નવસારીના ગ્રામિણ વિસ્તારમાં પત્ની તેના પ્રેમી સાથે મનાવતી હતી રંગરેલિયા, પતિએ રંગેહાથ પકડીને પ્રેમીને નગ્ન કરી થાંભલે બાંધી ફટકાર્યો

નવસારીના ગ્રામિણ વિસ્તારમાં પતિ-પત્ની અને વો નો એક કિસ્સો સામે આવ્યો છે. જેમાં પુરૂષને નગ્ન અવસ્થામાં થાંભલા સાથે બાંધીને તાલિબાની સજા આપવામાં આવી હતી. નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના એક ગામનો વીડિયો સોશિયલ મીડિયામાં જોરશોરથી વાયરલ થયો છે. જેમાં પત્નીને તેના પ્રેમી સાથે કઢંગી હાલતમાં પતિ એ ઝડપી પાડી હતી. પછી પ્રેમીને નગ્ન અવસ્થામાં થાંભલા સાથે બાંધી દીધો હતો. પતિ એની પત્ની તથા પ્રેમી પર ગાળો ભાંડી રહ્યો છે.

પતિ રોજગારી હેતું બહાર ગયા બાદ પત્ની પ્રેમીને ઘરે બોલાવીને અંગત પળનો આનંદ માણતી હતી. જેની જાણ પતિને થઈ જતા ભાંડો ફૂટી ગયો હતો. એક દિવસ પત્ની પર સતત એક વૉચ રાખ્યા બાદ બંનેને કઢંગી હાલકમાં પકડી પાડ્યા હતા. એ પછી પ્રેમીને નગ્ન અવસ્થામાં થાંભલા સાથે બાંધીને પતિ તેની પત્ની અને પ્રેમી પર ગાળોનો વરસાદ કરી રહ્યો છે. એવું આ વીડિયોમાં જોઈ શકાય છે.

આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જેના કારણે સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. આ સમગ્ર કેસમાં પોલીસ ફરિયાદ પણ થઈ નથી. જોકે, આ વીડિયો એક અઠવાડિયા જૂનો હોવાનું જાણવા મળ્યું છે. આ વીડિયોમાં જોવા મળ્યું છે કે, એ પત્ની એક બાજુ ઊભી છે જ્યારે પ્રેમીને નગ્ન કરીને થાંભલે બાંધી દેવાયો છે. પછી પ્રેમીને બેફામ ગાળો દેવામાં આવે છે. પ્રેમી સામે ગાળોનો વરસાદ કરી રહ્યો છે. આ સમગ્ર કેસમાં ગામના વડીલોએ મધ્યસ્થી કરી કેસને દબાવવા માટે પ્રયત્ન કર્યો હોવાની પણ શક્યતા છે. આ પહેલા પણ રાજ્યમાંથી આવી ઘટનાઓના વાયરલ વીડિયો સામે આવ્યા છે. જોકે, આ કેસમાં કોઈ પોલીસ ફરિયાદ થઈ નથી.

નવસારીના ગ્રામિણ વિસ્તારની આ ઘટનામાં મામલો શું છે એ કોઈ રીતે સ્પષ્ટ નથી. માત્ર પતિ, પત્ની અને વોની વાત છે. આજે પણ ગ્રામ્ય વિસ્તારમાં જાહેરમાં દંડનો નિયમ હોવાનું જાણવા મળ્યું છે. લગ્નેત્તર સંબંધોની મર્યાદા પાર કરતો આ બનાવ છે. નવસારીના વાંસદા ગામે આ ઘટના બની હોવાનું જાણવા મળ્યું છે. પતિએ પત્નીનો પીછો કરી સમગ્ર ભાંડો ફોડ્યો હતો. એવું પણ જાણવા મળ્યું છે કે, પતિએ પોતાના પરિવારજનોની હાજરીમાં જ પત્ની તથા પ્રેમીનો વીડિયો બનાવ્યો હતો. આ ઘટનાને કારણે સમગ્ર જિલ્લા ચકચાર મચી જવા પામી છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો