ચક્રવાતી વાવાઝોડું ફેની પુરી તટને અથડાયુ છે. તેનાથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. અહીં 175 કિમીની સ્પીડે પવન ફૂંકાઈ રહ્યો છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે ફેની બંગાળથી થઈને બાંગ્લાદેશ તરફ આગળ વધશે. આ સંજોગોમાં પશ્ચિમ બંગાળના દરિયા કિનારાના વિસ્તારોને પણ એલર્ટ આપવામાં આવ્યું છે. ઓરિસ્સામાં હાલ ચેતવણીના ભાગરૂપે 15 જિલ્લામાંથી 11 લાખ લોકોનું સુરક્ષીત જગ્યાએ સ્થળાંતર કરાવવામાં આવ્યું છે. ફેની 20 વર્ષમાં ઓરિસ્સાને અથડાવવાવાળું સૌથી જોખમી વાવાઝોડું માનવામાં આવે છે.
The sound and the fury : here's what the landfall at Puri by #CycloneFani actually looked like..
Video by @PIBBhubaneswar pic.twitter.com/4GpvKFkRQ3
— PIB India (@PIB_India) May 3, 2019
ઈમરજન્સી નંબર
ઓરિસ્સા- 06742534177, ગૃહ મંત્રાલય- 1938, સિક્યુરિટી- 182
અપડેટ્સ
- એનડીઆરએફએ એડ્વાઈઝરીમાં કહ્યું છે કે, વાવાઝોડા પછી ક્ષતિગ્રસ્ત વિસ્તારોમાં ન જવું. વીજળીના ખુલા તારને ન અડવું.
- એનડીઆરએફએ પ્રભાવિત વિસ્તારોમાં કામ કરવાનું શરૂ કરી દીધું.
- ભુવનેશ્વર, બેરહામપુર, બાંલૂગાંવમાં ફેનીની સૌથી વધારે અસર, ઘણાં ઝાડ પડ્યા
- પુરીની સાથે જ મોટા ભાગના દરિયા કિનારાના વિસ્તારોમાં ભારે વરસાદ
- ફેનીની અસરથી આંધ્રપ્રદેશના વિશાખા પટ્ટનમમાં વાવાઝોડા સાથે વરસાદ
18 એનડીઆરએએફ તથા 525 ફાયરની ટીમ તૈયાર: શુક્રવાર સવાર સુધીમાં 11.50 લાખ લોકોને સંવેદનશીલ વિસ્તારમાંથી સ્થળાંતર કરાવવામાં આવ્યાં છે. કાંઠાના વિસ્તારના લોકોને રાહત કેન્દ્ર, શાળા, કોલેજો તથા અન્ય સુરક્ષિત સ્થળોએ લઈ જવાયા છે. રાજ્યમાં 3 હજાર રાહતકેમ્પો બનાવાયા છે. આ ઉપરાંત 18 એનડીઆરએએફ તથા 525 ફાયરની ટીમ તૈયાર કરાઈ છે. પશ્ચિમ બંગાળમાં એલર્ટને ધ્યાનમાં રાખી શુક્રવાર-શનિવારે કોલકાતા એરપોર્ટ બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. રેલવે દ્વારા બે દિવસમાં અમદાવાદ આવતી 2 ટ્રેનો સહિત 103 ટ્રેનો રદ કરવાની જાહેરાત કરી છે. વધુમાં પેસેન્જરોની સુવિધા માટે મુખ્ય સ્ટેશનો પર હેલ્પલાઈન નંબર જાહેર કરવામાં આવ્યા છે.
While #ExtremelySevereCyclonicStorm #FANI lay centered 170 kms ENE of #Vishakhapatnam @IndiaCoastGuard positions 34 Disaster Relief Teams #DRTs at #Vizag #Chennai #Paradip #Gopalpur #Haldia #Frazergunj & #Kolkata besides 04 #CoastGuard ships at #Vizag & #Chennai @DefenceMinIndia pic.twitter.com/yRH4dmCKgW
— Indian Coast Guard (@IndiaCoastGuard) May 2, 2019
સીએમ પટનાયકે બધી તૈયારીઓની જાતે ચકાસણી કરી
મુખ્યમંત્રી નવીન પટનાયક ગુરુવારે મોડી સાંજે પુરીની રાહત શિબિર સંગઠન કાર્યાલય પહોંચ્યા હતા અને દરેક તૈયારીની માહિતી લીધી હતી. તેમણે લોકોને ઘર અને શિબિરમાંથી બહાર ન નીકળવાની અપીલ કરી છે. તેમણે દરેક ઓફિસરોને પરિસ્થિતિનો સામનો કરવા સર્વશ્રેષ્ઠ પ્રયત્નો કરવાનો આદેશ આપ્યો છે.
The fiery #CycloneFani blows through Puripic.twitter.com/tf5VlwHoCu
— PIB India (@PIB_India) May 3, 2019
5000 કિચન બનાવવામાં આવ્યા
એનડીઆરએફની 28, ઓરિસ્સાના ડિઝાસ્ટર મેનેજમેન્ટ રેપિડ ફોર્સની 20 યૂનિટ અને ફાયર સેફ્ટી ડિપાર્ટમેન્ટના 525 લોકો રેસ્ક્યુ ઓપરેશન માટે તૈયાર છે. તે સિવાય સ્વાસ્થય વિભાગની 302 રેપિડ રિસ્પોન્સ ફોર્સ ટીમ તહેનાત કરવામાં આવી છે. આ સિવાય સ્વાસ્થય વિભાગની 302 રેપિડ રિસ્પોન્સ ફોર્સ ટીમ તહેનાત કરવામાં આવી છે. રાહત શિબિરમાં ભોજનની વ્યવસ્થા કરવા માટે 5000 કિચન બનાવવામાં આવ્યા છે.
તટીય વિસ્તારમાં વાહનવ્યવહાર બંધ
તટિય વિસ્તારમાં રેલ, રોડ અને હવાઈ વાહન વ્યવહાર સંપૂર્ણ રીતે ઠપ થઈ ગયો છે. ગુરુવારે મધ્યરાત્રીથી બીજુ પટનાયક ઈન્ટરનેશનલ એરપોર્ટ પર દરેક ઉડાન 24 કલાક માટે રદ કરી દેવામાં આવી છે. કોલકાતા એરપોર્ટ પરથી પણ શુક્રવારે રાતથી શનિવાર સાંજે 6 વાગ્યા સુધીમાં દરેક ઉડાન રદ કરવામાં આવી છે.