રાજકોટમાં PSIની તૈયારી કરતા 24 વર્ષીય યુવકનું દોડની પ્રેક્ટિસ દરમિયાન હૃદય બેસી જતા મોત, પરિવારમાં ભારે શોક

સરકારી સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે રાજ્યના યુવાનોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સરકારી નોકરી મેળવવા માટે રાજ્યના યુવાનો દિવસ-રાત મહેનત કરી રહ્યા છે. ત્યારે પોલીસ સબ-ઈન્સ્પેક્ટરની પરીક્ષા માટેની તૈયારી કરતા રાજકોટના યુવાનનું અકાળે મોત થતાં પરિવારમાં શોક વ્યાપી ગયો છે. રાજકોટમાં રેસકોર્સ ગ્રાઉન્ડ પર PSI બનવા માટેની ફિઝિકલ (દોડ)ની પ્રેક્ટિસ કરતા 24 વર્ષીય ભાવેશ મકવાણાનું રનિંગ દરમિયાન હૃદય બેસી જતા ઘટનાસ્થળે જ મોત નીપજ્યું છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

PSIની ભરતીમાં 25 મિનિટમાં 5 કિલોમીટરની દોડ પૂરી કરવા માટે 24 વર્ષીય ભાવેશ તૈયારી કરતો હતો, પરંતુ PSI બને તે પહેલાં જ તેને કાળ ભરખી ગયો હતો. બનાવની વિગતો અનુસાર, 24 વર્ષીય ભાવેશ મકવાણા નામનો યુવાન આજે વહેલી સવારે રાજકોટના રેસકોર્સમાં PSI (પોલીસ સબ-ઈન્સ્પેક્ટર)ની ફિઝિકલ ટેસ્ટ માટેની તૈયારી કરવા માટે દોડતો હતો. દરમિયાન અચાનક બેભાન થઈને ઢળી પડતા તેને 108 મારફતે સિવિલમાં ખસેડવામાં આવતા ફરજ પરના તબીબે મૃતજાહેર કર્યો હતો.

PSIની બનવાની તૈયારી કરતા ભાવેશનો મૃતદેહ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેના 100થી વધુ મિત્રો આવી પહોંચ્યા હતા. મિત્રોના જણાવ્યા મુજબ, ભાવેશ મકવાણા દરરોજ ફિઝિકલ પ્રેક્ટિસ કરવા માટે રાજકોટના જાણીતા રેસકોર્સ ગ્રાઉન્ડ પર જતો હતો. જ્યાં તે ઓછી મિનિટોમાં વધુ રાઉન્ડ પૂર્ણ કરવા માટે વધુ સ્પીડમાં રનિંગ કરતો હતો. આ દુઃખદ ઘટનાની જાણ થતાં ભાવેશના પરિવારજનો પણ સિવિલ હોસ્પિટલ ખાતે એકઠા થયા હતા અને કરુણ દ્રશ્યો સર્જાયા હતા.

એક ન્યૂઝ વેબસાઈટના રિપોર્ટ મુજબ, મૃતક ભાવેશના એક મિત્રએ વાત કરતા જણાવ્યું હતું કે ભાવેશ સહિત અમે ઘણાં મિત્રો PSI (પોલીસ સબ-ઈન્સ્પેક્ટર)ની ફિઝિકલ (દોડ) પ્રેક્ટિસની તૈયારી કરીએ છીએ. આજે વહેલી સવારે 7 વાગ્યે ભાવેશ અને અમે બધા મિત્રોએ થોડી મિનિટ વોર્મઅપ કર્યું હતું અને બાદમાં બધા મિત્રોએ દોડ શરૂ કરી હતી. એક કિલોમીટર સાથે દોડ્યા બાદ ભાવેશ અચાનક ઢળી પડ્યો હતો. ત્યારે આ જોતા જ આસપાસના તમામ મિત્રો ભેગા થઈ ગયા હતા. ભાવેશને તરત જ સિવિલ હોસ્પિટલમાં લઇ જવામાં આવતા ફરજ પરના તબીબોએ તેને મૃતજાહેર કર્યો હતો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો