ભગવાન ભોળાનાથ સાથે જોડાયેલા 12 રોચક અને રસપ્રદ તથ્યો

ભગવાન શિવ જેટલા રહસ્યમય છે તેમની વેશ-ભૂષા અને તેમનાથી સંબંધિત તથ્ય પણ અનોખા છે. મહાશિવરાત્રિના અવસર પર અમે તમને ભગવાન શિવથી જોડાયેલી કેટલીક રસપ્રદ વાતો અને તેમાં છૂપાયેલા જીવનમંત્રના સૂત્રો વિશે જણાવી રહ્યા છીએઃ

ભગવાન શિવ ગળામાં નાગ કેમ ધારણ કરે છે

ભગવાન શિવ એકમાત્ર એવા દેવ છે જે ગળામાં નાગ ધારણ કરે છે. નાગ ખૂબ જ ખતરનાક પ્રાણી છે પણ તે વગર કારણે કોઈને કરડતો નથી. નાગ જીવસૃષ્ટિ તંત્રનો મહત્વપૂર્ણ જીવ છે, જાણતા-અજાણતામાં તે મનુષ્યની સહાયતા કરે છે. ભગવાન શિવ નાગને ધારણ કરી સંદેશ આપે છે કે જીવનચક્રમાં દરેક પ્રાણીનું વિશેષ યોગદાન છે, એટલે વગર કારણે કોઈ જીવની હત્યા ન કરવી.

ભગવાન શિવના હાથમાં ત્રિશૂળ કેમ છે

ત્રિશૂળ ભગવાન શિવનું પ્રમુખ અસ્ત્ર છે, એમ તો આ અસ્ત્ર સંહારનું પ્રતિક છે પણ તેની પાછળ એક સંદેશ છે. સંસારમાં ત્રણ પ્રકારની પ્રવૃત્તિઓ હોય છે, સત રજ અને તમ. સત એટલે સાત્વિક, રજ એટલે સાંસારિક અને તમ એટલે તામસી અર્થાત નિશાચરી પ્રવૃત્તિ. દરેક મનુષ્યમાં આ ત્રણેય પ્રવૃત્તિઓ હોય છે, ભગવાન શિવ ત્રિશૂળ મારફતે સંદેશ આપે છે કે મનુષ્યએ આ ત્રણેય પ્રવૃત્તિઓ ઉપર પોતાનું નિયંત્રણ રાખવું જોઈએ.

ભૂત-પ્રેત કેમ છે શિવના ગણ

શિવને સંહારકર્તા કહેવામાં આવે છે. જેમને પોતાના પાપ કર્મોનું ફળ ભોગવવાનું બાકી છે તે પ્રેતયોનિમાં ભટકે છે, શિવ સંહારકર્તા છે એટલે તેમને સજા પણ તે જ આપે છે, આ જ કારણથી શિવને ભૂત-પ્રેતોના દેવતા કહેવાય છે. આ ભૂત-પ્રેત સૂક્ષમ શરીરના પ્રતિક છે. ભૂત-પ્રેતને ગણ રીતે રાખી ભગવાન શિવ સંદેશ આપે છે કે દરેક જીવ શિવ પાસે પહોંચી શકે છે, શરત એટલી છે કે પોતાનું સર્વસ્વ શિવને સમર્પિત કરી દેવું.

ભગવાન શિવ કેમ રહે છે સ્મશાનમાં

ભગવાન શિવને પરિવારના દેવતા કહેવામાં આવે છે, પણ કહેવાય છે કે તે સ્મશાનમાં નિવાસ કરે છે. જેની પાછળ જીવનમંત્રનો એક સૂત્ર છૂપાયેલો છે. સંસાર મોહ માયાનું પ્રતિક છે જ્યારે કે સ્મશાન વૈરાગ્યનો. ભગવાન શિવ કહે છે કે સંસારમાં રહી પોતાના કર્તવ્ય પૂરા કરો પણ મોહમાયાથી દૂર રહેવું, કારણ કે આ સંસાર તો નશ્વર છે, એટલે પોતાના કર્તવ્યનું પાલન કરતા વૈરાગીની જેમ આચરણ કરવું.

ભગવાન શિવે કેમ પીધું હતું વિષ

દેવતાઓ અને દાનવો દ્વારા કરવામાં આવેલા સમુદ્રમંથનમાંથી નીકળેલા વિષને ભગવાન શંકરે પોતાના ગળામાં ધારણ કર્યુ હતું. વિષના પ્રભાવથી તેમનું ગળું નીલું પડી ગયુ હતું. સમુદ્રમંથનનો અર્થ છે મન અને વિચારોને વલોવવું અથવા ચિંતન કરવું. મનમાં અસંખ્ય ભાવનાઓ અને વિચારો હોય છે તેમનું ચિંતન કરી તેમાંથી સારા વિચારોને અપનાવવા. વિષ બુરાઈનું પ્રતિક છે, શિવે તેને પોતાના ગળામાં ધારણ કર્યુ હતું તેનો પ્રભાવ પોતાના ઉપર પડવા દીધો ન હતો. આનાથી શીખ મળે છે કે બુરાઈઓનો સામનો કરવો જોઈએ અને તેના પ્રભાવમાં ન આવવું.

ભગવાન શિવનું વાહન બળદ કેમ છે

ભગવાન શિવનું વાહન નંદી છે. બળદ ખૂબ જ મહેનતી પ્રાણી હોય છે, તે શક્તિશાળી હોવા છતાં શાંત અને ભોળો હોય છે. ભગવાન શિવ પણ સૌથી શક્તિશાળી છે છતાં શાંત અને ભોળા છે. ભગવાન શિવે કામદેવને ભસ્મ કરી તેના ઉપર વિજય પ્રાપ્ત કરી હતી તેવી જ રીતે તેમનું વાહન બળદ પણ કામી નથી, તેનું કામ ઉપર નિયંત્રણ રહે છે. નંદી કર્મનું પ્રતિક છે, બળદ સખત મહેનત કર્યા બાદ પણ થાકતો નથી તે સતત પોતાનું કર્મ કરતો રહે છે. આપણે પણ સતત પોતાનું કર્મ કરતા રહેવું જોઈએ જેથી નંદીની જેમ આપણને પણ શિવકૃપા પ્રાપ્ત થઈ શકે.

ભગવાન શિવના મસ્તક ઉપર ચંદ્ર કેમ છે

ભગવાન શિવનું એક નામ ભાલચંદ્ર પણ છે, જેનો અર્થ છે મસ્તક ઉપર ચંદ્ર ધારણ કરનાર. ચંદ્રનો સ્વભાવ શીતળ હોય છે. ભગવાન શિવ સંદેશ આપે છે કે જીવનમાં દરેક પરિસ્થિતિમાં મગજ શાંત રહેવું જોઈએ, જો મગજ શાંત હોય તો કોઈ પણ સમસ્યાનો ઉકેલ મળી શકે છે. જ્યોતિષ પ્રમાણે ચંદ્ર મનનું કારક છે. ભગવાન શિવ ચંદ્રને ધારણ કરી સંદેશ આપે છે કે મન ઉપર પોતાનું નિયંત્રણ રહેવું જોઈએ, મન ભટકશે તો લક્ષયની પ્રાપ્તિ થઈ શકશે નહી.

ભગવાન શિવની ત્રણ આંખો કેમ છે

ભગવાન શિવ એક જ એવા દેવ છે જેમની ત્રણ આંખો છે, આ જ કારણથી તેમને ત્રિનેત્રધારી પણ કહેવાય છે. આંખોનું કામ છે માર્ગ જોવો અને માર્ગમાં આવતી મુશ્કેલીઓ અંગે સાવધાન કરવું. જીવનમાં કેટલીક વાર એવી સમસ્યા આવે છે જેને આપણ સમજી શકતા નથી, આવા સમયમાં વિવેક અને ધૈર્ય સાચા માર્ગદર્શક હોય છે જે આપણને સાચા-ખોટાની ઓળખ કરાવે છે. આ વિવેક, અતઃપ્રેરણાના રૂપમાં આપણી અંદર જ હોય છે જરૂરત છે તેને જગાડવાની.

