમાંથી વર્ષભરમાં એક ક્વિન્ટલ જામફળ મળશે. સારી ગુણવત્તાના જામફળ હોવાને કારણે સારો ભાવ મળશે.

અનિલ પાસે બે હેક્ટર જમીન છે

ડાંગરા નામના ગામમાં અનિલ કુમાર નામના ખેડૂતે પરંપરાગત ખેતી છોડીને બાગવાની ખેતી શરૂ કરી.

અનિલે તેના ખેતરમાં જામફળના 120 ઝાડ લગાવ્યા છે

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

ખેડુ