ચહેરાના ડાઘ-ધબ્બા અને પિંપલ્સ ગ્રહણ સમાન હોય છે. જો તમે પણ ઝડપથી વારંવાર થતાં પિંપલ્સને દૂર કરવા માંગો તો અહીં જણાવેલા ઉપાય કરી લો.
સ્કિન પ્રોટેક્શન
સ્કિનને તડકાંથી બચાવો. જો તમને એવું લાગતું હોય કે ટેનિંગથી પિંપલ્સ છુપાય જાય છે તો તમને જણાવી દઈએ કે આવું થોડાં સમય માટે જ થાય છે. ટેનિંગને કારણે પિંપલ્સની સમસ્યા ગંભીર પણ થઈ શકે છે અને નુકસાન પણ થઈ શકે છે. તેના કારણે રિંકલ્સ વધે છે અને સ્કિન કેન્સરનો પણ ખતરો વધે છે.
ક્લિંઝરનો ઉપયોગ
દિવસમાં માત્ર 1-2 વાર ચહેરો માઈલ્ડ ક્લિંઝર અથવા નવશેકા પાણીથી સાફ કરો. સ્ક્રબ અથવા હાર્શ વસ્તુઓનો ઉપયોગ સ્કિન પર કરવો નહીં. સાથે જ રાતે ચહેરાની સફાઈ અને મેકઅપ રિમૂવ કરવાનું ભૂલવું નહીં.
પિંપલ્સને ફોડો નહીં
ઘણાં લોકોને પિંપલ્સ દબાવવાની કે ફોડી દેવાની આદત હોય છે. આવું કરવાથી ઈન્ફેક્શન વધે છે અને પિંપલ્સ વધુ ફેલાય છે અને લાંબા સમય સુધી રહે છે. તેના માટે બેંજોઈલ પેરોક્સાઈડ અથવા સેલીલિલીક એસિડ અને સંતુલિત પીએચ લેવલવાળા ફેસવોશનો ઉપયોગ કરવો. તેનાથી ધીરે-ધીરે પિંપલ્સ દૂર થવા લાગશે.
પીઠ પર પિંપલ્સ
જો તમને છાતી કે પીઠ પર પિંપલ્સ થતાં હોય તો ટાઈટ કપડાં પહેરવા નહીં, કારણ કે ટાઈટ કપડાં પહેરવાથી સ્કિન સાથે ઘર્ષણ થાય છે. જેના કારણે આ સમસ્યા વધે છે અને ઘણીવાર બળતરા પણ અનુભવાય છે. જેથી ઢીલા કપડાં પહેરવા, ખાસ કરીને ગરમીની સિઝનમાં સૂતરાઊ અને ઢીલાં કપડાં જ પહેરવા.
ચહેરાને સાફ કરો
એક્સરસાઈઝ બાદ ચહેરાને સાફ કરવાનું ભૂલવું નહીં. પરસેવાને કારણે રોમછિદ્રો ખુલી જાય છે. આ જ રીતે ક્યાંક બહારથી ઘરે આવો ત્યારે પણ નવશેકા પાણીથી ચહેરો ધુઓ, જેથી પોલ્યૂશન અને ડર્ટ તમારી સ્કિન પરથી દૂર થઈ જાય. નહીં તો પિંપલ્સ વધી શકે છે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..