શિવ પોતાના શરીર ઉપર ભસ્મ કેમ લગાવે છે

ધર્મ ગ્રંથોમાં બધાં જ દેવી-દેવતાઓને વસ્ત્ર-આભૂષણોથી સુસજ્જ બતાવવામાં આવ્યા છે, પણ ભગવાન શિવ હરણની ખાલ લપેટી અને ભસ્મ લગાડેલા રૂપમાં જોવા મળે છે. શિવના આખા શરીર પર ભસ્મ લાગેલી હોય છે. ભસ્મનો મુખ્ય ગુણ છે કે આને લગાવાથી ઉનાળામાં ગરમી અને શિયાળામાં ઠંડી નથી લાગતી. ભસ્મ ત્વચા સંબંધી રોગોમાં પણ દવાનું કામ કરે છે. શિવ ભસ્મ દ્વારા સંદેશ આપે છે કે પરિસ્થિતિઓ મુજબ પોતાનામાં બદલાવ લાવવો જ મનુષ્યનો સૌથી મોટો ગુણ છે.

ભગવાન શિવને કેમ ભાંગ-ધતૂરા ચઢાવવામાં આવે છે

એવું માનવામાં આવે છે કે ભગવાન શિવને ભાંગ-ધતૂરો ચઢાવવાથી તે પ્રસન્ન થાય છે. ભાંગ અને ધતૂરો નશીલા પદાર્થ છે, ભગવાન શિવને આ વસ્તુઓ ચઢાવવાનો અર્થ છે કે પોતાની બુરાઈઓ ભગવાનને સમર્પિત કરી દેવી. જો તમે કોઈ નશો કરતા છો તો આ બુરાઈને ભગવાનને સમર્પિત કરી દેવી અને ભવિષ્યમાં નશો ન કરવાનો સંકલ્પ લેવો, આમ કરવાથી ભગવાનની કૃપા પ્રાપ્ત થાય છે અને જીવન ખુશીઓથી ભરેલું રહેશે.

ભગવાન શિવને બિલ્વ પાન કેમ ચઢાવવામાં આવે છે

ભગવાન શિવને બિલ્વ પાન ચઢાવવાનો વિશેષ મહત્વ છે. બિલ્વ પાનના ત્રણ પાન મનુષ્યના ચાર પુરુષાર્થો પૈકી ત્રણનું પ્રતિક છે, ધર્મ, અર્થ અને કામ. જ્યારે તમે આ ત્રણેય પુરુષાર્થ ભગવાન શિવને સમર્પિત કરો છો તો ચૌથો એટલે કે મોક્ષ જાતે જ પ્રાપ્ત થઈ જાય છે.

કૈલાશ પર્વત કેમ છે ભગવાન શિવને પ્રિય

શિવપુરાણ મુજબ ભગવાન શિવ કૈલાશ પર્વત ઉપર નિવાસ કરે છે. ઊંચા પર્વતો ઉપર સામાન્ય વ્યક્તિ નથી જતા, સિદ્ધ પુરુષ જ ત્યાં પહોંચી શકે છે. ભગવાન શિવ પણ કૈલાશ પર્વત ઉપર યોગમાં લીન રહે છે. પર્વત પ્રતિક છે એકાન્ત અને ઊંચાઈનો, જો તમે કોઈ પ્રકારની સિદ્ધિ પ્રાપ્ત કરવા માંગો છો તો તેમને એકાન્ત સ્થાન પર સાધના કરવી જોઈએ, આવા સ્થાન પર સાધના કરવાથી મન ભટકશે નહી અને સાધનાની ઉચ્ચ અવસ્થા સુધી પહોંચી શકાશે.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો