બજરંગ દળના રાષ્ટ્રીય સંયોજક સોહનસિંહ સોલંકી શુક્રવારે એક દિવસની અમદાવાદની મુલાકાતે હતા ત્યારે દેશમાં ચાલી રહેલા મુદ્દાઓ જેવા કે રામ મંદિર, કાશી, સોમનાથ, દ્વારકા, કચ્છ ભુજ, દેશની સરહદ અને ઉત્તર પ્રદેશની ચુંટણી અંગે વાત કરી હતી. જેમાં ખાસ હિન્દુત્વ પર તેમને ભાર મુક્યો હતો.
સોહનસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે, મેં હમણાં જ સોમનાથ મંદિરની મુલાકાત કરી, ત્યારે મારા ધ્યાનમાં આવ્યું કે સોમનાથ હિન્દુઓની આસ્થાનું કેન્દ્ર છે. સોમનાથ મંદિરની પાછળ 50 વીઘા જમીન મંદિર ટ્રસ્ટની છે. જેમાં બાજુમાં આવેલ કબ્રસ્તાન ધીમે ધીમે ખેંચવામાં આવી રહ્યું છે. જેથી મેં ટ્રસ્ટને તે અંગે વાત કરી છે અને જમીનનો કબજો લેવા જણાવ્યું છે નહિ તો અસામાજિક તત્વો મંદિર પર કબજો કરી દેશે. દ્વારકા અંગે સોહનસિંહે જણાવ્યું હતું કે, દ્વારકામાં આવેલ બેટ દ્વારકા પણ હિંદુઓની આસ્થાનું કેન્દ્ર છે. જ્યાં અનેક હિંદુઓ દર્શન કરવા આવે છે. છતાં હિન્દુઓના તીર્થ સ્થાન પર તેઓ પોતાનો કબજો હોવાનું જણાવે છે. જે હિન્દુઓની ભક્તિ પર આક્રમણ છે. આવું કહેવાની હિમ્મત જ કેમની થાય.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
‘કચ્છમાં 10 વર્ષમાં હિન્દુ અલ્પસંખ્યક થઈ જશે’
કચ્છ ભુજ અંગે સોહનસિંહે જણાવ્યું હતું કે, કચ્છ પણ ગુજરાતનું પ્રખ્યાત સ્થળ છે. એવું કહેવાય છે કે કચ્છ નહિ દેખા તો કુછ નહિ દેખા. મારો પ્રશ્ન છે કે 10 વર્ષ બાદ કચ્છમાં શું બતાવીશું અલ્પસંખ્યક હિંદુ. અત્યારે જે ગતિ ચાલી રહી છે તે પ્રમાણે 10 વર્ષ બાદ કચ્છ ભુજમાં હિંદુ અલ્પસંખ્યક થઇ જશે. કચ્છ આપણી સીમા છે તેની નજીક હરામી નાળા આવેલું છે, જ્યાંથી ગેરકાયદેસર રીતે તસ્કરી થઇ રહી છે. થોડા સમય અગાઉ 12000 કરોડ ડ્રગ્સની તસ્કરી પકડાઈ હતી. ભારતના ભવિષ્યને પૂરું કરવાનું આ ષડ્યંત્ર છે.
સરહદ પર મુસ્લિમો જમીન ખરીદી રહ્યા છે
દેશની તમામ સરહદ પર પણ ષડ્યંત્ર પૂર્વક મુસ્લિમો જમીન ખરીદી રહ્યા છે. સરહદ પરથી હિંદુઓ પલાયન થઇ રહ્યા છે. હિન્દુઓની જમીન મુસ્લિમો જ ખરીદી રહ્યા છે તેમની પાસે એટલા પૈસા વિદેશથી આવે છે જેથી સરહદ પર હિંદુઓ પુરા થઇ જાય, છે તે અંગે તપાસ થવી જોઈએ. સરહદ પર હિન્દુઓને પુરા કરવાનું આ કાવતરું છે. સેના પાછળ તમામ ગેરહિંદુ સ્થાપિત થઇ જાય જેથી ભવિષ્યમાં કોઈ હુમલો થાય તો સેનાની પીઠ પર હુમલો કરવા માટે લોકો ઉભા થઇ જાય. અમે ત્યાં ગામના યુવાનોને ભેગા કરીને સમજાવ્યું કે તેઓ સરહદ ના છોડે અને દેશ વિરોધી જે જાણકારી મળે તે BSFને જણાવવા કહ્યું છે.
ઉત્તર પ્રદેશની ચુંટણી તો આવતી જતી રહેશે પરંતુ હિન્દુત્વ સ્થાયી છે. કેટલીક વસ્તુઓ પરિવર્તનશીલ હોય છે. હિંદુ બદલવાનો નથી. ચુંટણી આવી રહી છે, સરકારે જે હિન્દુત્વના હિતમાં કામ કર્યું છે સમાજ તેનું સમર્થન કરે છે. ઉત્તર પ્રદેશની સરકાર હિન્દુત્વના હિતમાં કામ કરી રહી છે જે દુનિયા જોઈ રહી છે. ઉત્તર પ્રદેશની જનસંખ્યા લગભગ અમેરિકા જેટલી છે એટલી જનસંખ્યાને સંભાળીને એક સાચી દિશામાં લઇ જવાનું કામ ચાલી રહ્યું છે. જેને લઈને ઉત્તર પ્રદેશના હિંદુ અસુરક્ષિત હતો તે હવે સુરક્ષિત છે.
લવ જેહાદ અંગે સોહનસિંહે જણાવ્યું હતું કે, ષડ્યંત્ર પૂર્વક હિંદુ બહેનોને હિંદુ નામ જણાવીને, હિંદુ જેવો ટીકો લગાવીને અને હિંદુ જેમ રહીને મંદિરમાં સાથે જાય છે અને જ્યારે બહેન ઘર છોડીને જાય ત્યારે ખબર પડે છે કે તે હિંદુ નથી. જેથી તેમને તે ધર્મ સ્વીકારવો પડે છે અથવા આત્મહત્યા કરવી પડે છે. આવી જાણકારી અમને મળતા અમે આવી બહેનોને બચાવીએ છીએ. અમે બહેનોને આ અંગે સતર્ક અને સાવધાન કરીએ છીએ. ડ્રગ્સ અને જેહાદ પણ એક આક્રમણ છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..