BSFના નિવૃત જવાને લીધો બદલો, દીકરી પર બળાત્કાર કરનાર આરોપી જામીન પર મુક્ત થતાં કોર્ટની બહાર જ ગોળી મારી દીધી

શુક્રવારના રોજ બોર્ડર સિક્યુરિટી ફોર્સના નિવૃત જવાને પોતાની લાયસન્સવાળી પિસ્તોલથી ગોરખપુર સિવિલ કોર્ટના ગેટની બહાર 25 વર્ષીય યુવકની ગોળી મારીને હત્યા કરી દીધી છે. યુવક ઉપર નિવૃત જવાનની સગીર વયની દીકરી ઉપર વર્ષ 2020માં અપહરણ કરીને દુષ્કર્મનો આરોપ હતો.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

મૃતક યુવક બિહારના મુઝફ્ફરપુરનો રહેવાસી હતો અને કેસને કારણે તે ગોરખપુરની કોર્ટમાં આવ્યો હતો. યુવકને ગોળી માર્યાં બાદ બે સિક્યુરિટી ગાર્ડ અને પાર્કિંગ લોટના મેનેજર દ્વારા નિવૃત જવાનને ઝડપી લેવામાં આવ્યો હતો. જો કે, આ સમગ્ર હત્યાકાંડ બાદ વકીલો દ્વારા ગેટની બહાર હુમલાનો વિરોધ કરવામાં આવ્યો હતો.

વકીલોના વિરોધ વચ્ચે એડીજી અખિલ કુમાર ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને વિરોધને શાંત પાડ્યો હતો. આ સાથે તેઓએ આશ્વાસન આપ્યું હતું કે, આ મામલે તપાસ કર્યાં બાદ સુરક્ષામાં ચૂક મામલે જવાબદાર લોકો સામે કાર્યવાહી કરવામાં આવશે.

રિપોર્ટ્સના જણાવ્યા અનુસાર બપોરે 1.15 કલાકની આસપાસ દિલશાદ હુસૈને પોતાના વકીલ શંકર શરણ શુક્લાને સિવિલ કોર્ટના ગેટ પાસે બોલાવ્યો હતો. જો કે, વકીલ ગેટ પર પહોંચે તે પહેલાં જ નિવૃત બીએસએફ જવાન ભગવત નિષાદે પોતાની લાયસન્સ પિસ્તોલ વડે દિલશાદના માથા પર ગોળી મારી દીધી હતી. હેડ શોટને કારણે દિલશાદ જમીન પર ઢળી પડ્યો હતો અને ઘટનાસ્થળે જ તેનું મોત નિપજ્યું હતું.

કેન્ટ પોલીસના જણાવ્યા અનુસાર પોલીસે નંદલાલ નિષાદના પુત્ર ભગવત નિષાદની અટકાયત કરી છે. સીનિયર એસપી વિપિન ટાડાએ કહ્યું કે, સિવિલ કોર્ટના ગેટની પાસે યુવકને ગોળી મારી ઠાર મરાયો છે અને આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે. લાશને પોસ્ટમાર્ટમ માટે મોકલી દેવામાં આવી છે. અને પીએમ રિપોર્ટ આવ્યા બાદ ગુનો નોંધવામાં આવશે.

રિપોર્ટના જણાવ્યા અનુસાર, દિલશાદ હુસૈન ગોરખપુર શહેરના બધલગંજ વિસ્તારમાં ભગવત નિષાદના ઘરની સામે પંક્ચર રિપેરની દુકાન ચલાવતો હતો. 12 ફેબ્રુઆરી 2020ના રોજ દિલશાદે ભગવત નિષાદની સગીર દીકરીનું અપહરણ કરવાનો આરોપ છે. જે બાદ 17 ડિસેમ્બરના રોજ ભગવતે દિલશાદ વિરુદ્ધ પોક્સો એક્ટ હેઠળ અપહરણ અને દુષ્કર્મનો કેસ નોંધાવ્યો હતો.

12 માર્ચ 2021ના રોજ પોલીસે હૈદરાબાદમાંથી દિલશાદને ઝડપી દીધો હતો અને સગીર છોકરીને તેની જાળમાંથી બચાવી લીધી હતી. જે બાદ દિલશાદને જેલમાં ધકેલી દેવામાં આવ્યો હતો. પણ બે મહિના અગાઉ જ તેને જામીન પર મુક્ત કરવામાં આવ્યો હતો.

એડીજી અખિલ કુમારે જણાવ્યું કે, નિવૃત જવાન કેવી રીતે હથિયાર સાથે સિવિલ કોર્ટના કેમ્પસમાં પ્રવેશ્યો તેને લઈને તપાસ શરૂ કરી દેવામાં આવી છે. અને જે પણ દોષી સાબિત થશે તેની સામે કાર્યવાહી કરવામાં આવશે. આ ઉપરાંત તેઓએ કહ્યું કે, નિવૃત જવાનને હથિયાર સાથે ઝડપી લેવામાં આવ્યો છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો