અમદાવાદના સરખેજ વિસ્તારમાં જાણીતી અમૂલ બ્રાન્ડના અમૂલ ઘીના નામે ડુપ્લિકેટ ઘી વેચીને લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરવાના કૌભાંડનો પર્દાફાશ કરવામાં આવ્યો છે.
આ કેસમાં પોલીસે સાણંદ સર્કલ નજીક આવેલા જગદીશ એસ્ટેટ સ્થિત એખ ગોડાઉનમાં રવિવારે દરોડા પાડીને ડૂપ્લિકેટ અમૂલ ઘીના 160 ડબ્બાઓ જપ્ત કર્યાં છે. જેની અંદાજિત કિંમત 5.24 લાખ રૂપિયા થવા જાય છે. આ સાથે જ બે જણાની ધરપકડ કરી છે.
પોલીસના હાથે પકડાયેલા આરોપીઓની ઓળખ અમદાવાદના માધુપુરા ઠાકોરવાસમાં રહેતા દેવ વાઘેલા અને રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના નાના ઉંબાડા ગામમાં રહેતા અલ્પેશ તરીકે થઈ છે.
પોલીસને બાતમી મળી હતી કે, જગદીશ એસ્ટેટમાં આવેલા એક ગોડાઉનમાં ગુજરાત કો-ઑપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન એટલે કે અમૂલ બ્રાન્ડના ડૂપ્લિકેટ ઘીના ડબ્બા તૈયાર કરવામાં આવી રહ્યાં છે. આ ઘીના ડબ્બાને વેચવા માટે રાજકોટ મોકલવામાં આવી રહ્યાં છે. જેના આધારે પોલીસે અમૂલ સેલ્સના મેનેજર સહિત અન્ય લોકોને સાથે રાખીને ગોડાઉન પર દરોડો પાડ્યો હતો.
આ કાર્યવાહી દરમિયાન પોલીસે ગોડાઉનમાંથી ડૂપ્લિકેટ ઘીના 15 કિલો વજનના 160 ટીન, અમૂલ બ્રાન્ડના પ્રિન્ટેડ પૂંઠાના બોક્સ અને એક માલની હેરફેર માટેના વાહન સહિત કુલ 8.82 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
હાલ પોલીસે આરોપી વિરુદ્ધ જાણીતી બ્રાન્ડના લોગો અને નામનો દુરુપયોગ કરવા પર કૉપી રાઈટ ઉલ્લંઘન અને ઠગી કરવાની કલમો હેઠળ ગુનો દાખલ કર્યો છે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..