પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રવિવારે 26 સપ્ટેમ્બરના રોજ મોડી સાંજે સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટનું નિરીક્ષણ કરવા પહોંચ્યો. પ્રધાનમંત્રીએ ઈજનેરો સાથે ચર્ચા કરી અને મજૂરોના હાલચાલ જાણ્યા. સોશિયલ મીડિયા પર સામે આવેલી તસવીરોમાં પ્રધાનમંત્રી માથા પર સેફ્ટી હેલમેટ લગાની નિરીક્ષણ કરતા જોવા મળ્યા. એક વર્ગ પ્રધાનમંત્રીના અચાનક આ રીતે પૂર્વ સૂચના અને સુરક્ષા વિના સેન્ટ્રલ વિસ્ટા સાઇટ પર પહોંચવાની ટીકા કરી રહ્યા છે. તો બીજો વર્ગ પ્રશંસા કરી રહ્યા છે.
પૂર્વ IAS અધિકારી સૂર્ય પ્રતાપ સિંહે લખ્યું, પરિધાન મંત્રીજી અમેરિકાથી ગાંધીવાદ અને લોકતંત્રની ક્લાસ લઇ ફર્યા છે. નવી આવાસ યોજના માટે ફોટોગ્રાફર સાથે રાતે જોવામાં રૂચિ છે પણ દેશના અન્નદાતાઓને મળવાનો તેમની પાસે સમય નથી? રાતે સિક્યોરિટી વિના ગયા પણ ફોટોગ્રાફર લઇ જવાનું ભૂલ્યા નહીં.
परिधान-मंत्री जी अमेरिका से गांधीवाद और लोकतंत्र की क्लास लेकर लौटे हैं।
नवीन आवास/योजना को मय फोटोग्राफर रात में देखने में दिलचस्पी है लेकिन देश के अन्नदाता से मिलने का उनके पास समय नहीं?
रात में बिना सिक्योरिटी के गए लेकिन फोटोग्राफर ले जाना नहीं भूले।#आज_भारत_बंद_है pic.twitter.com/qYHgZ6WbiW
— Surya Pratap Singh IAS Rtd. (@suryapsingh_IAS) September 27, 2021
વરિષ્ઠ પત્રકાર રાજેશ જોશીએ એક ન્યૂઝ શેર કરતા પૂછ્યું, પણ 4 મહિના પહેલા તો CPDWએ સેન્ટ્રલ વિસ્ટા બાંધકામ સાઇટની તસવીરો અને વીડિયોગ્રાફી પર પ્રતિબંધ લગાવ્યો હતો?
કોંગ્રેસ નેતા શ્રીનિવાસ બીવીએ કટાક્ષ કરતા લખ્યું, કોઇપણ સૂચના વિના, સિક્યોરિટી ડિટેલ વિના, માત્ર કેમેરામેન લઇને મોદીજી નિકળી પડ્યા.
"बिना किसी सूचना के-बिना सिक्योरिटी डिटेल के"
बस 'कैमरामैन' लेकर, मोदी जी निकल पड़े? pic.twitter.com/wkcQ6hs1fJ— Srinivas BV (@srinivasiyc) September 26, 2021
તો કેન્દ્રીય મંત્રી હરદીપ સિંહ પુરીએ લખ્યું, અમેરિકાના પ્રવાસેથી પરત ફર્યા પછી પેક્ડ શેડ્યૂલ અને તમામ મિટીંગ વ્યસ્તતાઓની વચ્ચે પ્રધાનમંત્રી સેન્ટ્રલ વિસ્ટા પહોંચ્યા. આ દેખાડે છે કે PM માટે આ સિગ્નેચર પ્રોજેક્ટ કેટલો જરૂરી છે.
કોંગ્રેસની પ્રવક્ચા સુપ્રિયા શ્રીનેતે પ્રધાનમંત્રી મોદીના પ્રવાસની તસવીરો પર ટિપ્પણી કરી, બર્બાદીઓની ઉજવણી કરતા ગયા… તો આમ આદમી પાર્ટીના નેતા સંજય સિંહે લખ્યું, અરે આટલું પણ નીચે જવાની જરૂર નથી સર, રાજમહેલ જલદી બનશે.
કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે પ્રધાનમંત્રીના પ્રવાસથી જોડાયેલી તસવીરો શેર કરતા લખ્યું, નવા ભારતના નવનિર્માણનું સપનું લઇ. પિયૂષ ગોયલે ટિપ્પણી કરી, દેશના નિર્માણમાં દરેક પળે આગળ પ્રધાનમંત્રીજી. જે દેશના નવનિર્માણમાં પાછલા 7.5 વર્ષથી થાક્યા વિના, થંભ્યા વિના ચાલતા જઇ રહ્યા છે. આજે તેમનું પોતે નવા સંસદ ભવનના નિર્માણ સ્થળે જવું દર્શાવે છે કે તેઓ પોતાના સમયની દરેક પળ માત્ર અને માત્ર દેશની સેવામાં અપર્ણ કરી ચૂક્યા છે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..