ચરોતરના આ ગામમાં યુ.કેના સીટીને પણ ટક્કર આપે તેવી છે સુવિધાઓ

ચરોતરનો ટેકનોલોજી સજ્જ એવું બોરસદ તાલુકાનાનું વાસણા ગામે છે.અહીં રેડિયો રીલીવર સિસ્ટમથી એક જ સમયે તમામ ગ્રામજનોને સૂચના કે જાણકારી આપવમાં આવે છે, આ માટે ગામમાં દરેક મહત્વની જગ્યાએ સ્પીકરો લગાવ્યા છે. જેથી ગ્રામજનોને સૂચનાઓ ઘરે બેઠા જ મળી રહે છે. ગામમાં અગાઉ ગ્રામસભા, મતદારયાદી સુધારણા, મેડિકલ કેમ્પ વીજળીનું બીલ વગેરે અંગે ગામમાં નોટિસ ર્બોડ પર કાર્યક્રમની વિગતો લખવામાં આવતી હતી, પરંતુ મોટાભાગના ગ્રામજનો નોટિસ ર્બોડ વાંચતા ન હોવાથી તેનો લાભ લઈ શકતાં ન હતા.

બોરસદના વાસણા ગામે રેડિયો રીલિવર સિસ્ટમથી જાહેરાત કરાય છે

ક્યા દિવસે, ક્યા સમયે, કઈ વ્યક્તિ દ્વારા, ક્યા કાર્યક્રમ વિશે જાહેરાત કરવામાં આવી તે વિશેની તમામ વિગતો નોંધવામાં આવે છે.આ માટે ગ્રામ જનો પાસેથી 50 રૂા ચાર્જ લેવાય છે. ઉપરાંત સાયરન પણ મુકવામાં આવી છે. ઇમર્જન્સીમાં તમામ ગ્રામજનોને તાત્કાલિક ભેગાં કરવા સાયરન વગાડવામાં આવે છે. ટાવર પર ફિટ કરાયેલી સાયરન વાગતાં જ ગ્રામજનો બેથી પાંચ મિનિટમાં જ ચોકમાં ભેગાં થઈ જાય છે.

ગામ સ્વચ્છ અને નિર્મળ રહે તે માટે આરસીસી માર્ગ છે

વાસણા જેવા નાનકળા ગામમાં કો.ઓ. સોસાયટી બેંક, દૂધની ડેરી ,પ્રાથમિક શાળા વગેરે આવેલ છે. ગામમાં વર્ષોથી ગામની બહાર ખેતરોમાં વાળા બનાવીને પશુઓને રાખવામાં આવે છે.તેમજ ગામમાં ગટર સહિતની સુવિધા પણ ઉપલબ્ધ છે. તેમજ ગામની બહાર એક જગ્યાએ ઉકરડાં બનાવાયા હતા.જેથી ગામમાં ગંદકીના થાય તેનું પણ ધ્યાન રખાયું છે. તે માટે ગ્રામ પંચયાત દ્વારા તકેદારી રખાય છે.

વાસણા (બો) : ઉકરડાં કોને કહેવાય એ આ ગામને ખબર નથી

વાસણા (બો) : ઉકરડાં કોને કહેવાય એ આ ગામને ખબર નથી

બોરસદ તાલુકાના વાસણા (બો) ગ્રામ પંચાયતમાં 13 વોર્ડ અને 9230 લોકોની વસતિ છે. અહીં વર્ષ 1992થી એકપણ ઉકરડો નથી. ગામમાં શિક્ષણ અને સફાઇ માટે એનઆરઆઇ તરફથી સમાયંતરે સહાય મળે છે. ગામની શેરીઓ અને ફળિયાની સફાઇ ત્યાંની મહિલાઓ અને ગામના માર્ગોની સફાઇ પંચાયત દ્વારા કરાવવામાં આવે છે. સ્વચ્છતા માટે સ્વર્ણિમ ગ્રામ પુરસ્કાર અને નિર્મળ ગ્રામ સ્વર્ણિમ ગામનો પુરસ્કાર ઉપરાંત રૂ.4 લાખનું ઇનામ પણ આ ગામ મેળવી ચૂક્યું છે.

મહિલાઓ રોજ અડધો કલાકનો સમય ફાળવે છે

‘પંચાયત દ્વારા ખેડાસા રોડ પર ઉકરડા માટે જમીન ફાળવવામાં આવી છે. જેથી ઘર કે ફળિયા આગળ વાસીદું (પશુના છાણ-મૂત્ર) નાખવાના બદલે અડધો કિમી ચાલીને ગામની બહાર નાખવા જઇએ છીએ. ગામમાં ઉકરડો ન રહે તે માટે દરરોજનો અડધો કલાક ફાળવીએ છીએ.’ -વિમળાબહેન ચાવડા, રહેવાસી, વાસણા(બો)

શેરીઓમાં સફાઇની જવાબદારી રહીશોની

‘ગામમાં શેરીઓ અને ફળિયામાં સફાઇની જવાબદારી રહીશોએ ઉપાડી લીધી છે. દરરોજ સવારનાં મહિલાઓ જાતે ઘરઆંગણું અને શેરીમાં સફાઇ કરે છે. આ કચરો ભેગા કરીને કચરાપેટીમાં રાખીએ છીએ. પંચાયતની ટેમ્પીની સાયરન સંભળાય એટલે ટેમ્પીમાં જઇને કચરો ઠાલવી દઇએ છીએ. ગામનાં માર્ગોનું સફાઇકામ પંચાયત દ્વારા કરવામાં આવે છે.’ – મનિષાબેન પટેલ રહેવાસી, વાસણા(બો)

દારૂખાનાના કચરાંમાંથી પંચાયતને આવક

વાસણા (બો) ગ્રામ પંચાયતમાં 30મી જૂન, 2014ના રોજ ગામમાં લગ્નપ્રસંગે દારૂખાનું ફોડવું હોય તો રૂ. 150 પંચાયતમાં ભરવાનો ઠરાવ કરવામાં આવ્યો હતો. જેથી દારૂખાનું ફોડવામાં આવે ત્યારબાદ પંચાયત દ્વારા ત્યાં તાકીદે સફાઇ કરી દેવામાં આવે છે. જેનાંથી ચાર મહિનામાં જ પંચાયતને રૂપિયા બે હજારની આવક થઇ છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઈ જાઓ અમારી સાથે. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

પ્રેરણાત્મક સ્ટોરી